સોનું 4471 રૂપિયા મોંઘું થયું! ચાંદીમાં એક સપ્તાહમાં 39 હજાર રૂપિયાનો ભાવ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Latest Rates: સોના ચાંદી ભાવે ચાલુ સપ્તાહમાં સપાટો પાડ્યો છે. સોનું 4,471 વધી 1,41,593 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ પહેલા છેલ્લા સપ્તાહમાં એટલે કે 9 જાન્યુઆરી શુક્રવારે 1,37,122 રૂપિયા પર કારોબાર કરી રહ્યું હતું હતું. તો ચાંદી 2,42,808 પ્રતિ કિલોથી વધી 2,81,890 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે ચાંદીમાં ચાલુ સપ્તાહમાં જ 39,082 રૂપિયાનો વધારો આવ્યો છે.
2025માં સોનામાં 75 ટકા તો ચાંદી 167 ટકાનો વધારો
ગયા વર્ષે 2025માં સોનાની કિંમત 57,033 (75) ટકા વધી હતી, 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયો, જ્યારે ચાંદીનો ભાવ આ દરમિયાન 1,44,403 (167%) વધ્યો, 31 ડિસેમ્બર 2024ના રોજ પ્રતિ કિલો ચાંદીના ભાવ 86,017 રૂપિયા હતા જે વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા હતા.
સોનામાં તેજીના 3 મુખ્ય કારણો
ડોલર નબળો પડ્યો: અમેરિકામાં વ્યાજદરો ઘટતા ડોલર નબળો પડ્યો તેમજ સોનાનો હોલ્ડિંગ ખર્ચ ઓછો થયો જેનાથી લોકો ખરીદવા લાગ્યા
યુદ્ધ જેવી સ્થિતિ: રશિયા-યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ ગણી ખરીદી રહ્યા છે
રિઝર્વ બેન્ક: ચીન જેવા દેશમાં રિઝર્વ બેન્કમાં મોટા પાયે સોનું ભરાઈ રહ્યું છે, વર્ષમાં અંદાજિત 900 ટનથી વધુ સોનું ખરીદવામાં આવ્યું છે એટલે ભાવ વધી રહ્યા છે.

ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો
ઔધોગિક માંગ: સોલર, ઈલેક્ટ્રોનિક્સ અને EV ક્ષેત્રમાં હાલ ચાંદીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે જેથી જ્વેલરી ઉપરાંત ચાંદી હવે કાચો માલ બની ગઈ છે
ટ્રમ્પ ટેરિફ: અમેરિકાની કંપનીઓ હાલ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે મોટી માત્રામાં ચાંદીનો સ્ટોક જમા કરી રહી છે. જેથી વૈશ્વિક પુરવઠામાં ચાંદીની અછત સર્જાઈ છે
ઉત્પાદકોને ડર: ઉત્પાદન બંધ થશે તેવો ડર સતત ઉત્પાદકોને લાગી રહ્યો છે, જેથી તે પોતાના ઉત્પાદન માટે જરૂરિયાત સિવાય પણ ચાંદી ખરીદી રહ્યા છે. જેથી આવનારા મહિનામાં પણ ચાંદી ચમકતી રહેશે.
આ પણ વાંચો: તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો
સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું રાખજો ધ્યાન
1: પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશા માણિત સોનું ખરીદો જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક વાળું હોય, આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, દાખલા તરીકે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે
2: કિંમત ક્રોસ-ચેક કરો: ખરીદી કરો ત્યારે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ) નો ઉપયોગ કરીને ચેક કરો. સોનાના ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના આધારે બદલાય છે જેનું ખાસ ધ્યાન રાખો








