બંધ બજારે સોનાચાંદીમાં ટકેલુ વલણ સપ્તાહના અંતે વિશ્વ બજાર નરમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સપ્તાહ અંતે ક્રુડ તેલ મક્કમ
મુંબઈ : સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર શનિવાર નિમિત્તે સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં ભાવમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું. મોટી વધઘટ જોવા મળી નહોતી. વિશ્વ બજારમાં કિંમતી ધાતુ સપ્તાહ અંતે નરમાઈ સાથે બંધ રહ્યા હતા. હોર્મુઝ ખાડીમાં બે ઓઈલ ટેન્કરો પર ઈરાને કરેલા હુમલા બાદ સ્થિતિ વધુ વણસવાના સંકેતે ે ક્રુડ તેલ મક્કમ રહ્યુ હતું. ખાનગીમાં ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી.
સ્થાનિક મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ખાનગીમાં રૂપિયા ૧,૪૩,૦૫૦ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૪૨,૨૭૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૨,૧૭,૯૬૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ સાધારણ વધી રૂપિયા ૧,૪૭,૯૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૧,૪૭,૬૦૦ રહ્યા હતા જ્યારે ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨,૨૪,૨૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ સપ્તાહ અંતે પ્રતિ ઔંસ ૬૦ ડોલર ઘટી ૪૦૪૬.૧૫ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૫૭.૬૦ બંધ રહી હતી. હોર્મુઝ ખાડીમાં ઈરાને ઓઈલ ટેન્કરો પર હુમલા કર્યા બાદ ઈરાન પર સખત હુમલાની ટ્રમ્પની ચીમકીને પગલે ક્રુડ ઓઈલના ભાવ મક્કમ બંધ રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૮૪.૬૭ જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ બેરલ દીઠ ૮૭.૯૩ ડોલર બંધ આવ્યું હતું. ખાનગીમાં ડોલર સામે રૂપિયો ૯૫.૪૦ સ્થિર બોલાતો હતો.









