Get The App

13 ઓગસ્ટથી બદલાઈ જશે Youtube, બાળકોને લઈને નવા નિયમો, AI જાણી લેશે વીડિયો જોનારાની ઉંમર

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
13 ઓગસ્ટથી બદલાઈ જશે Youtube, બાળકોને લઈને નવા નિયમો, AI જાણી લેશે વીડિયો જોનારાની ઉંમર 1 - image


YouTube Rules For Kids : યુટ્યુબમાં આગામી 13 ઓગસ્ટથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે નવી તૈયારીઓ કરી છે. જેમાં AI દ્વારા યુઝર્સની ઉંમર નક્કી કરવામાં આવશે. યુટ્યુબે બાળકો, ખાસ કરીને કિશોરોને એકાઉન્ટ બનાવતા અટકાવવા માટે આ નવું ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ દ્વારા બાળકોની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે, જેથી તેઓ ખોટી ઉંમર દાખલ કરીને પુખ્ત વયના લોકો માટે કન્ટેન્ટ જોઈ શકશે નહીં. યુટ્યુબની આ નવી સિસ્ટમ સગીર બાળકો દ્વારા ખોટી ઉંમર આપવાની યુક્તિને સરળતાથી પકડી પાડશે.

Youtubeમાં બાળકોને લઈને નવા નિયમો

એક રિપોર્ટ મુજબ, યુટ્યુબ આ ટૂલ્સને આગામી 13 ઑગસ્ટથી રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. આ પહેલા બીટા વર્ઝન માટે રોલ આઉટ કરવામાં આવશે. જેમાં તેનું ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીતે રોલ આઉટ કરાશે. યુટ્યુબના આ ફીચરને હાલ અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ પછી તેને અન્ય દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે. 

અનેક દેશોની સરકારે ટેક. કંપનીઓને ઓનલાઈન સેફ્ટી પોલિસીને વધુ સારી કરવા કહ્યું છે. જેથી બાળકો તેનો દુરુપયોગ ન કરે. યુકે, ઓસ્ટ્રેલિયા, યુરોપીયન દેશોમાં આ મામલે નિયમો પણ બનાવ્યા છે અને ટેક. કંપનીઓને કહ્યું છે કે, 'સગીરને અયોગ્ય કન્ટેન્ટથી દૂર રાખવામાં આવે.'

AI સિસ્ટમ બાળકોની ઉંમરનો અંદાજ લગાવશે

રિપોર્ટ અનુસાર, યુટ્યુબની આ AI સિસ્ટમ બાળકોની ઉંમરનો અંદાજ લગાવશે. AI સિસ્ટમ યુઝર્સ દ્વારા શોધાયેલ કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં યુઝર્સ દિવસભર શું સર્ચ કરે છે, તેના આધારે ઉંમર શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Explainer: AI વૈશ્વિક દુકાળ સર્જી શકે છે, જાણો અત્યાધુનિક ટૅક્નોલૉજી કેવી રીતે કરોડો લિટર પાણી ‘ગળી’ જાય છે

જો YouTubeના AIને ખબર પડે કે યુઝર્સ 18 વર્ષથી ઓછી ઉંમરનો છે, તો તે એકાઉન્ટ પર કેટલાક નિયંત્રણો લાગુ કરશે. જેથી બાળકો પુખ્ત વયના લોકો માટેનું કન્ટેન્ટ જોઈ ન શકે. આ ઉપરાંત સગીર માટે ટેક બ્રેક નોટિફિકેશન અથવા ચેતવણી સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે, જે નાના બાળકોને YouTubeથી વિરામ લેવાનું કહેશે. જેથી તેઓ તેના વ્યસની ન બને.

Tags :