Get The App

નવા વર્ષથી પામતેલની આયાત મોંઘીદાટ થશે

- ઇન્ડોનેશિયા જાન્યુઆરીથી નિકાસ ટેક્સ વધારશે : સોયાખોળના ભાવ ઉછળી ટનના રૂ. ૩૬ હજારની સપાટી કૂદાવી ગયા : ઘરઆંગણે સિંગતેલમાં ચીનની માંગ વધી

-વિશ્વ બજારમાં કોટન તથા સોયાબીન વાયદો ઉછળ્યો

Updated: Dec 21st, 2019

GS TEAM

Google News
Google News
નવા વર્ષથી પામતેલની આયાત મોંઘીદાટ થશે 1 - image

મુંબઇ, તા. 23 ડિસેમ્બર 2019, શનિવાર

મુંબઇ તેલબિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. તેલ બજારના વેપારીઓના સંગઠન દ્વારા રમત ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું અને તેના પગલે બજારમાં હાજરી પાંખી તથા નવા વેપારો પણ પાંખા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં અમેરિકાના શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઇટ ટકેલો  રહ્યો હતો.

જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો રાત્રે ૪થી ૫ પોઇન્ટ નરમ હતો સામે સોયાબીનનો વાયદો રાત્રે ૩૬, ૨૦, ૧૨ તથા ૪ પોઇન્ટ પ્લસમાં રહ્યાના સમાચાર હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઇટ ૩૩થી ૪૭ પોન્ટિ ઉંચકાયાના સમાચાર મળ્યા હતા. 

દરમિયાન, ઇન્ડોનેશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાંની સરકારે જાન્યુઆરીથી અમલમાં આવે એ રીતે ક્રૂડ પામઓઇલ સીપીઓની નિકાસ પરનો ટેક્સ ટન દીઠ ૫૦ ડોલર લાદવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, મુંબઇ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ. ૧૧૧૫ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ. ૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ. ૧૭૭૦ રહ્યા હતા. મુંબઇ બજારમાં પામતેલના ભાવ રૂ. ૮૦૦  જ્યારે સોયાતેલના ભાવ રિફાઇન્ડના રૂ. ૮૭૫ રહ્યા હતા. 

રાયડાતેલના ભાવ રૂ. ૯૦૫ તથા રિફાઇન્ડના રૂ. ૯૩૫ રહ્યા હતા. સનફ્લાવરના ભાવ રૂ. ૮૫૫ તથા રિફાઇન્ડના ૮૮૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ રૂ. ૮૬૦ બોલાતા હતા. કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ. ૧૩૨૦ રહ્યા હતા. રાઇસ બ્રાનના ભાવ રૂ. ૭૬૦ રહ્યા હતા. દિવેલના ભાવ આજે ધીમો ઘટાડો બતાવતા હતા.

જ્યારે મુંબઇ એરંડાના હાજર ભાવ ક્વિ.ના રૂ. ૪૪૩૦ વાળા રૂ. ૪૪૨૫ રહ્યા હતા. મુંબઇ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ રૂ. ૨૭૫૦૦ વાળા રૂ. ૨૮૦૦૦ રહ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ. ૩૪૪૩૫ વાળા ઉછળી રૂ. ૩૬૦૦૦ની ઉપર જઇ રૂ. ૩૬૩૧૦થી ૩૬૩૨૦ બોલાતા થયા હતા. જો કે અન્ય ખોળો શાંત હતાં.

વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકાના કૃષી બજારમાં ચીનની પૂછપરછો વધી છે તથા આગળ ઉપર ચીનની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. ઘર આંગણે મગફળીની આવકો  આજે  સવારે ગોંડલ બાજુ આશરે ૩૪થી ૩૫ હજાર  ગુણી તથા  રાજકોટ બાજુ આરે ૪૦ હજાર ગુણી નોંધાઇ હતી જ્યારે મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલો દીઠ જાતવાર રૂ. ૮૫૦થી ૯૭૫ રહ્યા હતા.

મધ્ય-પ્રદેશ બાજુ આજે સોયાબીનની આવકો આશરે પોણા બે લાખ  ગુમી આવી હતી તથા ત્યાં ભાવ રૂ. ૪૧૫૦થી ૪૨૭૫ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ. ૪૩૦૦થી ૪૩૭૫ રહ્યા હતા. જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ. ૮૫૦થી ૮૫૫ તથા રિફાઇન્ડના રૂ. ૮૯૫થી ૯૦૦ રહ્યા હતાં.  દરમિયાન, ભારતના બજારોમાં સિંગતેલમાં તાજેતરમાં ચીનની માગમાં નોંધપાત્ર વૃદ્ધી થયાના સમાચાર હતાં.


Tags :