Get The App

ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું 1 - image


Silver and Gold Price news : મંગળવાર સુધી સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજી પર બુધવારે અચાનક જ બ્રેક લાગી ગઈ છે અને બજારમાં મોટો કડાકો બોલી ગયો છે. બે દિવસની તોફાની તેજી બાદ, ચાંદીના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો ₹5000થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનામાં પણ ₹1100થી વધુનો ઘટાડો નોંધાયો છે.

ઇતિહાસ રચ્યા બાદ ગગડી ચાંદી

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 6 માર્ચ વાયદાની ચાંદીનો ભાવ તેના અગાઉના ₹2,58,811 પ્રતિ કિલોગ્રામના બંધ ભાવ સામે તેજી સાથે ખૂલ્યો હતો અને ₹2,59,692ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, આ સપાટીને સ્પર્શ્યા બાદ અચાનક જ ભાવમાં મોટો કડાકો આવ્યો અને ચાંદી એક ઝાટકે ₹5,622 પ્રતિ કિલો સુધી સસ્તી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહના શરુઆતના બે દિવસમાં જ ચાંદીના વાયદા ભાવમાં ₹20,000નો ઉછાળો આવ્યો હતો, જે બાદ બુધવારે આ મોટો ઘટાડો જોવા મળ્યો.

સોનું પણ એક ઝાટકે થયું સસ્તું

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 6 ફેબ્રુઆરી વાયદાના 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે ₹1,39,083 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. બુધવારે શરુઆતી કારોબારમાં તે ₹1,39,140ના સ્તરે પહોંચ્યો, પરંતુ ચાંદીમાં આવેલા કડાકાની સાથે જ સોનું પણ આ ઉચ્ચ સ્તરથી અચાનક ગગડીને ₹1,38,027 પર આવી ગયું. આ હિસાબે, સોનાના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ 10 ગ્રામ ₹1,113નો ઘટાડો નોંધાયો.

ઓલ-ટાઇમ હાઇથી કેટલું સસ્તું છે સોનું?

આ તાજેતરના ઘટાડા બાદ પણ સોના-ચાંદીના ભાવ તેમના ઉચ્ચતમ સ્તરથી નીચે છે. સોનાનો લાઇફ-ટાઇમ હાઇ ભાવ ₹1,40,140 પ્રતિ 10 ગ્રામ છે. આ મુજબ, વાયદા બજારમાં સોનું હજુ પણ તેના ઉચ્ચતમ સ્તરથી ₹2,438 પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે.