Business

ક્રૂડના ભાવ ચાર મહિનાની ટોચથી ઘટયા : ઇરાકે ડિસ્કાઉન્ટમાં મોટા સોદા કર્યા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી અને પ્લેટિનમના ભાવમાં ઘટાડો થયો હતો. વિશ્વ બજારમાં ભાવ ઘટતા આયાત ખર્ચ નીચો આવ્યો. જોકે, ડોલર સામે રૂપિયો મજબૂત થતા ભાવ ઘટાડો સીમિત રહ્યો. મુંબઈમાં GST વગર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 150298 રહ્યો હતો. અમેરિકામાં વ્યાજના દર વધવાની શક્યતાને પગલે વૈશ્વિક બજારમાં સોનામાં વેચવાલી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના ભાવ ચાર મહિનાની ટોચથી ઘટયા : ઇરાકે ડિસ્કાઉન્ટમાં મોટા સોદા કર્યા

અમેરિકામાં આજે વ્યાજના દર વધવાની શક્યતા
મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ઘટાડો નોંધાતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જો કે મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરનાના ભાવ વધતાં ઘરઆંગણે ઝવેરી બજારમાં ભાવ ઘટાડો સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો
સોનાના વૈશ્વિક ભાવ આજે ઔંસના ૪૨૯૪થી ૪૨૯૫ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૨૬૧ થઇ ૪૨૭૭થી ૪૨૭૮ ડોલર ર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજાર આજે બંધ રહી હતી જ્યારે મુંબઇ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૦૦૦ ઘટી ૯૯૫ના રૂા. ૧૫૦૨૯૮ તથા ૯૯૯ના રૂા. ૧૫૦૯૦૨ રહ્યા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર ૨૦૦ ઘટી રૂા. ૨૨૮૭૪૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના નીચામાં ૬૨.૫૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૬૩.૫૮ થઇ ૬૩.૧૯થી ૬૩.૨૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, યુનાઇટેડ આરબ અમિરાતની અબુધાબી નેશનલ ઓઇલ કંપનીએ ઇરાક ખાતેથી મોટા પ્રમાણમાં ક્રૂડ તેલની આયાતના સોદા બેરલદીઠ ૧૮થી ૨૫ ડોલર સુધીના ડિસ્કાઉન્ટમાં કર્યાના સમાચાર હતા. અબુધાબીએ ઓગસ્ટમાં આવી આયાત ૩૨૦ લાખ બેરલ્સ તથા સપ્ટેમ્બરમાં આશરે ૪૦૦ લાખ બેરલ્સ કર્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૭૭૮ ડોલર રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં આજે પ્લેટીયનમના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૨૦૦ ઘટી રૂા. ૬૧૨૫૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૨૯૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેદિવસીય મિટિંગ મંગળવારે શરૂ થઇ છે તથા હવે બુધવારે (આજે) આ ંમિટિંગ પુર્ણ થશે ત્યારે ત્યાં વ્યાજના દરમાં વધારો જાહેર કરાશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા અને તેના પગલે વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇનડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડોની વેચવાલી વધી હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં ફુગાવો વધ્યો છે તથા ત્યાં વ્યાજના દરમાં વૃદ્ધીની શક્યતા વધી છે. વિશ્વ બજારમાં સોમવારે બ્રેન્ટક્રૂડના ભાવ ઉંચામાં ૧૧૦ ડોલર નજીક પહોંચ્યા હતા તથા ભાવ વધી ૪ મહિનાની ટોચે પહોંચ્યા પછી મંગળવારે ભાવ ઘટાડા પર રહ્યા હતા. રશિયા તથા યુક્રેન એક બીજાના ઓઇલ વિસ્તારમાં હુમલાઓ નહી કરે એવું નક્કી કરાયું હોવાનું અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું હતું.