Business Plus

અપીલ કરવા માટે સરકાર માટે નાણાંકિય લિમિટ કેટલી ?

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્ષ એન્ડ કસ્ટમ્સ દ્વારા GST અપીલો પર નિયંત્રણ લાવવા નાણાકીય મર્યાદા નક્કી કરાઈ છે. પરિપત્ર 207/1/2024 - GST, તારીખ 26 જૂન 2024 મુજબ, GSTAT માટે ₹20 લાખ, હાઈકોર્ટ માટે ₹1 કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે ₹2 કરોડની મર્યાદા લાગુ પડશે. આ નિયમ વેરા, વ્યાજ કે દંડની રકમ પર આધારિત રહેશે. જોકે, બંધારણીય મુદ્દાઓ કે મહત્વના કેસોમાં આ મર્યાદા લાગુ પડશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

અપીલ કરવા માટે સરકાર માટે નાણાંકિય લિમિટ કેટલી ?
  • વેચાણવેરો - સોહમ મશરુવાળા

બેફામ અપીલો થાય નહીં તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્ષ એન્ડ કસ્ટમ્સ દ્વારા અપીલ કરવા માટે એક નાણાંકિય લીમીટ નક્કી કરી છે જે ખાતાએ ધ્યાને લેવાની થાય. આ બાબતે પરિપત્ર ક્રમાંક ૨૦૭/૧/૨૦૨૪ - ય્જી્ તારીખ ૨૬ જૂન ૨૦૨૪ દ્વારા લીમીટ નક્કી કરી છે.
ય્જી્ કાયદાની જોગવાઈ
ભય્જી્ કાયદાની કલમ ૧૨૦ હેઠળ સરકારને અધિકાર આપ્યો છે નક્કી કરવા માટે કે ક્યાં સંજોગોમાં અપીલ કરી ના શકાય. કલમ ૧૨૦ની પેટા કલમ (૧) પ્રમાણે અપીલ કરવા માટે નાણાંકિય લીમીટ નક્કી કરવાની સત્તા આપી છે.
નાણાંકિય લીમીટ
પરિપત્ર ૨૦૭/૧/૨૦૨૪ - ય્જી્ પ્રમાણે બોર્ડ દ્વારા નાણાંકિય લીમીટ નક્કી કરી છે. ખાતા માટે ય્જી્છ્ અપીલ માટે રૂા. ૨૦ લાખ, હાઈકોર્ટ માટે રૂા. ૧ કરોડ, અને સુપ્રિમ કોર્ટ રૂા. ૨ કરોડની લીમીટ નક્કી કરી છે. જે કિસ્સામાં વેરો, વ્યાજ, દંડ બધુ હોય તે વખતે લીમીટ ગણવા માટે માત્ર વેરાની રકમ જોવાની રહેશે. જે કિસ્સામાં માત્ર વ્યાજ અથવા દંડ અથવા ફી લાદેલી હશે તેમાં તેની જ રકમ જોવાની રહેશે. જે કિસ્સામાં વ્યાજ તથા દંડ તથા ફી હોય તેમાં બધાનો સરવાળો જોવાનો રહેશે. રિફંડના કેસમાં તમામ રિફંડની રકમ બધા હેઠ નીચે જેવાની રહેશે.
નાણાંકિય લીમીટ ક્યારે લાગુ પડશે નહીં
અપીલ માટેની નાણાંકિય લીમીટ ધ્યાને લેવાની થશે નહીં જ્યાં ય્જી્ કાયદાની અથવા નિયમની જોગવાઈ ગેરબંધાર્ણીય ઠરાવવામાં આવી હોય, અથવા કોઈ નોટીફીકેશન કે પરિપત્ર કે સરકારી સૂચનાને ગેરબંધાર્ણીય ઠરાવવામાં આવી હોય, અથવા કોઈ કિસ્સામાં માલ અથવા સેવાના સપ્લાયના વેલ્યુએશન બાબતે અથવા કલાસીફીકેશનનો મુદ્દો અથવા રિફંડ કે પ્લેસ ઓફ સપ્લાયને લગતો હોય, અથવા તો સરકાર કે ખાતા ઉપર કોઈ કોસ્ટ કે પ્રતિકૂળ ટિપ્પણીઓ પસાર કરવામાં આવી હોય. ખાસ નોંધ લેવી કે પરિપત્ર એમ પણ ચોખવટ કરી છે કે નાણાંકિય લીમીટ કોઈ કેસમાં ઓળંગી જવાઈ હોય તો પણ અપીલ કરી નાખવી તેવો અભિગમ રાખવો ના જોઈએ અને કેસના ગુણદોષ ધ્યાને રાખી અપીલ કરવાની થાય. જ્યાં નાણાંકિય લીમીટના લીધે અપીલ નથી કરવાની ત્યાં રિવ્યુ કરનાર અધિકારીએ લખવાનું થાય કે નિર્ણય માન્ય નથી અને લીમીટના લીધે અપીલ નથી કરી.