Business

Today Gold Price: દુનિયામાં માગ ઓછી થતાં સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો, ચાંદીની કિંમત વધી

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
રાજધાની દિલ્હીમાં આજે મંગળવારે સોનાના ભાવમાં 1,200 રૂપિયાનો ઘટાડો થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,00,170 રૂપિયા થયો હતો. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,100 રૂપિયા ઘટીને 99,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ઓલ ઇન્ડિયા સરાફા ઍસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Today Gold Price: દુનિયામાં માગ ઓછી થતાં સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો, ચાંદીની કિંમત વધી

Gold Silver Price: રાજધાની દિલ્હીમાં આજે મંગળવારે સોનાના ભાવમાં 1,200 રૂપિયાનો ઘટાડો થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,00,170 રૂપિયા થયો હતો. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,100 રૂપિયા ઘટીને 99,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ઓલ ઇન્ડિયા સરાફા ઍસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે 800 કરોડની છેતરપિંડી, EDએ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ચાંદીની કિંમતમાં 100 રુપિયાનો વધારો

તો મંગળવારે ચાંદીની કિંમતમાં 100 રુપિયાનો વધારો થતા 1,07,200 રુપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. ગઈ કાલ સોમવારે ચાંદીના કિંમત 1,07,100 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો. 

આ પણ વાંચો: ગૂગલે ભારતમાં લોન્ચ કર્યું સેફ્ટી ચાર્ટર: જાણો, શું છે?

યુદ્ધવિરામના સમાચારથી સોના પર અસર

વૈશ્વિક સ્તરે હાજર સોનાના ભાવમાં ઘટાડા સાથે 3380.65 ડૉલર પ્રતિ ઔંસ પર સોદા થયા હતા. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં 0.44 ટકા વધીને 36.47 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. HDFC સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલ-ઈરાન તણાવ પર યુદ્ધવિરામની શક્યતાએ સોનાના વેપારીઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. ઇઝરાયલ સાથે વધતાં તણાવનો રાજદ્વારી ઉકેલ ઈરાન સક્રિય રીતે શોધી રહ્યું છે તેવા અહેવાલો પછી આ ફેરફાર આવ્યો છે.