Business

ક્રૂડના ભાવ ઉછળી 95 ડોલર પાર : ઘરઆંગણે સોના-ચાદીમાં ઝડપી તેજી

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં ક્રૂડના ભાવ 95 ડોલર પાર થતાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી. વૈશ્વિક બજારમાં સોનું 4100 ડોલર અને ચાંદી 60 ડોલર વધી. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 800 રૂપિયા વધ્યો, જ્યારે ચાંદી 2000 રૂપિયા ઊંચકાઈ. ઈરાન-જોર્ડન યુદ્ધ તણાવ અને યેમેની હાઉસીઝ દ્વારા સાઉદી અરેબિયાનો ઘેરાવ જેવા ભૌગોલિક રાજકીય તણાવોથી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના ભાવ ઉછળી 95 ડોલર પાર : ઘરઆંગણે સોના-ચાદીમાં ઝડપી તેજી

ક્રૂડ પાછળ સોનાના ભાવ વધી ૪૧૦૦ ડોલર : ચાંદી વધી ૬૦ ડોલર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે કિમંતી ધાતુઓના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતાં તથા કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉછળતાં દેશના ઝવેરી બજારોમાં તેજી આગળ વધી હતી. ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ઉંચામાં આજે ૯૫ ડોલરની સપાટી પાર કરી જતાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉંચકાયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૮૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૮૮૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૨૭૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે કર્ડતેલ બજારમાં બ્રેન ્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૦.૭૬ વાળા વધી ઉંચામાં ભાવ ૯૫.૪૭ થઈ ૯૪.૭૦ ડોલર રહ્યા હતા. ઈરાન યુદ્ધમાં તણાવ વધ્યાના વાવડ હતા. ક્રૂડના ભાવ આજે પાંચ ટકા ઉછળ્યા હતા. ઈરાને જોર્ડન પર પણ હુમલો કર્યાના સમાચાર હતા. ઈરાનનું સમર્થન ધરાવતા યેમેની હાઉસીઝ દ્વારા સાઉદી અરેબિયાનો ઘેરાવ કર્યાના વાવડ પણ મળ્યા હતા. હોર્મુઝ રુટ પર ટેન્કરોની અવરજવર રુંધાઈ હતી. અમેરિકા દ્વારા છેલ્લા ૧૧ દિવસથી ઈરાન પર હુમ લાઓ કરાઈ રહ્યા છે તથા વૈશ્વિક સ્તરે અજંપો વધ્યો છે. ક્રૂડના ભાવ હવે ૧૦૦ ડોલર થવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ચીન દ્વારા ઈરાનના ઓઈલની ખરીદી ઘટાડવામાં આવી હોવાનો દાવો અમેરિકાએ કર્યો હતો. દરમિયાન, ઈરાને ઓમાન તથા દુબઈના ક્રૂડના ભાવ કરતા પોતાના ક્રૂડના ભાવ બેરલના ૪થી ૫ ડોલર નીચા ઓફર કર્યાના સમાચાર પણ મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૪૭૦૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૫૨૮૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૨૦૦ વધી રૂ.૨૨૫૪૬૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૬૩૩થી ૧૬૭૪ થઈ ૧૬૫૪થી ૧૬૫૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૮૧ વાળા ૧૩૨૫ થઈ ૧૩૨૧થી ૧૩૨૨ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ આજે વધ્યા મથાળે ૦.૬૫ ટકા ઘટયા હતા.