ક્રૂડ ઓઇલ ૯૧ ડોલર કૂદાવ્યા પછી ઉંચા મથાળેથી ઘટયું : સોના-ચાંદી ઉંચકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્લેટીનમના ભાવ રૂ.૩૦૦૦ વધ્યા: ભારતમાં ક્રૂડની આયાતનું બિલ ૬૦ ટકા વધ્યું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધી હતી. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૧૭થી ૪૦૧૮ વાળા ઉંચામાં ભાવ ૪૦૪૦ થયા પછી ૪૦૧૩થી ૪૦૧૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના રૂ.૪૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૬૮૪ તથા ૯૯૯ના રૂ.૧૪૨૨૫૪ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૦૦૦ વધી રૂ.૨૧૯૫૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધી રૂ.૫૮૩૪૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ૫૫.૯૧થી ૫૫.૯૨ ડોલર વાળા વધી ઉંચામાં ભાવ ૫૭.૪૮ થઈ ૫૭.૦૫થી ૫૭.૦૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ફરી ઘટયાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૮.૧૦ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૯૧.૪૨ ડોલર થયા પછી નીચામાં ભાવ ૮૬.૧૨ થઈ ૮૭.૦૭ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૫.૩૯ થયા પચી ૮૦.૨૭ થઈ ૮૦.૯૭ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ થશે એવાં સંકેતો મળતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડના ભાવ વધ્યા પછી તૂટયાના સમાચાર હતા. ભારતમાં એપ્રિલથી જૂનના ત્રણ મ હિનામાં ક્રૂડની આયાતનું બિલ ૬૦ ટકા વધ્યાના સમાચાર હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૩૦૦૦ વધી રૂ.૨૨૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૨૪૭થી ૧૨૪૮ વાળા વધી ૧૬૧૪ થઈ ૧૬૦૧થી ૧૬૦૨ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઔંસના ૧૨૪૭થી ૧૨૪૮ ડોલરવાળા ઉંચામાં ભાવ ૧૨૮૩ થઈ ૧૨૭૩થી ૧૨૭૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, કોપરના વૈશ્વિક ભાવ આજે ૧.૦૨ ટકા પ્લસમાં રહ્યા હતા.









