MSME ક્ષેત્રની રોજીંદા સ્તરની - 7 ચેલેન્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MSME ક્ષેત્રની રોજીંદા સ્તરની ૭ ચેલેન્જ… જે લોકો પોતાનો બિઝનેસ કરવા માંગે છે તેવા લોકોને સરકારી સહાય મળે છે કે આસાનીથી લોન મળે છે તેમ માનવાની જરૂર નથી. આવા લોકો ખુબ મહેનત કરે છે અને રેતીમાં વહાણ ચલાવે રાખે છે. જેે દેશમાં સાત કરોડથી વધુ એમએસએમઇ હોય અને જે ૩૨ કરોડથી વધુ લોકોને રોજગારી આપતું હોય તે ક્ષેત્ર તરફ સરકારની ઉપેક્ષા દેખાઇ આવે છે. આવા નાના બિઝનેસમેન રોજ સવારે ઉઠીને અનેક સમસ્યાોને સામનેા કરે છે. તેનો અહીં ઉલ્લેખ કર્યો છે.
૧. હાથમાં પૈસો ના હોવો, સતત પૈસાની અછત
અનેક નાના એકમો એવા છે કે જે દેખાવે સમૃધ્ધ હોય પરંતુ તેમનું બેંક એકાઉન્ટ કટોક્ટ ચાલતું હોય છે. ખરીદનાર ૬૦થી ૯૦ દિવસની ક્રે્રેડીટ માંગે છે જ્યારે પ્રોડક્ટ બનાવવા માલ ખરીદવા માંડ ૨૦ દિવસની ક્રેડીટ મલે છે. જ્યાં સુધી આગળના પૈસા ના આવે ત્યાં સુધી બીજો માલ બનાવી શકાતો નથી. જો પૈસો સમયસર ખરીદનાર ના આપે તો ઉત્પાદન ઠપ થઈ જાય કે બહારથી ઉંચા વ્યાજે પૈસા લાવવા પડે છે. વારંવાર આમ કરાતાં દેવું વધે છે.
૨. એક હથ્થું શાસન
એમએસએમઇ ક્ષેત્રે જે માલિક છે તે જ એકાઉન્ટન્ટ છે અને તેજ બેંકના અને બીલીંગના કામો સંભાળે છે. હવે જ્યારે ગ્રાહક અને માલ સપ્લાય બંનેને કોઇ કામની જરૂર પડે છે ત્યારે એકજ વ્યક્તિ સમસ્યા સાંભળે પણ છે અને તેનું સોલ્યુશન પણ આપે છે. એક તરફ બેંકમાં ચેકો પાછા ના જાય તેનું ટેન્શન અને બીજી તરફ ગ્રાહકોને સાચવવાના પ્રયાસો માલિકને મૂંજવી મારે છે.
૩. હિસાબોમાં ધ્યાન રહી શકતું નથી..
નાના એકમોની સૌથી મોટી સમસ્યા એકાઉન્ટ નિયમિત રાખવાની છે. કોને માલ મોકલ્યો અને કોને ત્યાંથી ખરીદ કરી વગેરેના હિસાબ બીલ પરથી જાણી શકાય છે પરંતુ કારખાનામાં કરાતા નાના મોટા ખર્ચાના હિસાબો રાખી શકાતા નથી તેના કારણે ઘાટ કરતાં ઘડામણ મોંધી થાય તેવું જોવા મળે છે. સ્ટાફના નાસ્તા-પાણી પાછળનો ખર્ચ વહેલો મોડો કાપવો પડે છે. રીક્ષા ખર્ચ, વ્યાજની રકમ બેકાબુ બને તે પહેલાં ચેતી જવું જોઇએ.
૪. ટેલેન્ટ ધરાવતા સ્ટાફની શોધ ચાલુ રાખવી
માલિકની ગેરહાજરીમાં ગ્રાહક સાથે વાતચીત કરી શકે એવા ટેલેન્ટેડ સ્ટાફની દરેકને જરૂર હોય છે. કેટલાક સ્ટાફને તૈયાર કરી શકાય છે તો ક્ટલો સ્ટાફ તૈયાર થયા પછી બીજી કંપનીમાં જમ્પ મારી દે છે. સારા સ્ટાફને સાચવવાની કળા નાના એકમો પાસે નથી હોતી. તેના કારણે કોઇ ખરીદનાર કારખાના પર આવે ત્યારે તેને એકજ જવાબ મળે છે કે શેઠ આવે ત્યારે આવજો. આમ ગ્રાહકને જવા દેવામાં આવે છે. તેના માટે ટેેલન્ટેડ સ્ટાફની જરૂર રહે છે.
૫. ઓળખીતાને ગ્રાહક રાખવાના બદલે માર્કેટીંગ જરૂરી
નવું યુનિટ શરૂ કરનારા પોતાના ઓળખીતા ગ્રાહકો પાસે વધુ જાય છે કે કોઇના રેફરન્સથી ગ્રાહકો શોધે છે. જોકે આવા લોકો સાથે વેચાણ કરવામાં ભાવની બાંધછોડ કરવી પડે છે. હકીકતો તો ગ્રાહકો શોધવા માર્કેટમાંજ જવું પડે અને તે માટે સેલ્સમેન પણ રાખવા પડે છે. બહુ ઓછા લોકો સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરે છે.
૬. ટેકનોલોજી ચોક્કસપણે મદદ કરે છે
ટેકનોલોસજી સતત નવ અપડેટ સાથે આવે છે. પરંપરાગત રીતે ચાલતી ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં ફર્ક પડે છે. તે માટે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનની મુલાકાત પણ લેવી જોઇએ અને તેમાં પોતાનો સ્ટોર્સ ખોલીને લાભ પણ લેવો જોઇએ. લોકો વચ્ચે સતત રહેવાથી નવી ટેકનોલોજીનું જ્ઞાાન મળી શકે છે.ઇમેલનો ઉપયોગ,આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ વગેરે મહત્વના બને છે.
૭. પડશે એવી દેવાશે વાળી નિતીને ફગાવી દો
કેટલાક લોકો ઉત્પાદન એકમ ચલાવવામાં બહુ રફ હોય છે. પડશે એવી દેવાશે જેવી નિતીએ અનેકને ડૂબાડયા છે. દરેક ખર્ચ અને રોકાણ પ્લાનીંગ સાથે કરવું જોઇએ.માર્કેટમાં તેજી હોય અને બેંકમાં બેલેન્સ હોય ત્યારે બિઝનેસ આસાનીથી ચાલે છે પરંતુ જેવી મંદી ટકોરા મારશે ત્યારે બચાવેલું બેલેન્સ અને કરકસરથી બચાવેલા રૂપિયા કામમાં આવશે. વ્યૂહાત્મક પ્લાનથીજ બિઝનેસ આગળ વધી શકે છે.




