Business

ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા

By GS TEAM
24 Aug 20251 min read
ઓગસ્ટમાં અત્યાર સુધીમાં FPIsએ કુલ રૂા. 20,976 કરોડ પાછા ખેંચી લીધા

અમદાવાદ : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં નાણાકીય સેવાઓ, આઈટી અને ઓઈલ અને ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જાળવી રાખ્યું હતું.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં નાણાકીય સેવાઓમાંથી રૂ. ૧૩,૪૭૧ કરોડ, આઈટીમાંથી રૂ. ૬,૩૮૦ કરોડ અને ઓઈલ અને ગેસ શેરોમાંથી રૂ. ૪,૦૯૧ કરોડ ઉપાડયા હતા અન્ય નોંધપાત્ર ક્ષેત્રોમાં પાવર (રૂ. ૨,૩૫૮ કરોડ) અને હેલ્થકેરમાં (રૂ. ૨,૦૯૫ કરોડ)ભંડોળ પાછું ખેંચ્યું હતું.

એકંદરે, છેલ્લા બે અઠવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૨૦,૯૭૬ કરોડના ચોખ્ખા વેચાણકર્તા હતા. બીજી તરફ, તેમણે ટેલિકોમ (રૂ. ૭,૪૪૬ કરોડ), બિલ્ડિંગ મટિરિયલ્સ (રૂ. ૧,૬૯૦ કરોડ), ધાતુઓ અને ખાણકામ (રૂ. ૬૦૬ કરોડ)  અને બાંધકામ (રૂ. ૧,૩૭૮ કરોડ) ક્ષેત્રોના શેર ખરીદવામાં રસ દાખવ્યો હતો. 

તાજેતરના વેચાણ છતાં, નાણાકીય સેવાઓ અને આઈટી  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની ટોચની ફાળવણી રહી છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધી નાણાકીય સેવાઓ માટે તેમની  ફાળવણી ૩૧.૫ ટકા રહી હતી. જે જુલાઈના અંતમાં ૩૧.૬૪ ટકા કરતા થોડી ઓછી છે. 

આઈટી માટે ફાળવણી ઘટીને ઓગસ્ટમાં ૭.૨૬ ટકા થઈ ગઈ હતી. ઓટોમોબાઈલ ક્ષેત્રને ફાળવણીમાં વધીને ૭.૨ ટકા રહી છે.