Business

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા

By GS TEAM
24 Aug 20251 min read
મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા

અમદાવાદ : મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓની ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવા માટે, બજાર નિયમનકાર સેબી પ્રથમ વખત રોકણ કરવા આવતી મહિલા રોકાણકારો માટે વધારાના પ્રોત્સાહનો રજૂ કરવાની યોજના બનાવી રહી છે, એમ સેબીના વડા તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું.

પાંડેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓને સમાન રીતે પ્રતિનિધિત્વ આપવામાં ન આવે ત્યાં સુધી નાણાકીય સમાવેશ અધૂરો રહેશે. અમે પહેલીવારની મહિલા રોકાણકારો તરફથી રોકાણ માટે વધારાના વિતરણ પ્રોત્સાહન રજૂ કરવાની પણ કલ્પના કરી રહ્યા છીએ.

સેબી ઈન્ડસ્ટ્રીને વધુ સારી સુવિધા આપવા અને પ્રોત્સાહન આપવા માટે તબક્કાવાર એક બાદ એક પગલાં લઈ રહી છે અને આવી જ એક તાજેતરની દરખાસ્ત બી૩૦ શહેરો (ટાયર ૨ અને ટાયર ૩ શહેરો)માં પહેલી વારના વ્યક્તિગત રોકાણકારો તરફથી રોકાણ પર વિતરકોને પ્રોત્સાહિત કરવાની છે.

ફર્સ્ટ ટાઈમ વૂમન ઈન્વેસ્ટરને ઈન્સેન્ટિવ ફક્ત નવા સહભાગીઓને જ નહીં, પણ ઓછા પ્રતિનિધિત્વવાળા પ્રદેશોમાં મ્યુચ્યુઅલ ફંડની પહોંચને પણ વિસ્તૃત કરશે અને વૈવિધ્યપૂર્ણ નાણાકીય સમાવેશને સપોર્ટ કરશે.