Business Plus

ઇરાન અને સાઉદી વચ્ચે પાક.ની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની

By GS Team
27 Sep 20264 mins read
TukuTouch Logo
હુથી બળવાખોરોએ યમનના મોચા બંદર અને હનીશ ટાપુઓ પર કબજો જમાવ્યો છે. તેમણે સાઉદી અરેબિયાના શહેરો અને અરામકો સુવિધાઓ પર ડ્રોન હુમલા કર્યા, જેમાં 13 લોકો ઘાયલ થયા. સાઉદી ગઠબંધને યમનમાં હવાઈ હુમલા કર્યા. ઈરાન સમર્થિત હુથીઓએ હવે લાલ સમુદ્રના દરિયાઈ માર્ગો પર પકડ મજબૂત કરી છે, જેનાથી વૈશ્વિક વેપાર અને તેલના ભાવ પર અસર પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન અને સાઉદી વચ્ચે પાક.ની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની

ઇસ્લામિક દેશોનું કોકડું એવું ગૂંચવાયેલું છે કે જે સરળતાથી ઉકેલાઈ શકે એમ નથી. કારણ તેમના વચ્ચે શિયા અને સુન્ની જે ધાર્મિક ઝઘડો છે તેમાં 'ઇસ્લામ એક હૈ'નો છેદ ઉડી જાય છે.
આ લખી રહ્યો છું તેના થોડા દિવસ અગાઉ જ હુથી બળવાખોરોએ યમનના પશ્ચિમ કિનારાના મહત્વના વિસ્તારો, વ્યૂહાત્મક મોચા બંદર અને રેડ સી (લાલ સમુદ્ર)માં આવેલા હનીશ ટાપુઓ પર કબજો જમાવી લીધો છે.
હુથીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણી શહેરો (જેવા કે ખામીસ મુશૈત, આભા, તાંઈફ) અને સાઉદીની સરકારી ઓઈલ કંપની આરામકોની સુવિધાઓ પર અસંખ્ય બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે હુમલા કર્યા છે.આ હુમલામાં સાઉદીમાં ૧૩ લોકો ઘાયલ થયા હતા.
સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધને પણ યમનમાં હુથીઓના ઠેકાણાઓ પર સેંકડો હવાઈ હુમલા કર્યા છે. તો સામે હુથીઓએ દાવો કર્યો છે કે તેમણે સાઉદીનું એક ખ-૧૫ ફાઈટર જેટ પણ તોડી પાડયું છે. જેણે અમેરિકાની આબરૂના લીરા ઉડાડયા.
સાઉદી એર ડિફેન્સે પવિત્ર શહેર મક્કાની દક્ષિણે એક હુથી ડ્રોનને તોડી પાડયું હતું, જેને સાઉદીએ 'રેડ લાઈન' ગણાવી છે, જોકે હુથીઓએ મક્કાને નિશાન બનાવવાનો ઈન્કાર કર્યો છે. હુથી એ શિયા સંગઠન છે અને તેને ઈરાનનો ફુલ સપોર્ટ છે.
આ ઝઘડાની સૌથી મોટી ચિંતા એ છે કે હુથીઓએ હવે બાબા અલ માંદેબ સમુદ્રધૂની અને રેડ સીના દરિયાઈ માર્ગો પર પકડ મજબૂત કરી છે. આ એ માર્ગ છે જ્યાંથી દુનિયાનો મોટાભાગનો વેપાર અને તેલ (ક્રૂડ ઓઈલ) પસાર થાય છે. સાઉદીની ઇસ્ટ-વેસ્ટ ઓઇલ પાઇપલાઇન પણ હુમલાને કારણે પ્રભાવિત થઈ છે. જો આ જંગ લાંબો ચાલશે તો વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધી શકે છે અને મોંઘવારી પણ વધી શકે છે.
સાઉદીએ હમણાં જ જે મક્કા કરાર કર્યો છે તેના માટે પાકિસ્તાનમાં તેના સુરક્ષા મંત્રી ખ્વાજા આસિફે સાઉદીને સહકાર આપવાની વાત કહી પરંતુ જ્યાં સુધી આસિફ મુનીર પરમિશન ના આપે ત્યાં સુધી રબ્બર સ્ટેમ્પ સુરક્ષા મંત્રીનું શું ઊપજે? મુલ્લાં મુનીરને ખબર છે કે જો યમનના હુથીઓ વિરુદ્ધ અને સાઉદીની ફેવરમાં જો પાકિસ્તાન લડવા આવે તો ઈરાન નારાજ થઈ જાય. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ગેસ પાઈપ લાઇન નાખવાંનો કરાર થયેલ છે. જેમાં ઈરાન પોતાના દેશમાંથી પાકિસ્તાનની સરહદ સુધી પાઇપલાઇન નાખે અને પાકિસ્તાનને પોતાના દેશમાં ઈરાનની સરહદે નક્કી કરેલા સ્થળ સુધી પાઇપલાઇન નાખવાનો કરાર હતો. જેમાં ઈરાને તેમની પાઇપલાઇન નાખી સમયસર કામ પૂરું કર્યું. પરંતુ પાકિસ્તાન પોતાનું કામ કરવામાં નિષ્ફળ ગયુ અને એવું કારણ આપ્યું કે અમેરિકાના દબાણના કારણે અમે આ નથી કરી શકતા. આ કરારની શરત મુજબ ૧.૫ લાખ કરોડ રૂપિયાથી વધુનો પાકિસ્તાન પર દંડ લાગુ પડી શકે છે. અને તેને પેરિસની આર્બીટ્રેટર કોર્ટમાં ઘસેડી જાય તેમ છે. આથી પાકિસ્તાન ઈરાન સામે પણ કશું બોલી નથી શકતું. અમેરિકાને પણ કશું કહી નથી શકતું કે તેમને પરમિશન આપે. આમ બંને તરફથી પાકિસ્તાન સલવાયેલું છે. બીજા પણ બહાના કાઢયા કે એગ્રીમેન્ટમાં નવું યુદ્ધ થાય તો અમે જોડાઈશું એવો ક્લોઝ છે વગેરે વગેરે.
અમેરિકા અને તુર્કીએ પણ સહકાર આપવાની ના પાડી દીધી છે. અમેરિકાએ કહ્યું કે અમે તમને ઇન્ટેલિજન્સ સપોર્ટ કરીશું. આમ કહી અમેરિકાએ હાથ ખંખેરી નાખ્યા. સાઉદીએ યુ.કે પાસે પણ મદદ માંગી તો તેણે પણ મદદ કરવાની ના પાડી. આ બધું જ થાય એવું અમેરિકા ઇચ્છતું હતું. કારણ ? હવે સાઉદી પાસે ઇઝરાયલના ઘૂંટણીએ પડવા સિવાય કોઈ ચારો ન હતો. થયું પણ એવું જ કે ઇઝરાયલ પાસે મદદ માંગવી પડી. મક્કા પર હુમલો થાય અને ઇસ્લામિક સંગઠનો ના પાડે અને મક્કાની પવિત્ર ભૂમિને બચાવવા ઇસ્લામના કટ્ટર કાફિર દુશ્મન ઇઝરાયલ જ મદદ કરવા આગળ આવે આ પણ કેવી વિધાતાની વિચિત્રતા કહેવાય !
ઇઝરાયલ મદદ જરૂર કરશે પરંતુ તેની સામે અબ્રાહમ એકોર્ડ પર સહી કરાવશે. જે સાઉદી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના પ્રમુખ છે અને જેનો ઉદ્દેશ જ મક્કાની પવિત્ર ભૂમિના રક્ષણનો છે તેને બચાવવા યહૂદી ઇઝરાયલ આગળ આવે છે એટલે સાઉદી અબ્રાહમ એકોર્ડ સાઈન તો કરશે.
હવે જો ઇઝરાયલ સાઉદીને મદદ કરશે તો ઈરાન કહેશે કે અમે તો પહેલેથી જ કહીએ છીએ કે સાઉદી અને ઇઝરાયલ એક જ છે. આમ સાઉદીને નહીં લેવા નહીં દેવા આ ઝઘડામાં ખેંચાવું જ પડશે. ઈરાન પણ ઈચ્છે છે કે સાઉદી મેદાનમાં આવે તો મિડલ આખાને સળગાવી શકાય. અમેરિકા પણ યુદ્ધ ઈચ્છે છે. તો જ તેનું વેનેઝુરલાથી ચોરેલું ઓઈલ અને શો વેચાય. સરવાળે દરેકને પોત પોતાનો સ્વાર્થ સાધવાનો છે.
પરેશ કે. ભટ્ટ