Business

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો!

By GS TEAM
24 Aug 20252 mins read
TukuTouch Logo
એક સરકારી ડેટામાં પેન્શન મુદ્દે મોટો ખુલાસો થયો છે. સંસદમાં રજૂ થનારા આંકડાઓ અનુસાર, કર્મચારી પેન્શન યોજના 1995 (EPS) હેઠળ આશરે અડધાથી વધુ નિવૃત્ત કર્મચારીઓને રૂ. 1500 પ્રતિ માસથી પણ ઓછું પેન્શન મળે છે. આ રકમ વર્તમાન જીવનશૈલી મુજબ ઘણી ઓછી છે. જેનાથી મહિનાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFO 49 લાખ કર્મચારીને 1500 રૂપિયાથી પણ ઓછું પેન્શન મળે છે, સરકારી આંકડામાં ખુલાસો!

EPFO Pension Scheme: એક સરકારી ડેટામાં પેન્શન મુદ્દે મોટો ખુલાસો થયો છે. સંસદમાં રજૂ થનારા આંકડાઓ અનુસાર, કર્મચારી પેન્શન યોજના 1995 (EPS) હેઠળ આશરે અડધાથી વધુ નિવૃત્ત કર્મચારીઓને રૂ. 1500 પ્રતિ માસથી પણ ઓછું પેન્શન મળે છે. આ રકમ વર્તમાન જીવનશૈલી મુજબ ઘણી ઓછી છે. જેનાથી મહિનાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે.

શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2025 સુધી 81.5 લાખ પેન્શનધારકો ઈપીએસ-95 હેઠળ રજિસ્ટર્ડ છે. જેમનું મેનેજમેન્ટ ઈપીએફઓ કરે છે.  જેમાંથી 50 ટકાથી વધુ અર્થાત 49.15 લાખ પેન્શનધારકોને માસિક રૂ. 1500થી પણ ઓછું પેન્શન મળે છે. જ્યારે 78.7 લાખ પેન્શનધારકોને (96 ટકા)ને માસિક રૂ. 40000 અને 80.9 લાખ પેન્શનર્સ (99 ટકા)નું માસિક પેન્શન રૂ. 6000થી ઓછું છે. જ્યારે 53541 પેન્શનર્સ (0.65 ટકા) પેન્શનર્સને જ માસિક રૂ. 6000થી વધુ પેન્શન મળે છે.

આ પણ વાંચોઃ રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?... ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ

ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન માત્ર રૂ. 1000

ઈપીએસ-95 હેઠળ લઘુત્તમ પેન્શન રૂ. 1000 પ્રતિ માસ છે. જે મળખાગત જરૂરિયાતો પૂરી કરવા માટે પર્યાપ્ત નથી. નાણાકીય સલાહકારોનું માનવુ છે કે, જો તમે મેટ્રો શહેરમાં રહે છે, તો તેમના માટે આ પેન્શન પર એક દિવસનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થશે. વેપાર સંગઠનોએ વારંવાર તર્ક આપ્યો છે કે, આટલું ઓછું પેન્શન નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પણ પ્રદાન કરવા સક્ષમ નથી. જ્યારે આવશ્યક ચીજ-વસ્તુઓની કિંમત સતત વધી રહી છે. વેપાર સંગઠની માગ છે કે, લઘુત્તમ માસિક પેન્શન વધારી રૂ. 9000 કરવામાં આવે તેમજ શ્રમ મંત્રાલય સમક્ષ 17 માગ રજૂ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ માત્ર કર્મચારીઓના કલ્યાણ માટે જ નહીં, પણ સામાજિક સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે.

23028 કરોડનું પેન્શન ફાળવ્યું

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદવાલેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઈપીએસ-95 હેઠળ કુલ પેન્શન ફાળવણી 2023-24માં વધી રૂ. 23028 કરોડ થઈ છે. જે 2022-23માં રૂ. 22113 કરોડ હતી. આ સમયે ઈપીએફઓની આવકમાં વૃદ્ધિ થઈ છે. ઈપીએફઓની વ્યાજ મારફત આવક ગતવર્ષે રૂ. 52171 કરોડથી વધી રૂ. 58669 કરોડ થઈ છે. વ્યાજ સહિત અન્ય આવક રૂ. 564 કરોડથી વધી રૂ. 864 કરોડ થઈ છે. માર્ચ, 2025 સુધી નિષ્ક્રિય ખાતામાં રૂ. 10898  કરોડની રકમ જમા થઈ છે.