Business

ઓગસ્ટમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩ ટકા સાથે અત્યારસુધીની ત્રીજી મોટી મન્થલી તેજી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, ઓગસ્ટમાં વૈશ્વિક સોનાના ભાવ 13% વધ્યા, જે 25 વર્ષમાં ત્રીજી મોટી રેલી છે. ડોલરની નબળાઈ અને ETF દ્વારા ખરીદીને કારણે આ બન્યું. વૈશ્વિક ગોલ્ડ ETFમાં $18 અબજનો પ્રવાહ આવતા, AUM 16% વધી $615 અબજ થઈ. ભારતમાં પણ ગોલ્ડ ETFમાં ₹2596.70 કરોડનો વધારો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩ ટકા સાથે અત્યારસુધીની ત્રીજી મોટી મન્થલી તેજી

વૈશ્વિક ગોલ્ડ ઈટીએફની એયુએમ પણ વધી ૬૧૫ અબજ ડોલર પહોંચી
મુંબઈ : વર્તમાન વર્ષના ઓગસ્ટમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩ ટકા રેલી જોવા મળી છે. છેલ્લા ૨૫ વર્ષમાં કોઈ એક મહિનામાં આ ત્રીજુ મોટુ વળતર છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) દ્વારા જંગી ખરીદી તથા ડોલરમાં નબળાઈને કારણે સોનામાં આ રેલી જોવા મળી છે. ઓગસ્ટમાં ઈટીએફસમાં જંગી ઈન્ફલોસ રહ્યો હતો.
ગત મહિને વૈશ્વિક રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફસમાં ૧૮ અબજ ડોલર ઠાલવ્યા છે. મૂલ્યની દ્રષ્ટિએ અત્યારસુધીમાં આ બીજો મોટો મન્થલી ઈન્ફલો છે.
ઉત્તર અમેરિકામાં લિસ્ટેડ ફન્ડોમાં ૭.૭૦ અબજ ડોલરનો ફલો રહ્યો હતો જ્યારે યુરોપમાં ૭.૯૦ અબજ ડોલરનો ફલો રહ્યો છે જે આ ક્ષેત્રનો અત્યારસુધીનો સૌથી વધુ મન્થલી ફલો હોવાનું કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું.
પોઝિટિવ ફલોસ તથા સોનાના ઊંચા ભાવના ટેકા સાથે વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૧૬ ટકા વધી ૬૧૫ અબજ ડોલર પહોંચી ગઈ છે.વોલ્યુમની દ્રષ્ટિએ ઈટીએફસ પાસે એકંદર સોનુ ૧૨૧ ટન વધી ૪૧૮૯ ટન સાથે ઓલ ટાઈમ હાઈ પહોંચ્યુ છે. એશિયામાં કાર્યરત ગોલ્ડ ઈટીએફસમાં બે અબજ ડોલરનો પ્રવાહ રહ્યો હતો જે ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચો છે. એશિયામાં સૌથી વધુ ચીનમાં લિસ્ટેડ ઈટીએફસમાં રહ્યો હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે.
વર્તમાન મહિને અમેરિકન ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠકમાં વ્યાજ દર સંદર્ભે કેવો નિર્ણય આવે છે તેના પર ગોલ્ડની હવે પછીની ચાલ નક્કી થશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ફુગાવામાં વધારો તથા અમેરિકામાં બદલાતા જતા આર્થિક આંકડાઓને પરિણામે ફેડરલ રિઝર્વ પણ વ્યાજ દર અંગેનો નિર્ણય લેવામાં સાવચેતી ધરાવી રહ્યું છે.
દરમિયાન ભારતમાં લિસ્ટેડ ગોલ્ડ ઈટીએફસમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઈન્ફલો ૬૭ ટકા વધી રૂપિયા ૨૫૯૬.૭૦ કરોડ રહ્યો હતો. ઓગસ્ટમાં ઘરઆંગણે રૂપિયાની દ્રષ્ટિએ સોનાના મૂલ્યમાં નવ ટકા વધારો થયો હતો.