Business

માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતાં બજારમાં હાહાકાર

By GS TEAM
1 Feb 20262 mins read
TukuTouch Logo
બજેટ દરમિયાન આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યા સુધીમાં સેન્સેક્સ 2300 પોઇન્ટ ઘટીને 80,685 પર અને નિફ્ટી લગભગ 590 પોઇન્ટ ઘટીને 24,828ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11માં તેજી અને 19માં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI, BEL અને ટાઇટનના શેરમાં સૌથી વધુ 3% સુધીનો ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્કેટને પસંદ ન આવ્યું બજેટ! સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો થતાં બજારમાં હાહાકાર
 AI Image

Budget 2026 : બજેટ દરમિયાન આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યા સુધીમાં સેન્સેક્સ 2300 પોઇન્ટ ઘટીને 80,685 પર અને નિફ્ટી લગભગ 590 પોઇન્ટ ઘટીને 24,828ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11માં તેજી અને 19માં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI, BEL અને ટાઇટનના શેરમાં સૌથી વધુ 3% સુધીનો ઘટાડો નોંધાયો છે. 

અચાનક કડાકો

અગાઉ સવારે 11 વાગ્યાની આસપાસ, સેન્સેક્સમાં તેના નીચલા સ્તર 80,685થી લગભગ 2300 પોઇન્ટની રિકવરી જોવા મળી હતી. નિફ્ટી પણ તેના દિવસના નીચલા સ્તર 25,236થી 150 પોઇન્ટ રિકવર થયો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 100 પોઇન્ટના ઘટાડા સાથે 82,156 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પોઇન્ટ ઘટીને 25,275ના સ્તરે ઓપન થયો હતો.

આ પણ વાંચો: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે

સરકારી બૅંક (PSU Banks): સૌથી વધુ 3.5%નો ઘટાડો.

મેટલ અને મીડિયા: 2% સુધીનો ઘટાડો.

અન્ય ક્ષેત્રો: FMCG, IT, ફાર્મા, ફાયનાન્શિયલ સર્વિસીસ અને રિયલ્ટી સેક્ટરમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.

તેજી: માત્ર ઓટો અને પ્રાયવેટ બૅંક સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નિષ્ણાતોનો મત: બજેટ રજૂ થાય ત્યાં સુધી વધ-ઘટ રહેશે

માર્કેટ એનાલિટિસ્ટ્સનું કહેવું છે કે, જ્યાં સુધી બજેટ સંપૂર્ણ રીતે રજૂ ન થઈ જાય ત્યાં સુધી બજારમાં આવો જ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. પ્રોફિટ બુકિંગને કારણે વચ્ચે-વચ્ચે ઘટાડો આવી શકે છે, પરંતુ દરેક ઘટાડે ખરીદીની તકો પણ ઊભી થઈ રહી છે. રોકાણકારોની નજર હવે સંપૂર્ણપણે સરકારના નીતિવિષયક નિર્ણયો (Policy Decisions) પર ટકેલી છે.

આ પણ વાંચો: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી... બજેટ 2026ની 15 મોટી વાતો