Business

સોના-ચાંદીમાં પીછેહટ : ક્રૂડના ભાવ ઘટયા પછી ફરી ઉછળી ૯૦ ડોલર પાર

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોનું 4100 ડોલરની અંદર આવી 4052-4053 ડોલર પર સ્થિર થયું, જ્યારે ચાંદી 57.86 ડોલર રહી. અમદાવાદમાં સોનું 10 ગ્રામ દીઠ ₹500 અને ચાંદી કિલો દીઠ ₹1000 તૂટ્યા. ડોલર સામે રૂપિયો મજબૂત થતા આયાત ખર્ચ ઘટ્યો, જે ભાવ ઘટાડાનું મુખ્ય કારણ બન્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં પીછેહટ : ક્રૂડના ભાવ  ઘટયા પછી ફરી ઉછળી ૯૦ ડોલર પાર

વૈશ્વિક સોનું ૪૧૦૦ ડોલરની અંદર : પ્લેટિનમમાં મિશ્ર વલણ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર વધ્યા ભાવથી ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં આજે ઝવેરી બજારોમાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાતાં વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૦૭૪થી ૪૦૭૫ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૧૧૧ થયા પછી નીચામાં ભાવ ૪૦૫૦ થઈ ૪૦૫૨થી ૪૦૫૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૫૮.૧૫ વાળા ઉંચામાં ભાવ ૫૯.૧૭ તથા નીચામાં ભાવ ૫૭.૬૪ થઈ ૫૭.૮૬થી ૫૭.૮૭ ડોલર રહ્યા હતા. સોનાના ભાવ મોડી સાંજ ૪૦૫૪થી ૪૦૫૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૮૯.૮૫ વાળા નીચામાં ભાવ ૮૬.૭૯ થયા પછી ભાવ વધી ઉંચામાં ૯૦.૩૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૩.૫૯ વાળા નીચામાં ભાવ ૮૧.૦૬ થયા પછી ઉંચામ ાં ભાવ ૮૫.૦૯ થઈ ૮૪.૯૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૨૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૨૨૮૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૮૬૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૦૦ ઘટી રૂ.૨૧૮૨૯૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૩૨ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૮૭ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ ધીમો સુધારો બતાવતા હતા. જાપાને કેનેડાથી ક્રૂડની ઈમ્પોર્ટ ફરી શરૂ કર્યાના સમાચાર હતા.