Business Plus

દેશમાં વિજળીના કુલ ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીની ટકાવારીમાં નોંધપાત્ર વૃદ્ધી

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
દેશમાં આ વર્ષે હવામાન પર અલનીનોની અસર વચ્ચે વરસાદની અનિયમ તિતા ઉપરાંત ચોમાસા પૂર્વે હવામાનમાં રેકોર્ડ ગરમી જોવા મળી હતી તથા ચોમાસાનો આરંભ નબળો રહેતાં તથા આ ગાળામાં ગરમી વધતાં દેશમાં વિજળીનો વપરાશ નોંધપાત્ર વધી ગયો હતો. તાપમાન વચ્ચે ઠંડક મેળવવા એરકંડિશનર્સ તથા પંખાઓ અને વોટર કુલર્સ તથા રેફ્રીજરેટર્સનો ઉપયોગ નોંધપાત્ર વધી ગયો હતો અને મોટા શહેરો ઉપરાંત નાના નગરો તથા ગામડાઓમાં પણ આ હેતુસર વિજળીનો વપરાશ વધતાં વિજળીના ઉત્પાદનમાં વૈકલ્પિક એનર્જીનું મહત્ત્વ સાબીત થયું છે. આવી વૈકલ્પિક એનર્જી કે જેને રિન્યુએબલ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં સુર્યપ્રકાશમાંથી મળતી સોલાર એનર્જી તથા પવનમાંથી મળતી વિન્ડ એનર્જીનો સમાવેસ થાય છે. આ ક્ષેત્રમાં તાજેતરમાં વિજળીના ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. દેશમાં તાજેતરમાં બહાર આવેલા આંકડા મુજબ જુલાઈમાં સોલાર એનર્જી મારફત વિજળીના ઉત્પાદનમાં આશરે પચાસ ટકાની વૃદ્ધી નોંધાઈ છે. જ્યારે આ ગાળામાં પવન ઉર્જામાં વિન્ડ એનર્જી ક્ષેત્રે વિજળીનું ઉત્પાદન પણ વધ્યું છે. જો કે સોલાર એનર્જીના ઉત્પાદનમાં પણ જેટલી વૃદ્ધી થઈ છે તેની સરખામણીએ વિન્ડ એનર્જીના ઉત્પાદનમાં વૃદ્ધી ઓછી તથા માત્ર પાંચ ટકાની નોંધાઈ હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં વિજળીના કુલ ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીની ટકાવારીમાં નોંધપાત્ર વૃદ્ધી
  • ઊભી બજારે - દિલીપ શાહ
    દેશમાં આ વર્ષે હવામાન પર અલનીનોની અસર વચ્ચે વરસાદની અનિયમ તિતા ઉપરાંત ચોમાસા પૂર્વે હવામાનમાં રેકોર્ડ ગરમી જોવા મળી હતી તથા ચોમાસાનો આરંભ નબળો રહેતાં તથા આ ગાળામાં ગરમી વધતાં દેશમાં વિજળીનો વપરાશ નોંધપાત્ર વધી ગયો હતો. તાપમાન વચ્ચે ઠંડક મેળવવા એરકંડિશનર્સ તથા પંખાઓ અને વોટર કુલર્સ તથા રેફ્રીજરેટર્સનો ઉપયોગ નોંધપાત્ર વધી ગયો હતો અને મોટા શહેરો ઉપરાંત નાના નગરો તથા ગામડાઓમાં પણ આ હેતુસર વિજળીનો વપરાશ વધતાં વિજળીના ઉત્પાદનમાં વૈકલ્પિક એનર્જીનું મહત્ત્વ સાબીત થયું છે. આવી વૈકલ્પિક એનર્જી કે જેને રિન્યુએબલ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં સુર્યપ્રકાશમાંથી મળતી સોલાર એનર્જી તથા પવનમાંથી મળતી વિન્ડ એનર્જીનો સમાવેસ થાય છે. આ ક્ષેત્રમાં તાજેતરમાં વિજળીના ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. દેશમાં તાજેતરમાં બહાર આવેલા આંકડા મુજબ જુલાઈમાં સોલાર એનર્જી મારફત વિજળીના ઉત્પાદનમાં આશરે પચાસ ટકાની વૃદ્ધી નોંધાઈ છે. જ્યારે આ ગાળામાં પવન ઉર્જામાં વિન્ડ એનર્જી ક્ષેત્રે વિજળીનું ઉત્પાદન પણ વધ્યું છે. જો કે સોલાર એનર્જીના ઉત્પાદનમાં પણ જેટલી વૃદ્ધી થઈ છે તેની સરખામણીએ વિન્ડ એનર્જીના ઉત્પાદનમાં વૃદ્ધી ઓછી તથા માત્ર પાંચ ટકાની નોંધાઈ હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા.
    દેશમાં જુલાઈમાં સોલાર એનર્જીનું ઉત્પાદન વધી ૧૨ હજાર મિલીયન યુનિટ (એમયુ)ને આંબી ગયું છે. દેશમાં આ ગાળામાં વિજળીનું જે કુલ ઉત્પાદન થયું છે એ પૈકી આશરે ૧૦ ટકા ઉત્પાદન સોલાર એનર્જી ક્ષેત્રમાં થયું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, આ ગાળામાં વિન્ડ એનર્જીનું ઉત્પાદન વધી ૧૮ હજાર ૫૦૦ મિલીયન યુનિટસ (એમયુ) થયાના વાવડ મળ્યા હતા. આ ગાળામાં આ બન્ને ક્ષેત્રમાંથી વિજળીનું કુલ ઉત્પાદન આશરે ૩૭ મિલીયન યુનિટસ નજીક પહોંચ્યું છે. એપ્રિલથી જુલાઈના મહિનાના ગાળામાં સોલાર એનર્જીનું ઉત્પાદન આ ગાળામાં બાવન હજાર મિલીયન યુનિટસની સપાટી પાર કરી ગયાના નિર્દેશો મળ્યા હતા. આ ચાર મહિનાના ગાળામાં રિન્યુએબલ એનર્જીનું કુલ ઉત્પાદન ૧ લાખ ૯૫ હજાર મિલીયન યુનિટસ નજીક પહોંચ્યું છે. તથા આ ગાળામાં દેશમાં વિજળીના કુલ ઉત્પાદનમાં રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનની ટકાવારી વધી ૨૮ ટકા નજીક પહોંચી છે. સોલાર તથા વિન્ડ એનર્જીના ઉત્પાદનમાં પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર ઘટતું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
    દરમિયાન, દેશમાં એક તરફ સોલાર પાવર-વિજળીનું ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે બીજી તરફી ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રકચર મર્યાદિત રહેતાં સોલાર વિજળીના વધતા ઉત્પાદનને સાચવવા આવી એનર્જીને સ્ટોરેજ કરવા હવે બેટરી સ્ટોરેજનો વપરાશ વધારવાની યોજનાઓ વિચારાતી થઈ છે. બેટરી સ્ટોરેજના ઉપયોગ વધશે તો સોલાર એનર્જીનો વેડફાટ ઘટાડી શકાશે એવું જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં વિવિધ રિન્યુએબલ (ક્લીન) એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા ૨૦૩૦ સુધીના ગાળામાં આશરે ૫૦૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ જરૂર બનશે જ્યારે ૨૦૭૦ સુધીના ગાળામાં આવા ઈન્વેસ્ટમેન્ટનો આંકડો આશરે ૧૩ ટ્રીલીયન ડોલર સુધી પહોંચવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. દેશમાં પ્રદૂષણઅ ઘટાડવા સરકાર સોલાર પાવર તથા વિન્ડ પાવરનું ઉત્પાદન તથા વપરાશ વધારવા સરકાર પ્રયત્નશીલ બની હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
    ભારતમાં નવી દિલ્હીમાં નવેમ્બરમાં રિન્યુએબલ એનર્જીના વિષય પર એકસ્પો યોજવામાં આવનાર છે અને તેના પર હવે આ ક્ષેત્રના જાણકારોની નજર રહી છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નો વ્યાપ હવે ઝડપથી વધી રહ્યો છે ત્યારે ડેટા સેન્ટરોમાં આગળ ઉપર વિજળીનો વપરાશ નોંધપાત્ર વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
    સોલાર એનર્જીના ઉત્પાદનમાં પોલીસીલીકોન મહત્ત્વનો ભાગ ભજવે છે તથા આવા પોલીસીલીકોનના ઉત્પાદનની ક્ષમતામાં આશરે ૩૦ ગીગાવોટનો ઉમેરો ૨૦૩૦ સુધીમાં કરવા આશરે રૂ.૨૫ હજાર કરોડનું રોકાણ જરૂરી બનનાર હોવાનું તજજ્ઞાો જણાવી રહ્યા હતા.