છેલ્લા કલાકમાં ફંડોની આક્રમક ખરીદીએ ઝડપી રિકવરી : સેન્સેક્સ ૬૨૮ પોઈન્ટ ઉછળી ૭૭૫૩૮
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IT, બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરોમાં ફંડોની તેજી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ
નિફટી ૧૫૪ પોઈન્ટ વધીને ૨૪૨૩૨ : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૭૧ લાખ કરોડનો વધારો
મુંબઈ : ઈરાનને મદદ કરનારા દેશો સામે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરાં પગલાં લેવાની ચેતવણી આપતાં અને બીજી તરફ હોર્મુઝ પર કબજાને લઈ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત તેજીને લઈ વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો. જેનાથી વિપરીત ભારત સાથે અમેરિકાએ સંબંધો સુધારવાની પહેલ કરવા માંડી હોય એમ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાના અમેરિકી દૂતના નિવેદનને લઈ ભારત માટે પોઝિટીવ ડેવલપમેન્ટ સાથે ભારતના આર્થિક વિકાસ માટે મોદી સરકાર દ્વારા અનેક પ્રોત્સાહનો, રાહતોના પગલાં લેવાઈ રહ્યા હોય અને વિદેશી રોકાણકારોને આકર્ષવામાં સફળતા મળી રહી હોઈ ફંડોની શેરોમાં આજે તેજી રહી હતી. ફંડોએ છેલ્લા કલાકમાં આક્રમક તેજી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, રિયાલ્ટી, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૬૨૮.૦૪ પોઈન્ટ ઉછળીને ૭૭૫૩૭.૭૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૩.૫૫ પોઈન્ટ વધીને ૨૪૨૩૧.૮૫ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૨૭૩ પોઈન્ટ વધ્યો : સુબેક્ષ, નેટવેબ, ઝેગલ, કોફોર્જ, ટાટા ટેકનોલોજી, લેટેન્ટ વ્યુ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે ફંડોનું ફરી ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. સુબેક્ષ રૂ.૧.૨૦ વધીને રૂ.૧૭.૦૯, નેટવેબ રૂ.૩૫૬.૭૦ વધીને રૂ.૫૪૧૮.૮૫, ઝેગલ રૂ.૧૧.૦૫ વધીને રૂ.૧૯૭.૦૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૩.૮૦ વધીને રૂ.૨૯૫.૪૫, કોફોર્જ રૂ.૬૫ વધીને રૂ.૧૮૮૦, એએસએમ ટેકનોલોજી રૂ.૧૪૪ વધીને રૂ.૪૫૭૮.૮૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૬૯.૯૫ વધીને રૂ.૫૬૭૯.૯૫, બીએલએસઈ રૂ.૬.૮૦ વધીને રૂ.૩૨૦.૮૦, એફલે રૂ.૩૪.૮૫ વધીને રૂ.૧૭૨૯.૩૦, લેટેન્ટ વ્યુ રૂ.૫.૨૫ વધીને રૂ.૨૮૧.૭૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૩.૯૦ વધીને રૂ.૮૨૩.૭૫, યુનિઈકોમ રૂ.૧.૭૪ વધીને રૂ.૮૮.૪૫, ટાટા એલેક્સી રૂ.૫૨.૭૫ વધીને રૂ.૩૬૯૦, ઝેનસાર રૂ.૬.૫૫ વધીને રૂ.૪૮૪.૬૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૪૨.૦૫ વધીને રૂ.૧૧,૮૬૨.૦૫, ઈન્ફોસીસ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૧૩૦.૨૦, ઈમુદ્રા રૂ.૬.૫૫ વધીને રૂ.૫૫૦.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૩.૦૭ પોઈન્ટ વધીને ૨૯૪૫૭.૨૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ઘટાડે ફંડોનું આકર્ષણ : કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એયુ બેંક, એચડીએફસી બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ઘટાડે ફંડોનું આકર્ષણ રહ્યું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૬.૪૫ વધીને રૂ.૩૯૮.૫૦, એક્સિસ બેંક રૂ.૧૮ વધીને રૂ.૧૨૫૦.૩૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૦૮૪.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૭૦ વધીને રૂ.૧૪૧૧.૫૦ રહ્યા હતા. આ સાથે એમસીએક્સ રૂ.૧૪૮ વધીને રૂ.૩૧૨૧, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ રૂ.૧.૫૪ વધીને રૂ.૪૩.૪૬, મુથુટ ફિન રૂ.૧૧૨.૮૦ વધીને રૂ.૨૯૭૨, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૩.૧૦ વધીને રૂ.૯૭૧.૧૦, પિરામલ ફાઈનાન્સ રૂ.૭૦.૪૫ વધીને રૂ.૨૧૨૫.૧૫, કર્ણાટક બેંક રૂ.૧૦.૫૦ વધીને રૂ.૩૩૪.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૧૭.૧૪ પોઈન્ટ વધીને ૬૫૧૧૦.૬૦ બંધ રહ્યો હતો.
સુગર શેરોમાં ફંડોની આક્રમક ખરીદી : બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, દ્વારકેશ સુગર વધ્યા
ખાંડના ભાવ દેશભરમાં વધી આવતાં અને સરકારે હવે સુગરની આયાત પર ડયુટીમાં ઘટાડો કરવાની ફરજ પડે એવી શકયતા વચ્ચે આજે સુગર કંપનીઓના શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. આ સાથે અન્ય એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે સિલેક્ટિવ બાઈંગ રહ્યું હતું. બલરામપુર ચીની રૂ.૧૧૫.૭૦ વધીને રૂ.૭૬૬.૫૫, બજાજ હિન્દુસ્તાન રૂ.૩.૦૫ વધીને રૂ.૨૩.૪૪, દ્વારકેશ સુગર રૂ.૭.૧૦ વધીને રૂ.૫૫.૩૯, ઉત્તમ સુગર રૂ.૩૩.૯૦ વધીને રૂ.૩૩૪.૭૦, અવધ સુગર રૂ.૭૫.૦૫ વધીને રૂ.૮૧૨.૭૦, રેણુકા સુગર રૂ.૧.૯૨ વધીને રૂ.૨૬.૧૬, ધામપુર સુગર રૂ.૧૩.૦૫ વધીને રૂ.૧૮૯.૪૦, મગધ સુગર રૂ.૪૦.૬૦ વધીને રૂ.૬૨૦.૧૫, ઈઆઈડી પેરી રૂ.૨૨.૪૫ વધીને રૂ.૮૦૯.૬૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૨.૦૫ વધીને રૂ.૩૦૦.૯૫ રહ્યા હતા. જ્યારે ડોડલા ડેરી રૂ.૩૭.૧૦ વધીને રૂ.૧૧૩૮.૬૫, હેરીટેજ ફૂડ રૂ.૧૮.૯૦ વધીને રૂ.૩૭૮.૧૫, બ્રિટાનીયા રૂ.૧૩૯ વધીને રૂ.૫૫૪૯, એડીએફ ફૂડ રૂ.૫.૨૦ વધીને રૂ.૨૬૭.૭૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૫.૩૬ પોઈન્ટ વધીને ૧૮૧૦૨.૮૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પસંદગીનું આકર્ષણ : હ્યુન્ડાઈના ભાવ વધારાએ રૂ.૪૪ વધ્યો : આઈશર મોટર્સ, મહિન્દ્રા વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા વાહનોના ભાવમાં એક ટકા જેટલો વધારો કરાયાના અહેવાલ વચ્ચે શેર રૂ.૪૪ વધીને રૂ.૨૨૨૨, આઈશર મોટર્સ રૂ.૯૫.૩૫ વધીને રૂ.૮૦૫૭.૧૦, એક્સાઈડ રૂ.૪.૮૫ વધીને રૂ.૪૬૪.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૦૦.૪૦ વધીને રૂ.૧૩,૭૮૮.૬૦, બોશ રૂ.૨૨૦ વધીને રૂ.૪૮,૫૮૦, બજાજ ઓટો રૂ.૫૧ વધીને રૂ.૧૧,૭૫૧ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૬૧.૧૬ પોઈન્ટ વધીને ૬૪૭૦૧.૬૨ બંધ રહ્યો હતો.
સોલારા રૂ.૮૮, સુવેન રૂ.૪૨, મોરપેન રૂ.૮, કોહાન્સ રૂ.૨૮, ક્વોલિટી ફાર્મા રૂ.૧૭૫, પિરામલ રૂ.૭ વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. સોલારા રૂ.૮૮.૨૦ વધીને રૂ.૬૩૮.૧૦, સુવેન રૂ.૪૨.૧૫ વધીને રૂ.૩૭૪.૪૫, મોરપેન લેબ રૂ.૭.૯૬ વધીને રૂ.૯૬.૩૯, કોહાન્સ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૪૭૫.૫૫, સિગાચી રૂ.૧.૫૧ વધીને રૂ.૩૦.૩૧, ક્વોલિટી ફાર્મા રૂ.૧૭૪.૬૫ વધીને રૂ.૩૬૨૭.૨૫, પિરામલ ફાર્મા રૂ.૬.૯૫ વધીને રૂ.૨૧૬.૫૦, પેનેશિયા બાયોટેક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૪૧૪.૦૫, ગ્લેનમાર્ક રૂ.૭૦ વધીને રૂ.૨૩૨૫, બજાજ હેલ્થકેર રૂ.૬.૭૫ વધીને રૂ.૩૨૬.૧૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ક્રોમ્પ્ટન રૂ.૭, ડિકેસન રૂ.૩૫૫, બ્લુ સ્ટાર રૂ.૧૪, અંબર રૂ.૨૦ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. ક્રોમપ્ટન રૂ.૬.૯૫ વધીને રૂ.૨૫૨, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૫૫ વધીને રૂ.૧૪,૮૫૦, બ્લુ સ્ટાર રૂ.૧૪ વધીને રૂ.૧૫૧૨, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૦.૦૫ વધીને રૂ.૭૨૮૦.૦૫, એશીયન પેઈન્ટ રૂ.૫.૮૦ વધીને રૂ.૨૬૨૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૭૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે ફરી વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૬૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૨૮થી વધીને ૨૩૭૩ અને ઘટનારની સંખ્યા ૨૫૭૨થી ઘટીને ૧૯૫૧ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૫૩૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૮૩.૩૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૪૧૧.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૯૫.૦૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૫૩૭.૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૯૩૨.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૯૫.૦૧ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૯૧.૪૧ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૧ લાખ કરોડ વધીને રૂ.૪૯૧.૪૧ લાખ કરોડ પહોંચ્યું હતું.









