Business

સોનું પહેલીવાર રૂ. 1.5 લાખને પાર, ચાંદી પણ રૂ. 3.30 લાખને પાર... જાણો લેટેસ્ટ રેટ

By GS TEAM
21 Jan 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક તણાવ, ગ્રીનલેન્ડ વિવાદ, ચાંદીની માંગમાં વધારો થવાના કારણે આજે પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,50,565 પર બંધ થયો હતો, ત્યારે આજે બપોરે 4.00 વાગ્યા સુધીમાં 1,57,505 રૂપિયાની કિંમત પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ ગઈકાલે 3,23,672 પર બંધ થયા બાદ આજે 3,34,000 પર પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં 7,000 જેટલો વધારો અને ચાંદીના ભાવમાં 10,000થી વધુનો વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું પહેલીવાર રૂ. 1.5 લાખને પાર, ચાંદી પણ રૂ. 3.30 લાખને પાર... જાણો લેટેસ્ટ રેટ

Today Gold And Silver Price : વૈશ્વિક તણાવ, ગ્રીનલૅન્ડ વિવાદ, ચાંદીની માંગમાં વધારો થવાના કારણે આજે પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,50,565 પર બંધ થયો હતો, ત્યારે આજે બપોરે 4.00 વાગ્યા સુધીમાં 1,57,505 રૂપિયાની કિંમત પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ ગઈકાલે 3,23,672 પર બંધ થયા બાદ આજે 3,34,000 પર પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં 7,000 જેટલો વધારો અને ચાંદીના ભાવમાં 10,000થી વધુનો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવની આજની સ્થિતિ

ડેટા મુજબ ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.3,23,672 પર બંધ થયા બાદ આજે 3,22,566 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં 3,20,007 પર અને ઊંચામાં 3,35,521 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો તેનો ભાવ ગઈકાલે 1,50,565 પર બંધ થયા બાદ આજે 1,51,575 પર ખૂલ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ નીચેમાં 151,575 અને ઊંચામાં 158,339 પર પહોંચ્યો હતો.


સોનામાં તેજીના 3 મુખ્ય કારણો

1... વૈશ્વિક તણાવ અને ગ્રીનલૅન્ડ વિવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની જીદ અને યુરોપિયન દેશો પર લાદવામાં આવેલી ટેરિફની ધમકીને કારણે વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. જ્યારે પણ ટ્રેડ વોરની સ્થિતિ ઊભી થાય છે ત્યારે રોકાણકારો શેરબજારને બદલે સોનાને સુરક્ષિત રોકાણ માનીને તેમાં રોકાણ કરે છે.

2... રૂપિયામાં રૅકોર્ડબ્રેક ઘટાડો : ભારતીય રૂપિયો અત્યારે ડૉલર સામે ₹91.10 ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવતા સોનાની લૅન્ડિંગ કોસ્ટ વધી ગઈ છે, જેના કારણે ઘરેલું બજારમાં સોનું ₹1.5 લાખને પાર કરી ગયું છે.

3... સેન્ટ્રલ બૅંકો દ્વારા સોનાની ખરીદી : ભારતની RBI સહિત દુનિયાભરની સેન્ટ્રલ બૅંકો પોતાના વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સ્ટોક વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, 2025ના રૅકોર્ડ બાદ 2026 માં પણ આ માંગ સતત વધી રહી છે, જેને કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : દિપિન્દર ગોયલે છોડ્યું 'Eternal'નું CEO પદ: હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ

ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો

1... ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ(EV)માં ચાંદીનો ઉપયોગ વધતા હવે તે માત્ર ઘરેણું નહીં પણ જરૂરી કાચો માલ બની ગઈ છે.

2... ટ્રમ્પના ટેરિફનો ડર: અમેરિકી કંપનીઓ ટેરિફના ડરથી ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેનાથી ગ્લોબલ સપ્લાયમાં ઘટાડો થયો છે.

3... ઉત્પાદન અટકવાનો ભય: મેન્યુફેક્ચરર્સ ભવિષ્યમાં અછત સર્જાવાના ડરથી અત્યારથી જ મોટાપાયે ખરીદી કરી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના

નિષ્ણાતોના મતે, જો મધ્ય પૂર્વમાં તણાવ વધશે તો સોનું આ વર્ષે રૂપિયા 1,90,000 સુધી જઈ શકે છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 3.20 લાખથી 4 લાખ સુધી પહોંચવાની સંભાવના છે.

આ પણ વાંચો : ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં