Business

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી

By GS TEAM
31 Jul 20251 min read
TukuTouch Logo
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આવતીકાલ(1 ઓગસ્ટ)થી અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી
Image Source: IANS

LPG Cylinder Price Cut: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આજ(1 ઓગસ્ટ)થી અમલમાં આવશે. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આ અગાઉ આ વર્ષે ઓઇલ કંપનીઓ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટાડી ચૂકી છે. 1 ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આવ્યો છે. 1 ફેબ્રુઆરીએ ગેસ કંપનીઓએ 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 1 એપ્રિલે કોમર્શિયલ LPG સિલિન્ડર 41 રૂપિયા સસ્તુ થઈને 1762 રૂપિયા પર આવી ગયું.

આ પણ વાંચો: 13 ઓગસ્ટથી બદલાઈ જશે Youtube, બાળકોને લઈને નવા નિયમો, AI જાણી લેશે વીડિયો જોનારાની ઉંમર