Get The App

ફોરેન ફંડોની વિક્રમી તેજી : ટેલીકોમ, આઈટી,બેંકિંગ, FMCG શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 413 પોઈન્ટ ઉછળીને 41352

- નિફટી સ્પોટ ૧૧૧ પોઈન્ટ ઉછળીને ૧૨૧૬૫ : એફઆઈઆઈની કેશમાં રૂ.૧૨૪૮ કરોડની ચોખ્ખી ખરીદી, ડીઆઈઆઈની કેશમાં રૂ.૯૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી

- જીએસટી કાઉન્સિલની મીટિંગ પૂર્વે તેજી : અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારોમાં તેજી

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
ફોરેન ફંડોની વિક્રમી તેજી : ટેલીકોમ, આઈટી,બેંકિંગ, FMCG શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 413 પોઈન્ટ ઉછળીને 41352 1 - image

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 17 ડિસેમ્બર 2019, મંગળવાર

અમેરિકા-ચાઈના વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ થઈ જતાં બન્ને  દેશો વચ્ચેનો વેપાર વધવાની સાથે વૈશ્વિક વેપાર પણ વધવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં ફંડોએ  ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવી ઈન્ડેક્સ બેઝડ રેકોર્ડ તેજી કરી હતી. વૈશ્વિક બજારોની તેજીની હૂંફ સાથે ભારતમાં જીએસટી કાઉન્સિલની આવતીકાલે ૧૮,ડિસેમ્બરના મળનારી મીટિંગ પૂર્વે ફંડોએ ઉદ્યોગોને રાહતોની અપેક્ષાએ આજે શેરોમાં ઓલ રાઉન્ડ મોટી તેજી કરી હતી. જીએસટીમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને રાહતની અપેક્ષા સામે કેટલીક ચીજો પરના જીએસટી દર વધવાના ફફડાટ છતાં સરકાર આ વખતે જીએસટીના બેઝ રેટમાં વધારો કરવાથી દૂર રહેશે એવા છેલ્લી ઘડીના અનુમાન વચ્ચે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીના શેરોમાં  લેવાલી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી અટકી આજે બે પૈસા નબળો પડીને રૂ.૭૦.૯૭ રહ્યો હતો. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેકના ઉત્પાદન કાપ અને વૈશ્વિક આર્થિક રિકવરીની અપેક્ષાએ વધીને બ્રેન્ટ ક્રુડ ૬૫ ડોલરની સપાટી ઉપર રહ્યા હતા. ટેલીકોમ,  મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોની સાથે એફએમસીજી શેરોમાં ફંડોએ આજે તેજી કરતાં સેન્સેક્સ ૪૧૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૪૧,૩૫૨.૧૭ની નવી રેકોર્ડ ઊંચાઈએ અને નિફટી સ્પોટ ૧૧૧.૦૫ પોઈન્ટ ઉછળીને ૧૨,૧૬૫ની નવી રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ આરંભથી જ આક્રમક તેજીમાં ઉપરમાં ૪૧૪૦૧ સુધી પહોંચી અંતે ૪૧૩ પોઈન્ટ વધીને ૪૧૩૫૨

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની હૂંફે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સેન્સેક્સ આગલા બંધ ૪૦૯૩૮.૭૨ સામે ૪૧,૦૫૨.૩૬ મથાળે ખુલીને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં તેજી તેમ જ આઈટી-ટેલીકોમ શેરોમાં ટીસીએસ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, યશ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી  સહિતમાં તેજી થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૪૧૪૦૧.૬૫ સુધી પહોંચી અંતે ૪૧૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૪૧,૩૫૨.૧૭ની રેકોર્ડ ઊંચાઈએ  બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૨,૧૮૨ નવો રેકોર્ડ સજીૅં અંતે ૧૧૧ પોઈન્ટ ઉછળીને ૧૨,૧૬૫ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૦૫૩.૯૫ સામે ૧૨,૦૮૨.૪૫ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા સહિત વધી આવતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, યશ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક તેમ જ આઈટી-ટેલીકોમ શેરોમાં ટીસીએસ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી સહિત વધી આવતાં અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી સાથે એફએમસીજી શેરોમાં આઈટીસી, બ્રિટાનીયામાં આકર્ષણે અને લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા,  બીપીસીએલ, અદાણી પોર્ટસ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૨,૧૮૨.૭૫ સુધી પહોંચી અંતે ૧૧૧.૦૫ પોઈન્ટ વધીને ૧૨,૧૬૫ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨,૨૦૦નો કોલ ૧૦.૯૫ થી વધીને ૨૮.૭૦ : નિફટી ૧૨,૧૦૦નો પુટ ૭૫.૬૫ થી ઘટીને ૧૭.૯૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની આક્રમક તેજી રહી હતી. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૩,૮૯,૩૭૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૫,૬૮૮.૫૯ કરોડના કામકાજે ૧૦.૯૫ સામે ૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૯.૧૦ થઈ વધીને ૨૯.૩૫ સુધી પહોંચી અંતે ૨૮.૭૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૬૧,૮૬૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૦૧૭.૪૪ કરોડના કામકાજે ૩૬.૨૦ સામે ૩૮.૧૦ મથાળે ખુલીને નીચામાં ૩૬.૨૦ થઈ વધીને ૯૧.૮૦ સુધી પહોંચી અંતે ૯૦.૦૫ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૩,૫૩,૨૮૦ કોન્ટ્રેકટસમાં રૂ.૩૨,૧૪૨.૪૮ કરોડના કામકાજે ૭૫.૬૫ સામે ૭૩ મથાળે ખુલીને તૂટીને ૧૭.૪૫ સુધી આવી અંતે ૧૭.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૫૦નો કોલ ૨,૯૩,૮૨૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૬,૮૬૪.૧૭ કરોડના કામકાજે ૨૦.૬૦ સામે ૨૩.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૯ થઈ વધીને ૫૫.૨૫ સુધી પહોંચી અંતે ૫૪.૬૫ રહ્યો હતો.

બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૨,૦૧૦ થી વધીને ૩૨,૨૧૫ : નિફટી ફયુચર ૧૨,૦૮૨ થી વધીને ૧૨,૧૯૯

બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૦૫,૪૬૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૭૯૧.૩૩ કરોડના કામકાજે ૩૨,૦૧૦.૩૦ સામે ૩૨,૧૦૦.૧૦ મથાળે ખુલીને નીચામાં ૩૨,૦૫૫.૦૫ સુધી જઈ વધીને ૩૨,૨૮૫ સુધી પહોંચી અંતે ૩૨,૨૧૫ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૯૮,૭૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૯૦૦૭.૪૬ કરોડના કામકાજે ૧૨,૦૮૨.૫૫ સામે ૧૨,૦૯૯.૭૦ મથાળે ખુલીને નીચામાં ૧૨,૦૯૪ સુધી આવી વધીને ૧૨,૨૦૦ સુધી પહોંચી અંતે ૧૨,૧૯૯ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૨,૭૦,૨૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૪,૩૪૫.૪૧ કરોડના કામકાજે ૩૦.૨૫ સામે ૨૩.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૬ થઈ ઘટીને ૬ સુધી આવી અંતે ૬.૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૧,૭૭,૪૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૩૭૧.૧૪ કરોડના કામકાજે ૨.૯૦ સામે ૨.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧.૬૦ થઈ વધીને ૬.૨૫ સુધી પહોંચી અંતે ૫.૮૫ રહ્યો હતો. 

અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલથી મેટલ શેરોમાં તેજી : જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સેઈલ, વેદાન્તા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા

અમેરિકા-ચાઈના વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલથી હવે વૈશ્વિક વેપાર ફરી વધવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ વ્યાપક તેજી કરી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૮.૯૫ ઉછળીને રૂ.૧૪૫.૭૦, ટાટા સ્ટીલ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૪૩૯.૫૦, સેઈલ રૂ.૧.૪૦ વધીને રૂ.૪૦.૮૫,  વેદાન્તા રૂ.૫.૧૫ વધીને રૂ.૧૫૨.૩૫, હિન્દાલ્કો રૂ.૭.૧૦ વધીને રૂ.૨૧૩.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૮૦ વધીને રૂ.૨૫૮.૮૫, એનએમડીસી રૂ.૨.૩૦ વધીને રૂ.૧૧૭.૧૫, કોલ ઈન્ડિયા રૂ.૩.૫૦ વધીને રૂ.૧૯૬.૨૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૯૫ વધીને રૂ.૨૦૮.૨૦ રહ્યા હતા. 

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આકર્ષણ : આરબીએલ બેંક, એચડીએફસી લિ., બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, કોટક બેંક વધ્યા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ પસંદગીની તેજી કરી હતી. યશ બેંક ૮૦ પૈસા વધીને રૂ.૪૭.૬૦, આરબીએલ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૩૪૦.૬૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૯૫ વધીને રૂ.૧૨૭૨.૨૫, સિટી યુનિયન બેંક રૂ.૨.૬૦ વધીને રૂ.૨૨૯.૯૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૭૦ વધીને રૂ.૧૭૧૩.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨.૨૫ વધીને રૂ.૫૪૧.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૦૫ વધીને રૂ.૩૩૨.૮૫, એચડીએફસી લિમિટેડ રૂ.૫૮.૪૦ વધીને રૂ.૨૪૩૦.૮૦, બજાજ ફાઈનાન્સ રૂ.૯૬.૫૫ વધીને રૂ.૪૧૩૫.૨૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૨.૩૦ વધીને રૂ.૧૧૮.૩૦, રેલીગેર રૂ.૨.૦૫ વધીને રૂ.૪૩.૮૦, ડીએચએફએલ રૂ.૧૬.૧૫, આઈઆઈએફએલ રૂ.૩.૮૫ વધીને રૂ.૧૫૫.૧૫, ઈક્વિટાસ રૂ.૧.૩૦ વધીને રૂ.૧૦૪.૮૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫ વધીને રૂ.૪૪૬, બેંક ઓફ બરોડા રૂ.૧.૨૫ વધીને રૂ.૧૦૨.૨૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩.૧૦ વધીને રૂ.૧૫૧.૯૫ રહ્યા હતા. 

આઈટી, ટેલીકોમ શેરોમાં તેજી : આઈડીયા, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, ટીસીએસ, ઓરેકલ, માઈન્ડટ્રી વધ્યા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે બે પૈસા ઘટીને રૂ.૭૦.૯૭ રહ્યા છતાં આઈટી-સોફટવેર ઉદ્યોગ દ્વારા બજેટમાં ઉદ્યોગને રાહત આપવાની કરાયેલી રજૂઆતને લઈ આ અપેક્ષાએ ફંડોની લેવાલી રહી હતી. આ સાથે ટેલીકોમ શેરોમાં પણ આજે વ્યાપક આકર્ષણ રહ્યું હતું. આરકોમ ચાર પૈસા વધીને ૮૫ પૈસા, વોડાફોન આઈડીયા ૨૯ પૈસા વધીને રૂ.૬.૯૦, ભારતી એરટેલ રૂ.૧૮.૧૫ વધીને રૂ.૪૩૯.૯૫ રહ્યા હતા. ઈન્ફોસીસ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૭૨૯.૩૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૫૫.૯૦ વધીને રૂ.૨૯૪૯, માઈન્ડટ્રી રૂ.૧૨.૬૦ વધીને રૂ.૭૭૨.૭૫, એમ્ફેસીસ રૂ.૯.૩૫ વધીને રૂ.૮૭૦.૪૦, વિપ્રો રૂ.૧.૬૦ વધીને રૂ.૨૪૪.૭૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૫.૨૦ વધીને રૂ.૫૫૭.૫૦ રહ્યા હતા. 

એફએમસીજી શેરોમાં સીલેકટીવ તેજી : વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ટાટા ગ્લોબલ, ટેસ્ટી બાઈટ, સીસીએલ, ગોડફ્રે ફિલિપ વધ્યા

એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી થઈ હતી. સીસીએલ રૂ.૯.૯૫ વધીને રૂ.૧૯૬.૯૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૬૦ વધીને રૂ.૭૩૨.૭૫, એડવાઈન્સ એન્ઝાઈમ રૂ.૪.૯૫ વધીને રૂ.૧૬૫.૮૫, ગોડફ્રે ફિલિપ રૂ.૩૦.૯૦ વધીને રૂ.૧૨૫૪.૨૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૧ વધીને રૂ.૪૨૬૬.૭૫, ટેસ્ટી બાઈટ રૂ.૧૫૪.૪૫ વધીને રૂ.૮૪૪૧, બજાજ કન્ઝયુમર રૂ.૨.૨૦ વધીને રૂ.૨૨૩.૯૦, બ્રિટાનીયા રૂ.૧૯.૬૫ વધીને રૂ.૩૦૭૧.૩૫ રહ્યા હતા. અલબત હિન્દુસ્તાન યુનિલિવરમાં આજે પેરન્ટ યુનિલિવર દ્વારા વેચાણના અંદાજોમાં નબળા રહેવાનું જણાવતાં નેગેટીવ અસરે શેર રૂ.૯.૪૫ ઘટીને રૂ.૧૯૬૪.૪૫ રહ્યો હતો.  

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે આકર્ષણ  : ૧૪૩૯ શેરો  પોઝિટીવ બંધ : ૨૧૦ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં ફરી ઘટાડે લેવાલી વધતાં માર્કેટબ્રેડથ  પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૦૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૩૯અને ઘટનારની સંખ્યા ૧૦૭૭ રહી હતી. ૨૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૨૪૮ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૯૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૨૪૮.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૮૯૬.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૬૪૭.૮૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૦૮.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૦૩૮.૭૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૯૪૬.૯૦કરોડની વેચવાલી થઈ હતી. 


Tags :