વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ, જાણો બંને ધાતુના લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price Updates : ભારતીય વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. MCX પર કીમતી ધાતુઓની શરૂઆત નબળા સ્તરે થઈ છે અને બંને ધાતુઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
સોનાના ભાવની સ્થિતિ
પ્રાપ્ત માહિતી અનુસાર, MCX પર સોનાનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹1,54,381 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ (Open) ₹1,53,500 ના સ્તરે ખુલ્યો છે. સોનામાં આજે ઘટાડો નોંધાતા તે નીચામાં ₹1,53,050 સુધી ગયો હતો અને ઊંચામાં ₹1,54,059 સુધી પહોંચ્યો હતો. હાલ સોનાનો ભાવ ₹1,53,555 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજની વધઘટની વાત કરીએ તો બજાર ખુલતા જ સોનું 1331 રૂપિયા સસ્તુ થયું હતું.
ચાંદીમાં પણ મોટો કડાકો
સોનાની સાથેસાથે ચાંદીના વાયદા બજારમાં પણ ભારે નરમાઈ જોવા મળી છે. ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹2,41,603 હતો, જે ઘટીને નવા ઓપન ભાવ (Open) ₹2,40,004 ના સ્તરે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન ચાંદી નીચામાં ₹2,39,893 અને ઊંચામાં ₹2,41,122 સુધી ગઈ હતી. હાલ ચાંદી ₹2,39,962 ના સ્તરે કારોબાર કરી રહી છે. ચાંદી આજે કુલ પ્રતિ કિલોએ 1710 રૂપિયા સસ્તી થઇ હતી.




