Business

સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો ચાંદીમાં બેતરફી વધઘટ: ક્રૂડમાં પીછેહટ

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદ ઝવેરી બજારમાં શનિવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત થયો, જ્યારે ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ 2 મહિનાની ટોચેથી ઘટ્યો. અમદાવાદમાં 10 ગ્રામ સોનું 2000 ઘટી 1,54,700 રૂપિયા અને ચાંદી 2000 વધી 2,32,000 રૂપિયા પ્રતિ કિલો રહી. ક્રૂડ તેલના ભાવ પણ ઘટ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં  વિશ્વ બજાર પાછળ ઘટાડો ચાંદીમાં બેતરફી વધઘટ: ક્રૂડમાં પીછેહટ

રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો
ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં બે મહિવનાની ટોચે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ફરી ઘટાડા પર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૨૯૯થી ૪૩૦૦ ડોલર વાળા નીચામાં ભાવ ૪૨૮૦ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૨૮૪થી ૪૨૮૫ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૮૨ વાળા ઘટી રૂ.૯૫.૭૮ બોલાતા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામં ૧૦૧.૩૧ રહ્યા પછી ઘટી ૧૦૦.૮૭ થઈ ૧૦૧.૦૪ રહ્યાના સમાચાર હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં બે મહિવનાની ટોચે પહોંચ્યા પછી ઘટયાના સમાચાર હતા ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સાનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૦૦૦ વધી રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૪.૬૧ થી ૬૪.૬૨ ડોલરવાળા નીચામાં ભાવ ૬૩.૯૧ થઈ છેલ્લે ભાવ ૬૪.૨૯ થઈ ૬૪.૩૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૦૦ બોલાતા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૨૩૫૦થી ઘટી રૂ.૨૩૦૮૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ ઘટી નીચામાં ૧૦૩.૧૧ થઈ છેલ્લે ભાવ ૧૦૪.૩૨ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૧.૫૧ થઈ ૯૨.૪૧ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવતથા યુએસ ક્રૂડના ભાવ વચ્ચેનો તફાવત વધી ૪ મહીનાની ટોચે બેરલદીઠ ૧૧થી ૧૨ ડોલર થઈ ગયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૬૩ ડોલર થઈ છેલ્લે ભા વ ૧૭૮૨થી ૧૭૮૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૫૬થી૪ ૧૨૫૭ વાલા ભાવ છેલ્લે ૧૨૭૦થી ૧૨૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૩૫ ટકા માઈનસમા રહ્યા હતા. દરમિયાન, ટ્રમ્પે યુદ્ધ વિરામની દરખાસ્ત નામંજૂર કર્યા પછી ઈરાનના હાઉથી જૂથે ફરી રિયાધ પર હુમલો કર્યાના સમાચાર મળ્યા હતા.