Business

કોલસા આધારિત વીજ પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોક તળિયે

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: દેશમાં 40% કોલસા આધારિત વીજ ઉત્પાદન પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક ભયજનક રીતે ઘટ્યો છે. ઊંચા તાપમાન અને અલ નિનોની અસરથી વીજળીની માંગ વધતા આ સ્થિતિ સર્જાઈ છે. 25%થી ઓછો સ્ટોક ધરાવતા પ્લાન્ટ્સની સંખ્યા વધીને 74 થઈ છે, જે પહેલા 60 હતી. જોકે, આ કોલસાની અછત કામચલાઉ લોજિસ્ટિક્સ સમસ્યા છે. વરસાદને કારણે કોલસાની રવાનગીમાં ખલેલ પડી હતી, જે હવે સુધરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલસા આધારિત વીજ પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોક તળિયે

આવશ્યકતાના ૨૫ ટકાથી નીચી ઈન્વેન્ટરી સાથેના એકમોની સંખ્યા વધી ૭૪ પહોૅંચી
મુંબઈ : દેશમાં કાર્યરત કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોમાંથી અંદાજે ૪૦ ટકા પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોક ચિંતાજનક નીચી સપાટીએ છે. ઊચા તાપમાન તથા અલ નિનોની અસરને કારણે વીજ માગમાં વધારાથી કોલસાનો વપરાશ ઊંચો જોવા મળી રહ્યો છે.
આવશ્યક ઈન્વેન્ટરી કરતા ૨૫ ટકાથી ઓછા સ્ટોકસ સાથેના કોલસા આધારિત વીજ પ્લાન્ટસની સંખ્યા ગયા સપ્તાહના અંતે વધી ૭૪ થઈ ગઈ હતી જે તે ૧૨ સપ્ટેમ્બરના સપ્તાહના અંતે ૬૦ હતી એમ સરકારી ડેટા જણાવે છે.
ગયા સપ્તાહમાં દેશમાં વીજની મહત્તમ માગ ૨૩૦ થી ૨૫૦ ગીગા વોટસની વચ્ચે રહ્યા કરતી હતી. મેમાં વીજની મહત્તમ માગ ૨૭૦.૭૦ ગીગા વોટસ સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી.
વીજ પ્લાન્ટસ ખાતે કોલસાની અછત એ કામચલાઉ લોજિસ્ટિક મુદ્દો છે અને કોઈ પાયાભૂત પૂરવઠા ખેંચ નથી એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.
વરસાદને કારણે કોલસાની રવાનગીમાં ખલેલ પડતા વીજ પ્લાન્ટસ ખાતે તેની ઉપલબ્ધતા ઘટી હતી પરંતુ પૂરવઠો હવે પૂર્વવત થઈ રહ્યો છે એમ કોલસા તથા રેલવે મંત્રાલય દ્વારા ગયા સપ્તાહમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં રિન્યુએબલ વીજ ઉત્પાદનમાં ૨૧ ટકા વધારો થયો હતો પરંતુ તેની અનિશ્ચિત પ્રકૃત્તિને કારણે વીજ માગને પહોંચી વળવા કોલસા આધારિત વીજ પર નિર્ભરતા જળવાઈ રહી છે.
હીટવેવ તથા હાઈડ્રોપાવર ઉત્પાદન એકમો ખાતે નીચા ઉત્પાદનને પરિણામે ઓગસ્ટમાં દેશમાં વીજ ઉત્પાદકો દ્વારા કોલસાની આયાત પંદર મહિનાની ઊંચી સપાટીએ રહી હતી.
કોલસાની આયાત ગત મહિને ૮૫ ટકા વધી ૫૫.૨૦ લાખ ટન રહી હતી જે મે ૨૦૨૫ બાદ સૌથી ઊંચી રહી છે. ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને કોલસાની આયાતમાં વધારો જોવા મળ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. ઊંચા તાપમાનને કારણે કુલિંગ સાધનોના વપરાશમાં પણ વધારો થયો છે.