Business

FIIs એ RILમાં ૧.૪૬% હિસ્સો વેચ્યો, દાયકામાં સૌથી નીચંુ હોલ્ડિંગ

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં Q1 FY27 દરમિયાન FIIs એ 26,000 કરોડના 1.46% શેર વેચ્યા, જે તેમનો એક દાયકાનો સૌથી ઓછો 17.20% હિસ્સો છે. જોકે, પ્રમોટરોએ 9,500 કરોડના શેર ખરીદી 0.48% હિસ્સો વધારી 50.48% કર્યો, જે સપ્ટેમ્બર 2019 પછીનો સૌથી મોટો વધારો છે. DIIs અને રિટેલ રોકાણકારોએ પણ તેમનો હિસ્સો વધાર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

FIIs એ RILમાં ૧.૪૬% હિસ્સો વેચ્યો,  દાયકામાં સૌથી નીચંુ હોલ્ડિંગ

રિલાયન્સના પ્રમોટરોએ તેમનો હિસ્સો વધાર્યો
અમદાવાદ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q૧ of FY૨૭) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. ૨૬,૦૦૦ કરોડન મુલ્યનો ૧.૪૬% હિસ્સો વેચ્યો છે, જેના કારણે તેમનું ત્રિમાસિક હોલ્ડિંગ ઘટીને ૧૭.૨૦% થઈ ગયું છે, જે લગભગ એક દાયકામાં સૌથી ઓછું છે.
સમાન ગાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટરોએ રૂ. ૯,૫૦૦ કરોડની કિંમતના શેર ખરીદીને તેમનો હિસ્સો ૦.૪૮% વાૃધાર્યો છે, જે સપ્ટેમ્બર ૨૦૧૯ પછીનો સૌથી મોટો ત્રિમાસિક વાૃધારો છે.
માર્ચ ૨૦૨૬ના ત્રિમાસિક ગાળામાં પ્રમોટર શેરહોલ્ડિંગ ૫૦% હતું જે જૂન ત્રિમાસિક ગાળામાં વાૃધીને ૫૦.૪૮% થયું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તેમનો હિસ્સો ૨૦.૫૫%થી વાૃધારીને ૨૧.૧૯% કર્યો છે. રિટેલ રોકાણકારો દ્વારા રાખવામાં આવેલો હિસ્સો ૬.૯૬% થી વાૃધીને ૭.૧૬% થયો છે.
એક્સચેન્જો પાસે નોંાૃધાવવામાં આવેલી શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ Q૧FY૨૭માં રૂ. ૧,૩૪૩ ની સરેરાશ કિંમતે ૧૯૩.૩ મિલિયન (૧૯.૩૩ કરોડ) શેર વેચ્યા હતા, જ્યારે પ્રમોટરોએ ૭૦ મિલિયન (૭ કરોડ) શેર ખરીદ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી, દરેક કંપનીમાં ૦.૧૨% હિસ્સો ાૃધરાવે છે. કોકિલાબેન ાૃધીરુભાઈ અંબાણી ૦.૨૪% હિસ્સો ાૃધરાવે છે. શ્રીચક્ર કોમર્શિયલ્સ ૧૧.૧૨% હિસ્સા સાથે સૌથી મોટી શેરહોલ્ડર છે, ત્યારબાદ દેવર્ષી કોમર્શિયલ્સ, કરુણા કોમર્શિયલ્સ અને તત્ત્વમ એન્ટરપ્રાઇઝિસ છે, જે દરેક ૮.૨૦% હિસ્સો ાૃધરાવે છે.