મુંબઈ : ભારત અને યુરોપીયન યુનિયન (ઈયુ) વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરાર, ડિસેમ્બરનો ઔદ્યોગિક ઉત્પાદન આંક (આઈઆઈપી) વધીને ૭.૮ ટકાની બે વર્ષની ઊંચાઈએ આવતાં પોઝિટીવ અસર અને હવે કેન્દ્રનું ૨૦૨૬-૨૭ માટેનું અંદાજપત્ર રવિવારે ૧લી, ફેબુ્રઆરીના રજૂ થનાર હોઈ આજે સંસદના બજેટ સત્રમાં આર્થિક સર્વે રજૂ થતાં અને વડાપ્રધાને આગામી ૨૫ વર્ષોમાં દેશના વિકાસ અને પરિવર્તનને આકાર આપવામાં આ વખતના બજેટની ભૂમિકા મહત્વની હોવાનો સંકેત આપતાં શેરોમાં તેજીની હેટ્રિક લાગી હતી. ફંડો, મહારથીઓએ આજે કોર્પોરેટ પરિણામો સ્પેસિફિક શેરોમાં તેજી કર્યા સામે કેટલાક શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ તેજીની હેટ્રિક લગાવી હતી. પરંતુ આઈટી, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં સાવચેતીમાં વેચવાલીએ સુધારો અંતે મર્યાદિત બન્યો હતો. મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ આરંભિક ૩૪૫.૨૮ પોઈન્ટના ઉછાળા બાદ અંતે ૨૨૧.૬૯ પોઈન્ટ વધીને ૮૨૫૬૬.૩૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૫૪૫૮.૧૫ સુધી જઈ અંતે ૮૬.૧૫ પોઈન્ટ વધીને ૨૫૪૧૮.૯૦ બંધ રહ્યો હતો.
બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૯૯ અને વધનારની સંખ્યા ૧૬૭૨ રહી હતી.
મેટલ ઈન્ડેક્સની ૧૦૭૧ પોઈન્ટની છલાંગ : નાલ્કો રૂ.૨૩ ઉછળ્યો : ટાટા સ્ટીલ, વેદાન્તા ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. નાલ્કો રૂ.૨૨.૭૫ ઉછળીને રૂ.૪૨૮.૯૫, ટાટા સ્ટીલ રૂ.૮.૫૫ વધીને રૂ.૨૦૨.૩૫, વેદાન્તાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૬૧ ટકા વધીને રૂ.૫૭૧૦ કરોડ થતાં શેર રૂ.૨૯ વધીને રૂ.૭૬૬.૧૦, એનએમડીસી રૂ.૩.૧૯ વધીને રૂ.૮૪.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૬.૧૫ વધીને રૂ.૧૧૫૫.૨૦, હિન્દાલ્કો રૂ.૨૬.૧૦ વધીને રૂ.૧૦૨૪.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૨૩૭.૭૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૫૫ વધીને રૂ.૨૦૧૮.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૭૧.૩૬ પોઈન્ટની છલાંગે ૪૦૯૪૧.૫૦ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ટાટા મોટર્સ વધ્યો : મારૂતી રૂ.૩૭૭, એમઆરએફ રૂ.૪૧૧૦, મહિન્દ્રા રૂ.૬૩ તૂટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે કંપની પરિણામો પાછળ વેચવાલી રહી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૮ ટકા ઘટીને રૂ.૭૦૫ કરોડ થવા છતાં શેર રૂ.૧૧.૪૦ વધીને રૂ.૩૫૧.૮૫ રહ્યો હતો. એમઆરએફ રૂ.૪૧૦૯.૯૫ તૂટીને રૂ.૧,૩૦,૮૭૫.૪૫, મારૂતી સુઝુકી રૂ.૩૭૭.૩૦ તૂટીને રૂ.૧૪,૪૯૯.૫૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૨૩૬૩.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૩.૧૫ ઘટીને રૂ.૩૩૮૫.૫૦, ટીવીએસ મોટર રૂ.૬૫.૨૫ ઘટીને રૂ.૩૬૫૩.૭૫, બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૨૯.૫૨ પોઈન્ટ ઘટીને ૫૮૮૭૩.૬૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : એક્સિસ બેંક રૂ.૪૪ ઉછળી રૂ.૧૩૬૪ : એયુ સ્મોલ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે સિલેક્ટિવ તેજી રહી હતી. એક્સિસ બેંક તાજેતરના ત્રિમાસિક પરિણામ આકર્ષણે રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૩૬૪.૩૫ રહ્યો હતો. એયુ સ્મોલ બેંક ત્રિમાસિક પરિણામે રૂ.૨૫.૭૫ વધીને રૂ.૯૮૭.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૭૦ વધીને રૂ.૧૩૮૪.૧૦, ફેડરલ બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૨૮૭.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૭૦ પોઈન્ટ વધીને ૬૭૪૫૩.૭૯ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર ક્ષેત્રે રોજગારી ઘટતાં ફંડો વેચવાલ : ટીસીએસ, ઓરેકલ, કેપીઆઈટી, ઈમુદ્રા ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે રોજગારીમાં ઘટાડો થઈ રહ્યાના આંકડાએ અને અમેરિકામાં એચ૧બી વીઝા પર વધતાં અંકુશોને લઈ આઈટી પ્રોફેશનલોની નોકરી જવાના ચિંતાજનક કિસ્સાઓને લઈ આઈટી શેરોમાં સાવચેતીમાં વેચવાલી રહી હતી. ટીસીએસ રૂ.૫૩.૭૫ ઘટીને રૂ.૩૧૪૬.૧૦, ૬૩ મૂન્સ રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૬૧૫.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૭૨.૯૫ ઘટીને રૂ.૭૮૩૩.૧૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૬૩.૦૫ ઘટીને રૂ.૧૦૪૨.૨૦, ઈન્નોવા રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૩૫૫.૬૫, ઈમુદ્રા રૂ.૨૧ ઘટીને રૂ.૫૦૫.૩૫, ઓરિઓનપ્રો રૂ.૩૪.૮૦ ઘટીને રૂ.૯૧૦.૬૫, યુનિઈકોમ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૦૩.૪૫, ન્યુજેન રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૫૮૧.૪૦, તાન્લા રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૫૨૦.૯૫, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૨૯.૫૨ પોઈન્ટ ઘટીને ૫૮૮૭૩.૬૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૫ પોઈન્ટ તૂટયો : એશીયન પેઈન્ટ રૂ.૯૪, બર્જર પેઈન્ટ રૂ.૧૫ તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે યુરોપીયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ ડિલથી આયાત સસ્તી થવાના અને સ્થાનિક ઉત્પાદકો માટે તીવ્ર હરિફાઈના પડકારો ઊભા થવાની ચિંતાએ ફંડોએ આજે શેરોમાં વેચવાલ રહ્યા હતા. એશીયન પેઈન્ટ રૂ.૯૪.૧૫ તૂટીને રૂ.૨૪૧૬.૭૦, બર્જર પેઈન્ટ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૪૬૩.૫૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૫૨૯.૭૫, વોલ્ટાસ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૩૪૭.૧૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૦.૮૦ ઘટીને રૂ.૫૫૪૬.૮૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૪.૫૩ પોઈન્ટ તૂટીને ૫૪૮૬૪.૧૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડો ઉછાળે વેચવાલ : વિમતા રૂ.૩૫ તૂટયો : થાયરોકેર, અગ્રવાલ, લક્ષ્મી ડેન્ટલ ગબડયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે પણ ભારતને યુરોપીયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ કરારથી ફાયદાની અપેક્ષા છતાં અમેરિકાના અંકુશો વધવાની શકયતાને લઈ ફંડોએ સાવચેતીમાં વધુ લેણ હળવું કર્યુ ંહતું. વિમતા લેબ્સ રૂ.૩૫.૧૫ તૂટીને રૂ.૪૨૨.૪૦, થાયરોકેર રૂ.૩૪.૫૫ તૂટીને રૂ.૪૨૪.૬૫, અગ્રવાલ આય રૂ.૧૮.૪૫ તૂટીને રૂ.૪૨૧.૩૫, લક્ષ્મી ડેન્ટલ રૂ.૭.૯૦ ઘટીને રૂ.૧૮૪.૫૦, ફર્મેન્ટા રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૩૧૦.૧૫, યુનિકેમ લેબ રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૩૬૭.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૪૩.૦૪ પોઈન્ટ ઘટીને ૪૦૯૧૭.૦૧ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન પાછળ ફંડો લેવાલ : જીઈ વર્નોવા રૂ.૨૫૪ ઉછળ્યો : એબીબી, સિમેન્સમાં તેજી
લાર્સન એન્ડ ટુબ્રોના ત્રિમાસિક પરિણામ એકંદર સાધારણ નીવડયા છતાં ફંડોની તેજી પાછળ આજે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૩૮.૮૦ વધીને રૂ.૩૯૩૨.૪૫, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૨૫૪.૧૦ ઉછળીને રૂ.૩૧૬૩.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૪૨૯.૭૫ વધીને રૂ.૫૪૭૫.૯૦, સિમેન્સ રૂ.૧૧૬.૬૦ વધીને રૂ.૩૦૯૬.૩૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭૪.૯૫ વધીને રૂ.૭૬૮૬.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૬૪૦.૯૦ વધીને રૂ.૧૮,૩૨૪, કેઈઆઈ રૂ.૧૨૭.૮૫ વધીને રૂ.૪૦૦૭.૦૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૦૭.૩૦ વધીને રૂ.૪૦૦૫.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલગુડઝ ઈન્ડેક્સ ૪૦૯.૨૯ પોઈન્ટ વધીને ૬૬૦૦૫.૫૬ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૩ હજાર કરોડ વધીને રૂ.૪૫૯.૯૬ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ ફંડોની આજે સતત તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૪૩ હજાર કરોડ વધીને રૂ.૪૫૯.૯૬ લાખ કરોડ રહ્યું હતું.


