Business Plus

MSMEsને વધુ એક ફટકો પડયો ઇમર્જન્સી ક્રેડીટ ગેરંટી યોજના આર્થિક સહાયનું શટર પાડી દેતાં આંચકો

By GS Team
30 Aug 20265 mins read
TukuTouch Logo
માઇક્રો,સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝની કેટેગરીમાં (MSME) આવતા નાના ઉદ્યોગાની સંખ્યા ૭.૪૭ કરોડના વટાવી ગઇ છે. આ ક્ષેત્ર ૩૨.૮૨ કરોડ લોકોને રોજગારી આપે છે. ભારતના જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો ૩૧ ટકા જેટલો છે. જે ક્ષેત્રનો ફાળો ૩૧ ટકા જેટલો હોય તેને વધુ પ્રત્સાહન મળવું જોઇએ તેના બદલે ભારત સરકાર તેમને આપવાની પ્રોત્સાહક નિતીથી દુર રહે છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલું આ ક્ષેત્રને તાજેતરમાં વધુ એક ફટકો ઇમર્જન્સી ક્રેડીટ યોજનાનના નામે પડયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MSMEsને વધુ એક ફટકો પડયો ઇમર્જન્સી ક્રેડીટ ગેરંટી યોજના આર્થિક સહાયનું શટર પાડી દેતાં આંચકો
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    માઇક્રો,સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝની કેટેગરીમાં (MSME) આવતા નાના ઉદ્યોગાની સંખ્યા ૭.૪૭ કરોડના વટાવી ગઇ છે. આ ક્ષેત્ર ૩૨.૮૨ કરોડ લોકોને રોજગારી આપે છે. ભારતના જીડીપીમાં આ ક્ષેત્રનો ફાળો ૩૧ ટકા જેટલો છે. જે ક્ષેત્રનો ફાળો ૩૧ ટકા જેટલો હોય તેને વધુ પ્રત્સાહન મળવું જોઇએ તેના બદલે ભારત સરકાર તેમને આપવાની પ્રોત્સાહક નિતીથી દુર રહે છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલું આ ક્ષેત્રને તાજેતરમાં વધુ એક ફટકો ઇમર્જન્સી ક્રેડીટ યોજનાનના નામે પડયો છે.
    રોકડની અછતનો સામનો કરી રહેલા નાના એકમો માટે ૨.૫ કરોડની સહાય યોજના ૩૧ માર્ચથી ૨૦૨૬થી શરૂ કરાઇ હતી જે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી ચાલવાની હતી. પરંતુ તાજેતરમાં તેને અચાનક પાછી ખેંચી લેવાતાં સ્જીસ્ઈ ક્ષેત્રે કચવાટ જોવા મળી રહ્યો છે. સતત નાણા ભીંસ અનુભવતા એમએસએમઇ શ્રેત્ર માને છે કે સરકાર નાના એકમોને રાહત આપતી સ્કીમ વધુ લંબાવશે તેના બદલે તેને અચાનકજ બંધ કરી દીધી હતી.
    પશ્ચિમ એશિયાના સંકટના પગલે સરકારે એમએસએમઇને આર્થિક રાહત આપવા શરૂ કરેલી યોજના પર અચાનકજ શટર પાડી દેતાં નાના એકમોમાં નિરાશા વ્યાપે તે સ્વભાવિક છે. સરકારના પ્રતિનિધિઓ અને પ્રધાનો મોટી કંપનીઓ સાથે બેઠકો કરે છે પરતું નાના એવા એમએસએમઇ એકમોની સમસ્યાઓ નિવારવાની કોઇને પડી નથી તે દેખાઇ આવે છે. સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ECLGS ૫.૦) લોન્ચ થયાના ત્રણ મહિનાની અંદર જ સમાપ્ત કરી દીધી છે. સરકાર કહે છે કે તેના માટે ફાળવવામાં આવેલી રૂ. ૨.૫ લાખ કરોડની ક્રેડિટ ગેરંટીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયાના સંકટને પગલે ટૂંકા ગાળાની રોકડની અછતનો સામનો કરવા માટે વ્યવસાયોને મદદ કરવા માટે ૫ મેના રોજ શરૂ કરાયેલી આ યોજના ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી ચાલવાની હતી.
    આ યોજનાનું સંચાલન કરતી નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની એ બેંકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ યોજના માર્ગદર્શિકા જારી થયાની તારીખથી ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધી અથવા રૂ. ૨.૫૫ લાખ કરોડ (સ્થાનિક એરલાઇન્સ માટે ૫,૦૦૦ કરોડ સહિત)ની ગેરંટી જારી ન થાય ત્યાં સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી મંજૂર કરાયેલી તમામ લોન પર લાગુ પડશે. આ સંદર્ભમાં, એવી માહિતી આપવામાં આવે છે કે એમએસએમઈ/નોન એમએસએમઈ એકમો માટે સભ્ય ધિરાણ સંસ્થાઓને આપવામાં આવેલી ક્રેડિટ ગેરંટી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ફાળવવામાં આવેલા રૂ. ૨.૫૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
    જાણકારોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાના અચાનક બંધ થવાથી જાહેર ક્ષેત્રની બેંકો, નાણાકીય સંસ્થાઓ અને એમએસએમઈ ધિરાણ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર ચિંતા ફેલાઈ છે.
    ઘણી બેંકોએ લાયક ઉધાર લેનારાઓ માટે આ યોજના હેઠળ લોન સુવિધાઓની પ્રક્રિયા અને મંજૂરી આપી હતી. ચોમાસા અને આગામી તહેવારોની મોસમ પછી તેમની વધેલી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું. આ સમયગાળો ઘણા એમએસએમઈ માટે ઇન્વેન્ટરી બનાવવા, ગ્રાહક ઓર્ડર પૂરા કરવા, બાકી બેલેન્સનું સંચાલન કરવા અને માંગમાં મોસમી વધારા માટે તૈયારી કરવા માટે મહત્વપૂર્ણ છે.
    બેંકરોએ જણાવ્યું હતું કે ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા ક્રેડિટ ગેરંટી પોર્ટલ એપ્લિકેશન નંબર્સ જારી કરવાનું બંધ કરવાનો નિર્ણય બેંકો માટે અણધાર્યો હતો. બેંકોએ પહેલાથી જ ડયુ ડિલિજન્સ હાથ ધર્યું હતું અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યું હતું. તે મુજબ લોન મંજૂર કરવામાં આવી હતી, અને ઉધાર લેનારાઓને આ લાભો વિશે જાણ કરવામાં આવી હતી.
    ઘણા કિસ્સાઓમાં, ક્રેડિટ ગેરંટી પોર્ટલ એપ્લિકેશન નંબર જારી કરવામાં અચાનક રોક લાગવાને કારણે લોન વિતરણ સુધી પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. આનાથી બેંકો અને લોન લેનારા બંને માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. જે દેવાદારોને મંજૂર લોન સુવિધાઓ વિશે જાણ કરવામાં આવી હતી તેઓ હવે ભંડોળની અછતનો સામનો કરી શકે છે, જ્યારે તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતોમાં વધારો થવાની ધારણા છે. નાણા મંત્રાલયે ૭ જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના હેઠળ તેની શરૂઆતથી ૪૧૧,૪૯૭ ગેરંટી જારી કરવામાં આવી છે, અને ગેરંટી રકમ રૂ. ?૧.૫૫ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મંત્રાલયે આને ક્રેડિટ ઇકોસિસ્ટમમાં યોજનાના ઝડપી અપનાવવાના સંકેત તરીકે વર્ણવ્યું હતું.
    ૩ ઓગસ્ટના રોજ, નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની એ સૂચવ્યું હતું કે ફક્ત પાત્ર એમએસએમઈ દેવાદારોને જ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ત્યારબાદ, ૧૮ ઓગસ્ટના રોજ, બેંકોને જાણ કરવામાં આવી હતી કે એસએમઈ અને નોન એસએમઈ દેવાદારો બંનેને લાગુ શરતોને આધીન, પહેલા આવો, પહેલા સેવાના ધોરણે આવરી લેવામાં આવશે.
    નાના અને મધ્યમ ઉદ્યોગોના સંગઠને (ખૈંજીસ્ઈ) જણાવ્યું હતું કે યોજના બંધ થવી એ એમએસએમઈ માટે નકારાત્મક સંકેત છે. એમએસએમઈ પાસેવધુ ઉત્પાદન ક્ષમતા છે અને તેમને તેમના બિલ અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે કાર્યકારી મૂડીની જરૂર છે. સરકારે વધારાની ક્રેડિટ ગેરંટી સાથે આ યોજનાનો વિસ્તાર કરવો જોઈએ.
    નાનું એકમ ચલાવવું તે બહુ આસાન વાત નથી. મોટા ભાગના એકમોમાં સીઇઓ, એકાઉન્ટન્ટ, બેંકના કામકાજ સંભાળનાર વગેરે કામ માલિક જ કરતા હોય છે. તેને બધું જ આવડે છે છતાં તે કાયમ પૈસાની મંદી અનુભવ્યા કરે છે. અનેક નાના એકમેાના માલિકોનો બપોર સુધીનો સમય બેંકના ચક્ર કાપવામા ંજાય છે અને બાકીનો સમય ઉત્પાદનના કામમાં જાય છે.
    આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (છૈં) અને બિઝનેસનું એક્પસાન્સન કરવામાં કોમ્યુનિકેશન કરવામાં તેને બહુ રસ હોય છે પરંતુ ડેલી રૂટીનમાં તે એટલો બધો અટવાયેલો રહે છે કે તેની પાસે સમયજ નથી હોતો. એમએસએમઇ ક્ષેત્ર કહેવાય નાનું પણ વિસ્તારમાં રોજગારી આપવામાં તેનું મહત્વ વધારે હોય છે. કેટલાક એમએસએમઇ પગારો ચૂકવવામાં બહુ નિયમિત હોય છે તો કેટલાક પેમેન્ટ નથી આવ્યું કહીને પગાર જેવો મહત્વનો મામલો ટલ્લે ચઢાવે રાખે છે. આ ક્ષેત્રનો ફાળો ભારતના જીડીપીમાં ૩૧ ટકા જેટલો હોવા છતાં તેમને ઉપયોગ બરાબર થતો નથી તે દેખાઇ આવે છે.
    એમએસએમઇને પેમેન્ટ નિયમિત મળી રહે તે માટે પણ સરકારે કાયદાની રચના કરી છે પરંકુ મોટી કંપનીઓ અને સરકારી ખાતા નાના એકમોને ગાંઠતા નથી. જે પેમેન્ટ ૪૫ દિવસે મળવું જોઇએ તે હજુ પણ ૬૦ દિવસ સુધી મળતું નથી.
    ખરેખર એમએસએમઇ ચલાવવું તે એક ચેલેન્જ સમાન હોય છે. રોજીંદા પડકારોનો સામનો કરવામાં તે એટલો વ્યસ્ત રહે છે કે કંપનીના ડેવલોપમેન્ટ કે અન્ય ક્રિયેશનનું વિચારી શકતો નથી.