ક્રૂડ આંચકા પચાવી ફરી ઉંચકાયું: સોનાના ભાવ વધ્યા: ચાંદીમાં ઘટાડા તરફી વલણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં સરકાર પોતાની હસ્તકના ક્રૂડના વ્યુહાત્મક સ્ટોકમાંથી ૪૦૦ લાખ બેરલ્સ ક્રૂડ બજારમાં છૂટ્ટું કરશે એવા નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. પ્લેટીનમના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાઈ ઔંસના ૪૨૦૦ ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આ જે સોનાના ભાવ ધીમી ગતિએ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ ફરી વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૨૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૬૦.૮૬થી ૬૦.૮૭ વાળા ઘટી નીચામાં ભાવ ૬૦.૫૬ થઈ ૬૦.૬૮થી ૬૦.૬૯ ડોલર રહ્યા હતા. સોનાના વૈશ્વિક ભાવ આજે ૪૧૫૨થી ૪૧૫૩ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૦૨થી ૪૨૦૩ થઈ ૪૧૮૭થી ૪૧૮૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી બજારમાં દાખલ થયાના વાવડ મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સ ોનાના ભાવ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૭૨૯૬ તથા ૯૯૯ના રૂ.૧૪૭૮૮૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૨૦૦ ઘટી રૂ.૨૨૦૪૩૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પેલેડીયમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૫૭૯૫૦ વાળા રૂ.૫૮૧૯૨ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસદીઠ ૧૭૦૧થી ૧૭૦૨ વાળા વધી ૧૭૨૭ થઈ ૧૭૧૩થી ૧૭૧૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જોકે ૧૨૩૩થી ૧૨૩૪ વાળા ઘટી ૧૨૧૩થી ૧૨૧૭થી ૧૨૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૩ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઘટયા પછી ફરી વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૪.૩૬ વાળા નીચામાં ભાવ ૧૦૧.૯૨ થઈ ૧૦૩.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૮.૫૮ થઈ ૯૦.૮૦ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કર તથા એલએનજી ટેન્કરો પર ફરી હુમલાઓ થયાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર પોતાની હસ્તક રહેલા ક્રૂડતેલના વ્યુહાત્મક સ્ટોકમાંથી આશરે ૪૦૦ લાખ બેરલ્સ ક્રૂડતેલનો જથ્થો બજારમાં છૂટ્ટો કરનાર હોવાના સમાચાર પણ મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૧૭થી ૧૮ લાખ બેરલ્સ વધ્યાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.




