Business

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ

By GS TEAM
10 Aug 20252 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આજે રવિવારે રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે રોબર્ટ વાડ્રા પર કેસ નોંધ્યો છે. જેમાં વાડ્રાએ બે કંપનીઓમાં ગેરરીતિ આચરી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કરી હોવાનો આરોપ મૂકાયો છે. એજન્સીએ જણાવ્યું કે, આ કમાણીનો ઉપયોગ સંપત્તિઓ ખરીદવાથી માંડી પોતાના પાર્ટનર્સનું બાકી લેણું ચૂકવવા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ

ED Files Chargesheet Against Robert Vadra: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આજે રવિવારે રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે રોબર્ટ વાડ્રા પર કેસ નોંધ્યો છે. જેમાં વાડ્રાએ બે કંપનીઓમાં ગેરરીતિ આચરી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી કરી હોવાનો આરોપ મૂકાયો છે. એજન્સીએ જણાવ્યું કે, આ કમાણીનો ઉપયોગ સંપત્તિઓ ખરીદવાથી માંડી પોતાના પાર્ટનર્સનું બાકી લેણું ચૂકવવા કરી હતી. 

ઈડીની ચાર્જશીટ અનુસાર, રોબર્ટ વાડ્રાની બે કંપનીઓમાંથી રૂ. 58 કરોડની ગેરકાયદે કમાણી મળી આવી છે. આ કમાણી કથિત ગુનાહિત ગેરરીતિ આચરીને ઉભી કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કથિત રૂપે અચલ સંપત્તિઓ ખરીદવા, રોકાણ, ફંડિંગ અને લોન ચૂકવવા માટે કરી હતી. વાડ્રાએ વિવિધ ગ્રૂપ કંપનીઓનું દેવું પણ ચૂકવ્યું હતું.

રૂ. 58 કરોડનો વહીવટ પણ શોધી કાઢ્યો

ઈડીએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન કથિત ગુનાહિત ગેરરીતિઓ આચરી થયેલી કમાણીનું સચોટ આંકલન શોધી કાઢવામાં આવ્યું હતું. જેમાં રોબર્ટ વાડ્રાની પાસે કુલ રૂ. 58 કરોડની રકમ હોવાનો ખુલાસો થયો છે. આ રકમ બ્લૂ બ્રિજ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ મારફત રૂ. 5 કરોડ અને સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ મારફત રૂ. 53 કરોડ વાડ્રાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. 

જમીન કૌભાંડમાં પણ વધી મુશ્કેલીઓ

બીજી બાજુ ગુરૂગ્રામના શિકોહપુરમાં 2008માં એક જમીન સોદામાં પણ મની લોન્ડરિંગ થયુ હોવાનો આરોપ સાબિત થતાં વાડ્રાની મુશ્કેલી વધી છે. રાઉઝ એવેન્યુ કોર્ટના વિશેષ ઈડી જજ સુશાંત ચગોતરાએ ચાર્જશીટ પર સુઓ મોટોને ધ્યાનમાં લેતાં વાડ્રા વિરૂદ્ધ નોટિસ ફટકારી છે. કોર્ટે 28 ઓગસ્ટે કોર્ટમાં હાજર થઈ પોતાનો પક્ષ સંભળાવવા નિર્દેશ આપ્યો છે. વાડ્રા આ દિવસે ઈડીની દલીલો અને આરોપો પર પોતાનો પક્ષ રજૂ કરી શકશે.