રક્ષા બંધનના દિવસે સોના-ચાંદી ઉંચકાયા પ્લેટીનમ પણ વધ્યું: ક્રૂડમાં બેતરફી વધઘટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનું ઉછળી ૪૬૦૦ ડોલર ફરી કુદાવી ગયું : વેનેઝુએલા ઓપેકમાંથી નિકળી જશે એવા સંકેતો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ આંચકા પચાવી ફરી તેજી તરફી જોવા મળ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટે કોસ્ટ વધી હતી. સરકારે સોનાની ટેરીફ વેલ્યુ વધારતાં તેના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી. સરકારે સોનાની ટેરીફ વેલ્યુ વધારતાં તેના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૯૭થી ૪૫૯૮ વાળા વધી ઉંચામાં ભાવ ૪૬૧૪થી ૪૬૧૫ થઈ ૪૬૦૩ થી ૪૬૦૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૧૨૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૯૩૯ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૯૫૭૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોદીઠ જીએસટી વગર રૂ.૪૪૦૦ ઉછળી રૂ.૨૪૩૮૯૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૬૮.૨૭ વાળા વધી ઉંચામાં ભાવ ૭૦.૯૫ થઈ ૭૦.૭૮થી ૭૦.૭૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ દેખાઈ હતી.અમદાવાદ ઝવેરી બજાર આજે બંધ રહી હતી. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ વધી રૂ.૬૫૦૫૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ઔંસના ૧૯૦૦ થઈ ૧૮૮૫થી ૧૮૮૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૪૦૦ પાર કરી ઉંચામાં ભાવ ૧૪૪૨ થઈ ૧૪૪૦થી ૧૪૪૧ ડોલર રહ્યા હતા.વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૫૪ ટકા વધ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ઊાવન બેરલના ઉંચામાં ૯૦.૧૯ ડોલર થઈ ૮૯.૦૮ ડોલર રહ્યા હતા.યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૩.૭૮ થઈ ૮૨.૫૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, વેનેઝુએલાથી મળતા સમાચાર મુજબ ઓપેકમાંથી વેનેઝુએલા નિકળી જવા વિચારણા કરી રહ્યું છે. આના પર હવે વિશ્વ બજારની નજર રહી હતી.




