Business

‘તૈયાર રહો... ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર જશે’ વિદેશથી આવી મોટી ચેતવણી, વિશ્વમાં ફરી સંકટના એંધાણ !

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઇરાન યુદ્ધ અને હૂતી વિદ્રોહીઓના કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સાગરમાં અવરોધ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ $95 પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગોલ્ડમેન સેશે ચેતવણી આપી છે કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ચોથા ક્વાર્ટર સુધી બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $120 પ્રતિ બેરલને પણ વટાવી શકે છે, જે વૈશ્વિક તણાવમાં વધારો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તૈયાર રહો... ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર જશે’ વિદેશથી આવી મોટી ચેતવણી, વિશ્વમાં ફરી સંકટના એંધાણ !

Crude Oil Price Warning Goldman : મિડલ ઈસ્ટમાં સ્થિતિ સુધરતી નજરે પડી રહી નથી. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ છે, અને બીજી તરફ હૂતી વિદ્રોહીઓના સાઉદી માટે દરિયાઈ રૂટ પર નાકાબંધીના કારણે લાલ સાગર (રેડ સી) દ્વારા નિકાસને લઈને ચિંતાઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ બધાની સીધી અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહી છે, જે ઝડપથી ઉછળીને હવે $95 પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે.

તેલની કિંમતોના આ ઉછાળાએ પહેલેથી જ વૈશ્વિક ટેન્શન વધારી દીધું છે, ત્યારે વિદેશથી આ અંગે એક મોટી અને ડરાવનારી ચેતવણી આવી છે. ગોલ્ડમેન સેશે ચેતવણી આપતા કહ્યું છે કે, ક્રુડ ઓઈલના ભાવ $120 ને પાર જઈ શકે છે.

'જો એવું થયું તો તેલ…'

અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષના કારણે વૈશ્વિક તેલ બજારોમાં આ મહિને ભારે ઉથલપાથલ મચેલી છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં તેજ ઉછાળો આવ્યો અને બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ $95.26 પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું દેખાયું.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેને પોતાના એક અહેવાલનો હવાલો આપતાં કહ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટથી માલની હેરફેર (શિપિંગ)માં આવી જ રુકાવટ ચાલુ રહેશે, તો ચોથા ક્વાર્ટર (Q4) સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $120 પ્રતિ બેરલથી ઉપર પહોંચી શકે છે. આ પહેલા માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે અમેરિકા-ઈરાન યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે તેલની કિંમતે $120 નું સ્તર સ્પર્શ કરી લીધું હતું.

હોર્મુઝ અને લાલ સાગરે વધારી મુશ્કેલી

ગોલ્ડમેનના વિશ્લેષકોએ કહ્યું કે, મિડલ ઈસ્ટમાં તણાવ ફરીથી વધવા અને ફારસની ખાડીમાંથી અંદાજિત ઓઇલ ફ્લો યુદ્ધ-પહેલાના સ્તરના 45% થી નીચે ગબડવાના કારણે, તેલના ભાવ ઝડપથી વધ્યા છે. તેમણે કહ્યું કે, તેલની કિંમત $120 ને પાર જવાની આ શક્યતામાં જોખમ ઊંચું છે, જે હોર્મુઝમાં સતત અવરોધ અને લાલ સાગરમાં નિકાસ પર સંકટની સંભાવના દર્શાવે છે.

તેલમાં ઉછાળાનું જોખમ વધારે

જોકે, ગોલ્ડમેને વેસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાની સ્થિતિમાં ચોથા ક્વાર્ટરમાં બ્રેન્ટનો ભાવ $80 પ્રતિ બેરલ, અને આગામી વર્ષે $75 પ્રતિ બેરલ સુધી ગબડવાનો પણ અંદાજ લગાવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાથી કાચા તેલના કાર્ગોને ગ્લોબલ ખરીદદારો સુધી પહોંચાડવામાં લાલ સાગર શિપિંગનું મહત્વ વધ્યું છે, પરંતુ યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓના સાઉદી અરેબિયા પરની એક્શને આ દરિયાઈ માર્ગને લઈને ચિંતાઓ વધારી દીધી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં જીઓપોલિટિકલ એનાલિસ્ટના મતે 'જો સીઝફાયર (યુદ્ધવિરામ) નથી થતું, અને હોર્મુઝ મોટાભાગે બંધ રહે છે, તેમજ લાલ સાગરમાં જહાજોની અવરજવર માટે હૂતી વિદ્રોહીઓનો ખતરો વધતો રહે છે, તો તેલની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળાનું જોખમ ખૂબ જ વધારે રહેશે.'