બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info


100 કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવવા તૈયાર
વૈશ્વિક કંપનીઓમાં ગુજરાતના ગિફ્ટ સિટીની બોલબાલા છે. એક અહેવાલ અનુસાર આગામી ૧૨ થી ૧૮ મહિનામાં પોતાની કંપનીની ઓફિસ ગિફ્ટ સિટીમાં ખોલવા ૧૦૦ જેટલી કંપનીઆએેેે મોર્ગન એન્ડ સ્ટેનલીનો સંપર્ક કર્યો છે. ગિફ્ટ સિટી માટે કંપનીઓેએ બતાવેલો રસ દર્શાવે છે કે બેંકિંગ અને પેમેન્ટ સોલ્યુશન જેવા ક્ષેત્રે કંપનીઓ દેશના ફાયાનાન્સિયલ હબમાં પોતાની હાજરી રાખવા માંગે છે. દુબઇ અને હોંગકોંગની સરખામણીમાં ઉભું રહી શકે એવું ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી(ય્ૈંખ્ ભૈાઅ) ખાતે હાલમાં ૧૦ કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ છે. વૈશ્વિક મલ્ટીનેશનલ કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવવા તૈયારી બતાવી રહી છે.

76,000 સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ પાસે
કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન જીતેન્દ્ર સિંહે તાજેતરમાં કહ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસીત દેશ બનાવવાની દિશામાં મહિલાઓનો ફાળો વિશેષ હશે એમ દેખાઇ રહ્યું છે. મહિલાઓના નેતૃત્વ આધારીત વિકાસ દેશને વિકસીત બનાવી શકશે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં ૭૬,૦૦૦ સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. આ મહિલાઓ નાના શહેરો અને ટાઉન લેવલમાંથી આવે છે. તેમને ત્યાં જોબ કરતી મહિલાઓ પણ તેમના ગામનીજ હોઇ તે આર્થિક રીતે સધ્ધર થઇ શકે છે. ૭૬,૦૦૦ સ્ટાર્ટઅપ મહિલાઓ ચલાવતી હોય ત્યારે તેમની કાર્યક્ષમતાની પણ પ્રશંસા થવી જોઇએ.
18 વર્ષથી ટાટા બ્રાન્ડ ટોપ પર
ભારતની સૌથી વધુ વેલ્યુએબલ બ્રાન્ડ તરીકે ટાટાએ દેશમાં તેનું પ્રથમ સ્થાન છેલ્લા ૧૮ વર્ષથી જાળવી રાખ્યું છે. જ્યારે અદાણી ગૃપ બ્રાન્ડ બજારમાં પહેલી વાર ટોપ ટેનમાં પ્રવેશ્યું છે. બ્રાન્ડ ફાયાનાન્સ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવાયું છે કે જે કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ તેમજ રિન્યૂએબલ એનર્જીમાં કરે છે તે બ્રાન્ડ બજારમાં વધુ મજબૂત જોવા મળી છે. ભારતની ૧૦૦ ટોપ બ્રાન્ડની સંયુક્ત વેલ્યૂ ૨૫૨.૮ અબજ ડોલર પર પહોંચી છે. છેલ્લા ૧૮ વર્ષથી ટોપમાં રહેલી ટાટા બ્રાન્ડની વેલ્યૂ ૩૩.૬ અબજ ડોેલર આંકવામાં આવી છે જે ગત વર્ર્ષ કરતાં ૬ ટકા વધારે છે.

હોસ્પિટાલીટી ઉધ્યોગમાં જોબના ધાંધીયા
ભારતના હોસ્પિટાલીટી ઉધ્યોગમાં જોબ કરવાથી યુવાનો દુર રહે છે. હાલમાં હોસ્પિટાલીટી ક્ષેત્રે ૧૧.૮ મિલીયન જેટલો સ્ટાફ છે આ સંખ્યા ૨૦૩૦ સુધીમાં ૧૪.૮ મિલીયન પર પહોંચશે. આ ક્ષેત્રને યુવા વર્ગ બહુ પસંગ નથી કરતો કેમકે નોકરીના વધુ કલાકો, વધુ કલાકોની શિફ્ટ,નબળા પગાર ધોરણો તેમજ જોબના કોન્ટ્ર્ક્ટ પણ બહુ નબળા હોઇ યુવાનો આ ક્ષેત્ર પસંદ કરતા નથી. આ ક્ષેત્રે ભણીને આવેલાઓને ગેસ્ટસને વેલકમ કરવાનું ગમે છે પરંતુ તેને અન્ય કામમાં કલાકો સુધી વ્યસ્ત રખાય છે. યુવાનો જે ભણ્યા હોય છે તેનો ઉપયોગ આ ક્ષેત્રમાં થતો જોવા મળતો નથી. એક મોજણી અનુસાર ૬૧ ટકા લોકોને આંઠ કલાકથી વધુ કામ કરાવાય છે.









