ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો: વૈશ્વિક સોના ચાંદીના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે વાતચીત માટે ટ્રમ્પે તૈયારી બતાવ્યાના સંકેતો
ઘરઆંગણે ઝવેરીબજારોમાં ઘટાડા તરફી પવન
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધ્યા મથાળેથી ફરી ઘટાડા પર રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધતાં તેની ઈમ્પેક્ટ પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવ વધુ ત્રણ ટકા ગબડયા હતા. દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૩૭૮થી ૪૩૭૯ ડોલરવાળા આજે નીચામાં ભાવ ૪૩૪૦ તથા ઉંચામાં ભાવ ૪૩૮૩ થઈ ૪૩૬૯થી ૪૩૭૦ ડોલર રહ્યા હતા.
વિશ્વબજાર ઘટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતાં આયાતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં પીછેહટ દેખાઈ હતી અને તેની અસર ઝવેરીબજારો પર દેખાઈ હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૬૬.૨૫ વાળા નીચામાં ભાવ ૬૫.૭૩ થયા પછી ઉંચામાં ભાવ ૬૭.૦૫ થઈ ૬૬.૬૭થી ૬૬.૬૮ ડોલર રહહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની વધઘટ પાછળ વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.
ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૮૭ વાળા ૧૦૦.૨૦ થઈ ૧૦૧.૦૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૧૦૦.૩૦ વાળા ૯૬.૯૨ થઈ ૯૭.૫૭ ડોલર રહ્યા હતા. ઈરાન સાથે વાતચીત માટે પોતે તૈયાર હોવાનું અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યાના સમાચાર હતા. સાઉદી અરેબીયા ખાતેથી ક્રૂડની સપ્લાય વધ્યાના વાવડ મળ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૯૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૭૨૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૩૩૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૩૪૯૯૨ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૮૧૧ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૩૦૩ વાળા ૧૩૦૦ થયા પછી ૧૩૧૭ થઈ ૧૩૧૨થી ૧૩૧૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૦ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૨૦૨૭માં માર્ચ સુધીમાં ૭૫ ડોલર તથા ત્યારબાદ ૮૦ ડોલર સુધી પહોંચશે એવું સ્વીસ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું.




