Business

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા

By GS TEAM
7 Jan 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે નવા વર્ષની ભેટ તૈયાર છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત(DR)માં 2 ટકાનો વધારો થવો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો DA 58%થી વધીને 60% થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા
(IMAGE - IANS)

Dearness Allowance Hike: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે નવા વર્ષની ભેટ તૈયાર છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત(DR)માં 2 ટકાનો વધારો થવો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો DA 58%થી વધીને 60% થઈ જશે.

60% મોંઘવારી ભથ્થું હવે નિશ્ચિત: નિષ્ણાતોનું ગણિત અને અનુમાન

લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટેના મુખ્ય આધાર એવા 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ'(AICPI-IW)માં નવેમ્બર 2025 દરમિયાન 0.5 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી આ આંકડો હવે 148.2 પર પહોંચી ગયો છે. 

7મા પગાર પંચના નિર્ધારિત નિયમો મુજબ, મોંઘવારી ભથ્થું  છેલ્લા 12 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકના સરેરાશ આધારે નક્કી કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જુલાઈથી નવેમ્બર 2025 સુધીના સતત વધતા આંકડાઓને જોતા DA અત્યારે 59.93%ની સપાટીએ પહોંચ્યું છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે જો આગામી ડિસેમ્બર મહિનાનો ઇન્ડેક્સ સ્થિર રહે અથવા તેમાં સામાન્ય ઘટાડો થાય તો પણ, સરેરાશ મોંઘવારી ભથ્થું 60%થી નીચે જવાની કોઈ શક્યતા નથી, જે કર્મચારીઓ માટે પગાર વધારાના સ્પષ્ટ સંકેત આપે છે.

ક્યારે થશે સત્તાવાર જાહેરાત?

સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા પૂર્ણાંકમાં કરવામાં આવે છે, જેનો અર્થ છે કે જો ગણતરી મુજબનો આંકડો 60.01%થી લઈને 60.99%ની વચ્ચે હોય તો પણ તેને સત્તાવાર રીતે 60% જ માન્ય રાખવામાં આવે છે. આ નવો વધારો 1 જાન્યુઆરી, 2026થી અમલી બનશે, જોકે તેની સત્તાવાર જાહેરાત અને નોટિફિકેશન સરકારી પ્રક્રિયાઓને કારણે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે. આ સંજોગોમાં, જાન્યુઆરી મહિનાથી લઈને જાહેરાત થાય ત્યાં સુધીના સમયગાળાનો તફાવત કર્મચારીઓને 'એરિયર્સ'(બાકી રકમ) તરીકે એકસાથે ચૂકવવામાં આવશે, જે હોળી કે ઉનાળાના વેકેશનના સમયે કર્મચારીઓ માટે આર્થિક રાહત સમાન બની રહેશે.

આ પણ વાંચો: ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

8મું પગાર પંચ પણ ચર્ચામાં

આ વધારો એટલે પણ ખાસ છે કારણ કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચ પણ વર્ષ 2026થી લાગુ થઈ શકે છે. જો આવું થાય, તો કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.