ઓલટાઇમ હાઈથી રૂ.1.94 લાખ સસ્તી થઈ ચાંદી, 5 દિવસમાં રૂ.11 હજારનો કડાકો! સોનાના ભાવ પણ ધડામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and silver price drop India: છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)થી લઈને સ્થાનિક ઘરેલુ બજાર સુધી ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી વાયદા કારોબારમાં 9000 રૂપિયાથી વધુ અને ઘેરલુ બજારમાં 11,000 રૂપિયાથી વધુ ઘટી ગઈ છે, જેના કારણે તે તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી આશરે 1.94 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. આ સાથે જ 24 કેરેટ સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થયો છે.
ચાંદીના ભાવમાં ભારે કડાકો
MCX પર વાયદા કારોબારની વાત કરીએ તો, 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી 1 કિલો ચાંદી 25 સપ્ટેમ્બરે, 2,34,696 રૂપિયા પર બંધ થઈ હતી, જે ગત શુક્રવારે ઘટીને 2,25,545 રૂપિયા પર આવી ગઈ છે. આમ, માત્ર પાંચ જ દિવસમાં આ કિંમતી ધાતુ 9151 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આ વર્ષના જાન્યુઆરીના આખરી અઠવાડિયામાં ચાંદીનો વાયદો 4,20,048 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ હવે ચાંદી 1,94,503 રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે.
સ્થાનિક ઘરેલુ બજારમાં પણ 'ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન' (IBJA)ના આંકડા મુજબ ચાંદીનો ભાવ 2,32,350 રૂપિયાથી 11,521 રૂપિયા ઘટીને 2,20,829 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો
ચાંદીની સાથે સોનાની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. એમસીએક્સ પર 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળું 10 ગ્રામ 24 કેરેટ સોનું 25 સપ્ટેમ્બરના 1,53,277 રૂપિયાથી ઘટીને શુક્રવારે 1,50,250 રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે MCX ગોલ્ડ રેટમાં 3027 રૂપિયાનો ઘટાડો થયો છે.
ઘરેલુ બજારની વાત કરીએ તો પાંચ દિવસમાં સોનાની કિંમત 1,52,113 રૂપિયાથી ઘટીને 1,48,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે, જેનાથી સોનું 3975 રૂપિયા સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આઈબીજેએ દ્વારા જાહેર થતા ભાવ સમગ્ર દેશમાં એક સમાન રહે છે, પરંતુ ઝવેરીની દુકાનમાંથી દાગીના ખરીદતી વખતે 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડે છે.




