Business

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી

By GS TEAM
11 Aug 20252 mins read
TukuTouch Logo
વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બાદ હવે વોરન બફેટ પણ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા છે. શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે વોરન બફેટની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાતા તેઓ 11મા ક્રમે પહોંચ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, વોરન બફેટની નેટવર્થ 1.96 અબજ ડૉલર ઘટતાં બફેટ 11મા ક્રમે પહોંચ્યા છે. જ્યારે બિલ ગેટ્સ 123 અબજ ડૉલરની નેટવર્થ સાથે 15મા ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી

Warren Buffett Net Worth Down: વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર  બિલ ગેટ્સ બાદ હવે વોરન બફેટ પણ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા છે. શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે વોરન બફેટની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાતા તેઓ 11મા ક્રમે પહોંચ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, વોરન બફેટની નેટવર્થ 1.96 અબજ ડૉલર ઘટતાં બફેટ 11મા ક્રમે પહોંચ્યા છે. જ્યારે બિલ ગેટ્સ 123 અબજ ડૉલરની નેટવર્થ સાથે 15મા ક્રમે છે.

24 કલાકમાં થયો ફેરફાર

બર્કશાયર હેથવેના 94 વર્ષીય ચેરમેન વોરન બફેટ લાંબા સમયથી ટોપ-10 ધનિકોની યાદીમાં સામેલ હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં શેરબજારમાં ભારે ઉથલપાથલના કારણે તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં તેઓ 140 અબજ ડૉલરની નેટવર્થ સાથે ટોચના 11મા ધનિક છે. છેલ્લા એક મહિનાથી તેમની કંપનીના શેર સતત તૂટી રહ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે. 

આ પણ વાંચોઃ રશિયાના ક્રૂડની અવગણનાથી ભારતીય ઓઈલ રિફાઈનરીને પડશે મોટો ફટકો, રિપોર્ટમાં ઘટસ્ફોટ

ટેક સીઈઓની ટોપ-10મા એન્ટ્રી

બીજી તરફ ટેક કંપની ડેલ ટેકના સીઈઓએ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં એન્ટ્રી લીધી છે. ડેલ ટેકના સીઈઓ માઈકલ ડેલ હવે વિશ્વના ટોચના 10મા ક્રમના ધનિક બન્યા છે. તેમની નેટવર્થમાં 1.41 અબજ ડૉલરનો ઉછાળો નોંધાતાં નેટવર્થ 141 અબજ ડૉલર થઈ હતી. આ વર્ષે 2025માં સૌથી વધુ કમાણી કરનારા ધનિકોમાં તેઓ સામેલ થયા છે. ડેલની સંપત્તિ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં 17 અબજ ડૉલરથી વધી છે.

બિલ ગેટ્સ 15મા ક્રમે

ધનિકોની યાદીમાંથી માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી છે. જેના લીધે તેઓ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં સતત પાછળ ખસી રહ્યા છે. હાલ તેઓ 123 અબજ ડૉલરની નેટવર્થ સાથે ટોચના 15મા ધનિક છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં તેમની નેટવર્થ 35.7 અબજ ડૉલર ઘટી છે.

ટોપ-10 ધનિકોની યાદી

ક્રમનામનેટવર્થ
1ઈલોન મસ્ક371 અબજ ડૉલર
2લેરી એલિસન302 અબજ ડૉલર
3માર્ક ઝુકરબર્ગ270 અબજ ડૉલર
4જેફ બેજોસ244 અબજ ડૉલર
5લેરી પેજ180 અબજ ડૉલર
6સ્ટીવ બાલમેર179 અબજ ડૉલર
7સર્જી બ્રિન168 અબજ ડૉલર
8જેન્સન હુઆંગ159 અબજ ડૉલર
9બર્નાડ અર્નોલ્ટ153 અબજ ડૉલર
10માઈકલ ડેલ141 અબજ ડૉલર
18મુકેશ અંબાણી98.1 અબજ ડૉલર
22ગૌતમ અદાણી74 અબજ ડૉલર