૨૦૨૬ના ૬૬ ટકા જેટલા IPOમાં પ્રિમીયમથી થઈ રહેલું ટ્રેડિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિષ્ણાતોના મતે આ વલણ માટે શિસ્તબદ્ધ પ્રાઇસિંગ (કિંમત નિર્ધારણ) અને વાજબી વેલ્યુએશન જવાબદાર
અમદાવાદ : ભૌગોલિક-રાજકીય અશાંતિને કારણે બજારમાં ભારે ઉતાર-ચઢાવ હોવા છતાં, ૨૦૨૬માં પ્રાઇમરી (આઈપીઓ) બજારે ગત વર્ષ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. વિશ્લેષણ અનુસાર, આ વર્ષે અત્યાર સુાૃધીમાં રજૂ કરાયેલા ૩૬ ઇશ્યૂમાંથી ૨૪ ઇશ્યૂ (એટલે કે ૬૬%) હાલમાં તેમની ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે, જેની સરખામણીએ ૨૦૨૫માં આ પ્રમાણ ૫૪% હતું.
ગત વર્ષે જુલાઈના અંત સુધીમાં રજૂ કરાયેલા ઇશ્યૂની સંખ્યા ૩૭ હતી. જોકે, સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૦૩ આઈપીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ૨૦૨૬ના બીજા અડધા ભાગમાં આઈપીઓ પ્રવૃત્તિમાં ઝડપ આવવાની ધારણા છે, જેમાં જીઓ પ્લેટફોર્મ્સ અને એનએસઈ જેવા મોટા આઈપીઓ લાઇનઅપમાં છે.
૨૦૨૫માં લિસ્ટ થયેલા આઈપીઓમાં, આદિત્ય ઇન્ફોટેક, એથર એનર્જી અને રૂબિકોન રિસર્ચ એ તેમની ઇશ્યૂ પ્રાઇસ પર સૌથી વાૃધુ વળતર નોંાૃધાવ્યું છે. જ્યારે ઓમ્નિટેક એન્જિનિયરિંગ, સિડેમેક મેકાટ્રોનિક્સ અને ઓનેમી ટેકનોલોજી સોલ્યુશન્સ એ તેમની ઇશ્યૂ પ્રાઇસ સામે સૌથી મજબૂત ગ્રોથ જોયો છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરતા આઈપીઓનું ઊંચું પ્રમાણ વર્તમાન બજારમાં વાૃધુ શિસ્તબદ્ધ પ્રાઇસિંગ અને વધુ વાજબી વેલ્યુએશન દર્શાવે છે. ચાલુ વર્ષે બજાર નવા પબ્લિક ઇશ્યૂઓ પ્રત્યે વધુ વ્યાવહારિક બન્યું છે, જેના લીાૃધે પ્રાઇસિંગ ડિસિપ્લિન (કિંમતમાં શિસ્ત) વધી છે. આ વલણ માટે આઈપીઓનો ઓછો પુરવઠો અને માંગ બાજુ વાૃધુ શિસ્તને જવાબદાર છે. પબ્લિક ઇશ્યૂમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી આ વર્ષે ઘટી છે. બીજી તરફ, છેલ્લા ૧૮-૨૦ મહિનાના સુાૃધારા પછી સ્થાનિક રોકાણકારો વાૃધુ જાગૃત બન્યા છે, જેનાથી પ્રાઇસિંગ વધુ સારા બન્યા છે.









