Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે... અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઇલમાં ભડકો

By GS Team
28 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે રાત્રે અમેરિકન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે... અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઇલમાં ભડકો

Stock Market News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે રાત્રે અમેરિકન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

અમેરિકાના બજારમાં ગાબડું

શુક્રવારે રાત્રે અમેરિકાના બજારના ત્રણેય મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા:

Dow Jones: 793 પોઇન્ટ (-1.73%) તૂટીને 45,166 પર બંધ રહ્યો.

S&P 500: 112 પોઇન્ટના ઘટાડા સાથે 6,424 પર આવી ગયો.

Dow Future: અત્યારે 900 પોઇન્ટ અથવા આશરે 2%ના ઘટાડાનો સંકેત આપી રહ્યો છે, જે બજારમાં ભારે ગભરાટ સૂચવે છે.

ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ભડકો

કાચા ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે જે બ્રેન્ટ ક્રૂડ $100ની નીચે હતું, તે માત્ર બે દિવસમાં $112.57 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ તે 105 ડૉલર પ્રતિ બેરલના ભાવે બંધ થયું હતું. નેચરલ ગેસ અને ગેસોલિનના ભાવમાં પણ 4% જેટલો વધારો થયો છે, જેના કારણે મોંઘવારી વધવાનો ખતરો પેદા થયો છે.

રૂપિયો ઓલ ટાઇમ લૉ પર

ડૉલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે 95ના સ્તરની નજીક પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ માત્ર માર્ચ મહિનામાં જ ભારતીય બજારમાંથી 1 લાખ કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે, જે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું મુખ્ય કારણ છે.

ભારતીય રોકાણકારોના 9 લાખ કરોડ સ્વાહા

શુક્રવારે ભારતીય બજારમાં પણ સુનામી જોવા મળી હતી

Sensex: 1690 પોઇન્ટ (2.25%) ઘટીને 73,583 પર બંધ થયો.

Nifty: 486 પોઇન્ટ (2.09%) ઘટીને 22,819 પર બંધ થયો.

આ એક જ દિવસના ઘટાડામાં રોકાણકારોએ આશરે 9 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને 10 દિવસની મહોલત

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે 6 એપ્રિલ સુધી તેઓ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે.