Business

સોના- ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો : કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં શનિવારે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે, બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાયા હતા. શુક્રવારે રૂ.96.11-96.12 થયેલા ડોલર શનિવારે વધી રૂ.96.17-96.18 બોલાયા હતા. અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1000 ઘટ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.1000 વધ્યા હતા. આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દર વધતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટી વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના- ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો : કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો

બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાયા
મુંબઈ, શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજ શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ જે શુક્રવારે મોડી સાંજે ઉછળ્યા હતા તે શનિવારે ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે ઉંચામાં ૪૨૦૦ ડોલર ઉપર ગયા હતા તે ત્યારબાદ ફરી ઘટી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૧૪૧થી ૪૧૪૨ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે શુક્રવારે રૂ.૯૬.૩૦થી ૯૬.૩૧ વાળા ઘટી રૂ.૯૬.૧૧થી ૯૬.૧૨ થયા હતા તે શનિવારે ફરી વધી રૂ.૯૬.૧૭થી ૯૬.૧૮ બોલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધી રૂ.૨૨૭૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ જોકે ઔંશના ઉંચામાં ૬૧ ડોલર પાર ગયા પછી ફરી ઘટી છેલ્લે ભાવ ૬૦.૩૬થી ૬૦.૩૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૨૧૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૮૦૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૨૩૦૦૦ વાળા રૂ.૨૨૦૮૦૦ બોલાતા થયા હતા.વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૯૯.૬૮ વાળા વધી ૧૦૩.૦૪ થઈ ૧૦૨.૨૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૮૯.૪૬ વાળા ૯૩.૫૧ થઈ ૯૧.૧૧ ડોલર છેલ્લે રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૨.૧૩ થઈ ૧૦૧.૯૨ રહ્યો હતો. ભારતમાં સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૯૬.૮૦થી વધારી રૂ.૯૬.૯૫ કર્યાના સમાચાર હતા. આના પગલે સોના- ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૭૨૩ વાળા છેલ્લે ભાવ ૧૭૦૧થી ૧૭૦૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૮૬થી ૧૧૮૭ વાળા છેલ્લે ભાવ ૧૧૭૧થી ૧૧૭૨ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ છેલ્લે ૦.૧૭ ટકા પ્લસમાં રહ્યા હતા. અમેરિકાના જોબગ્રોથના ડેટા નબળા આવ્યા હતા.