Business Plus

લીમીટેશન બચાવવા કલમ 74 હેઠળ નોટીસ ના અપાય

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે GST કાયદા હેઠળ અધિકારીઓ દ્વારા કલમ 74ના અંધાધૂન ઉપયોગ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તાજેતરમાં, ટાટા સ્ટીલ લિ. વિ. યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં, કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર સમય મર્યાદા બચાવવા 'સપ્રેશન' લખી કલમ 74 હેઠળ નોટિસ આપી શકાય નહીં. આ ચુકાદાથી વેપારીઓને 100% દંડમાંથી રાહત મળી છે અને કલમ 74 હેઠળની નોટિસો રદબાતલ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લીમીટેશન બચાવવા કલમ 74 હેઠળ નોટીસ ના અપાય
  • વેચાણવેરો - સોહમ મશરુવાળા
    GST કાયદા હેઠળ અધિકારીઓ દ્વારા અંધાધૂન કલમ ૭૪ હેઠળ આદેશ કરવામાં આવે અને તમામ કેસમાં ફોડ, વિલફૂલ મિસસ્ટેટમેન્ટ અથવા માહિતી છુપાવવાનું લખીને વેપારી આલમ ઉપર ૧૦૦ ટકા દંડ ફટકારવામાં આવે છે.
    તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા મે ટાટા સ્ટીલ લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડિયા (૨૦૨૬ INSC ૯૨૦) તારીખ ૨૫.૮.૨૦૨૬ ના રોજ ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. જ્યારે ખાતા દ્વારા કલમ ૭૩ હેઠળની નોટીસ આપવાની રહી જાય છે તે વખતે તે કલમ ૭૪ હેઠળ નોટીસ ફટકારી દે છે. પ્રસ્તુત ચૂકાદાથી આવી નોટીસોને રદબાતલ કરવાની થાય.
    કેસની હકીકત
    અરજદારને ખાતા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ માટે CAG ઓડીટની તકલીફ અને વાંધા લીધે કલમ ૭૪ હેઠળ નોટીસ આપવામાં આવી હતી. અરજદારે તેમ ચોક્કસપણે કલમ ૭૪ લાગુ પડે નહીં તેમ નિવેદન આપતા નોટીસને માન. હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ કરી. આમાં મામલો મુખ્યત્વે ત્રણ વર્ષ દરમિયાન વેરાશાખ મિસમેચનો હતો અને કોઈ રકમનું ઓછું ચુકવણીનો હતો. સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હતી અને નોટિસને ફરી જીવંત કરવા માટે ૧ જૂલાઈ, ૨૦૨૫ના રોજ પ્રોટેકટીવ ડિમાન્ડ ઉપસ્થીત કરવાનો પ્રયાસ કર્યો. તમામ ઝઘડો સુપ્રિમ કોર્ટ સમક્ષ ગયો.
    અરજદારની દલીલ
    અરજદારે રજુઆત કરી કે કલમ ૭૪ લાગુ પડે નહીં કારણ કે કલમ ૭૪ પ્રમાણે એક પણ ઘટના ઘટી નથી અને નોટીસમાં માત્ર 'સપ્રેશન' લખી નોટીસ પાઠવી જે અયોગ્ય છે.
    સરકારની દલીલ
    સરકારે દલીલ કરી કે કલમ ૭૩ હેઠળ કાર્યવાહી કરવાનો સમય પતી ગયો હોવાથી કલમ ૭૪ હેઠળ નોટિસ આપી છે. વધુમાં સરકારના હીતમાં નોટિસ આપવામાં આવી છે.
    સુપ્રિમ કોર્ટનો ચૂકાદો
    સુપ્રિમ કોર્ટ દ્વારા ખાસ નોંધ્યું કે નોટિસમાં માત્ર સપ્રેશન લખી નાખી કલમ ૭૪ હેઠળ આદેશ કરી નાખ્યો છે જે અયોગ્ય છે. માત્ર સમય મર્યાદા બચાવવા માટે કઈ કલમ ૭૪ હેઠળ નોટિસ આપી ના શકાય. વધુમાં નોટીસમાં કલમ ૭૪ હેઠળ કેવી રીતે કેસ કરવાના છે તેનું ફાઈન્ડેશન આપવું વ્યાખ્યા પ્રમાણે અનિવાર્ય છે. માત્ર સપ્રેશન છે તેમ લખી કઈ કલમ ૭૪ હેઠળ કાર્યવાહી ના થાય. આમ, પ્રોટેકટીવ ડિમાન્ડનો આદેશ અને નોટિસ રદબાતલ કર્યા.