ક્રૂડમાં તેજી: સોના-ચાંદી ઉંચકાયા: પ્લેટીનમમાં રૂ.૬૦૦૦નો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી બે મહિનાની ટોચે: વૈશ્વિક પ્લેટીનમ ૧૮૦૦ ડોલર નજીક: પેલડીયમ વધી ૧૪૦૦ ડોલર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી ઝડપી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી બે મહિનાની ટોચે પહોંચ્યા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી ૯૦ ડોલર ઉપર જતાં સોનાના તેજીને પીઠબળ મળ્યું હતું. ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ ચાલુ રહેતાં દરિયાઈ રુટ પર બે જહાજો પર હુમલાઓ થયાના વાવડ મળ્યા હતા.
અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર નજર વચ્ચે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૯૬થી ૪૩૯૭ વાળા વધી ઉંચામાં ભાવ ૪૪૨૪ થઈ ૪૪૧૩થી ૪૪૧૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘર આંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૬૫.૨૫ વાળા વધી ૬૬.૭૯ થઈ ૬૬.૨૯થી ૬૬.૩૦ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલના ૮૭.૮૨ વાળ ા ઉંચામાં ભાવ ૯૦.૦૭ થઈ ૮૮.૮૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૪.૩૫ થઈ ૮૩.૨૩ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર ઈરાન યુદ્ધ પૂર્વે દૈનિક ૧૩૦થી ૧૪૦ જહાજો પસાર થતા હતા તે સ ંખ્યા હવે ઘટી ૭થી ૮ની દૈનિક સ રેરાશ થઈ ગયાના સમાચાર હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૬૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૨૮૦૫ તથા ૯૯૯ના રૂ.૧૫૩૪૧૯ રહ્યા હતા. જ્યારે મ ુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૦૦ વધી રૂ.૨૩૭૨૧૪ રહ્યા હતા. દરમિયાન,સોના-ચાંદીમાં જીએસ ટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૮૦૦ વધી રૂ.૬૬૬૯૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આ જે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૬૯થી ૧૭૭૦ વાળા ૧૭૯૫ થઈ ૧૭૯૨ થી ૧૭૯૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૮૫ વાળા ઉંચામાં ભાવ ૧૪૦૬ થઈ ૧૪૦૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૫૨ ટક વધ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં એલ્યુમિનિયમના ભાવ વધી બે મહિનાની ટોચે પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં હવે ગુરુવારે બહાર પડનારા જોબલેસ કલેઈમ્સના આંકડાઓ પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.









