બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોન્ટ બાય ક્રિપ્ટો..નિષ્ણાંતોની સલાહ
કેટલાક લોકો સંપત્તિ ઉભી કરવા ક્રિપ્ટો કરંસીમાં રોકાણ કરે છે. પરંતુ આર્થિક નિષ્ણાતો માને છે જે કરંસીમાં કોઇ નિયમન નથી ત્યાં રોકાણકારોએ ભરોસો ના મુકવો જોઇએ. એક મહિલા સમીટમાં એડલવાઇઝના સીઇઓ રાધિકા ગુપ્તાએ ક્રિપ્ટો કરંસી ખરીદવા બાબતે ત્રણ શબ્દોમાંજ કહી દીધું હતું કે ડોન્ટ બાય ક્રિપ્ટો. હકીકત એ છે કે ક્રિપ્ટો કંરસી સાથે કોઇને વાંધો નથી પરંતુ ભારતમાં ક્રિપ્ટો નિયમન વિનાના છે, તેમાં રોકાણ કરનારાઓને કાયદાનું કોઇ રક્ષણ મળતું નથી. તેના કારણે રોકાણકારોને રોવાનો વારો આવી શકે છે. નિષ્ણાતો એમ પણ માને છે કે જેમાં સમજ ના પડતી હોય અને સરકારે માન્યતા ના આપી હોય તેમાં રોકાણ ના કરવું.
મોબાઇલ ઉત્પાદનની PLI સ્કીમ બંધ થઇ રહી છે
ભારતને ૧૨૬ અબજ ડોલરના મોબાઇલ ઉત્પાદન કરવાનો ટાર્ગેટ સિધ્ધ કરતાં પાંચ વર્ષ લાગી શકે છે. ૨૦૨૬માં મોબાઇલ ઉત્પાદન માટેની પાંચ વર્ષ માટેની પ્રોડક્શન ઇન્સેન્ટીવ સ્કીમ (PLI) પુરી થઇ રહી છે. મોબાઇલનું ઉત્પાદન ટાર્ગેટ કરતાં ઓછું થઇ રહ્યું હોવા પાછળના કેટલાક કારણો પણ છે. જેમકે સ્થાનિક સ્તરે વેચાણ ઘટયું છે કેમકે સરકારે મોબાઇલ ફોન પર ૧૮ ટકા જીએસટી નાખ્યો હતો. બીજું કારણ એ કે ચીનની બ્રાન્ડના મોબાઇલનું સ્થાનીક માર્કેટમાં વર્ચસ્વ છે. ત્રીજું કારણ એ છેકે પીએલઆઇ સ્કીમ હેઠળ બનાવાતા મોબાઇલ પોતાની બ્રાન્ડ ઉભી કરવાની લ્હાયમાં સારા મોબાઇલ માટે કોઇ ઇન્સેન્ટીવ સ્કીમ આપી શક્યા નહોતા.
એક્સપાયરી ડેટ વાળી ચોકલેટો માટે લૂંટાલૂંટ
ભેળસેળવાળી ચીજો અને એક્સપાયરી ડેટ વાળી ચીજોના વપરાશથી દુર રહેવાની સલાહ વારંવાર અપાય છે પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો વિડીયો જોવા મળ્યો છે જેમાં એક્સપાયરી ડેટ વાળી ચોકલેટો અને ટ્રેાફી મેળવવા લૂંટાલૂંટ જોવા મળી હતી.કાનપુરના પાંકી વિસ્તારમાં એક્સપાયરી ડેટ વટાવી ગયેલી ચોકલેટોને એક કંપનીએ ડસ્ટબીનમાં નાખી દીધી હતી.પહેલાં એક વ્યકિતને ડસ્ટબીનમાંથી ચોકલેટો ભરેલો ડબ્બો લઇ જતા જોઇને આજુબાજુના લોકો અને નજીકમાંથી પસાર થતા લોકો પણ ડસ્ટબીનમાંની ચોકલેટો લેવા તૂટી પડયા હતા. કોઇને ડસ્ટબીનમાં નાખેલી ચોકલેટો એક્સપાયરી ડેટ વાળી છે કે કેમ તે જાણવાની ચિંતા નહોતી. સોશ્યલ નેટવર્ક પર એવી ચિંતા વ્યક્ત થઇ હતી કે સ્થાનિક વેપારીઓ બાળકોને આ ચોકલેટ વેચશે કેમકે તેમને એક્સપાયરી ડેટ જોતાં ક્યાં આવડે છે?
ઓેડિસામાં ફૂડ પ્રેાસેસીંગ પ્લાન્ટ માટે સ્પર્ધા
ઓડિસામાં ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટ માટે સ્પર્ધા શરૂ થઇ હોય એમ લાગે છે. બિકાનેરમાં ૧૯૩૭માં શરૂ થયેલી હલ્દીરામના મેન્યુફેક્ચરીંગ યુનિટ નાગપુર, નોઇડા,દિલ્હી અને હૂગલી જેવા સ્થળો પર છે. હવે તે ઓડિસા ખાતે પ્લાન્ટમાં ૧૦૦૦ કરોડ રોકવા જઇ રહ્યું છે. તેના સ્નેક અને બેકિંગ પ્રોડક્ટ માટે કે તબક્કાવાર ૧૦૦૦ કરોડ રોકશે. હલ્દીરામ સહીત નવ કંપનીઓે ઓડિસામાં રોકાણ કરવા એમઓયુ કર્યા છે. જેમાં બાલાજી જેવી નામાંકીત કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
એન્જિનિયર ટુ કિસાન
બેંગલુરૂના એક એન્જીન્યર ૯ થી પ ની નોકરીમાં વ્યસ્ત રહેવાના બદલે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવા વિપ્રો જેવી કંપનીમાંનો તગડો પગાર છોડયો હતો. આજે તો ૬૦૦ કરોડનો ફાર્મીંગ પ્રોડક્ટનો માલિક છે. શશીકુમારને નાનપણથી ખેતીમાં રસ હતો. પરંતુ તે શિકાગોમાં એન્જીન્યરીંગનું ભણીને વિપ્રોની જોબમાં જોડાયા હતા. ૧૨ વર્ષ સુધી લીડર આર્કિટેક તરીકે કામ કરનારે જોબ છોડીને પોતાની શોખના વિષય એવા ફાર્મીંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમના પિતાએ આખી જીંદગી કિસાન તરીકે વિતાવી પણ તે તેમના સંતાનોને ખેતરની માટીમાં હાથ ગંદા કરે તેમ નહોતા ઇચ્છતા. જોકે શશીકુમારે લોકોના વિરોધ વચ્ચે જોબ પણ છોડી અને નવો ખેતીને વ્યવસાય એવો વિકસાવ્યો કે તેમની કંપની અક્ષયા કલ્પા ૬૦૦ કરોડનો વહિવટ કરે છે.
બાન્દ્રા કૂર્લા કોમ્પલેક્ષમાં ગોલ્ડ કોલરની એન્ટ્રી
રેમન્ડ રીયલ્ટી મુંંબઇમાં બહુુ સમૃધ્ધ એવા બીકેસી તરીકે ઓળખાતા બાન્દ્રા કૂર્લા કોમ્પલેક્ષ ખાતે ગોલ્ડ કોલર લાઇફ નામની સ્કીમ મુકીને લકઝરી મકાનો ખરીદવાની ઇચ્છા ધરાવનારાઓને આકર્ષશે. હવે સમૃધ્ધ વિસ્તારોમાં ઘર ખરીદવા પૈસાદાર લોકો આગ્રહ રાખે છે. આવા લોકો માટે ગોલ્ડ કોલર નવા પ્રોજેક્ટ ઉભું કરી રહ્યું છે. મોટાભાગની લકઝરી મકાનોની સ્કીમ બીકેસીમાં જોવા મળે છે. જેમકે જીયો વર્લ્ડ પ્લાઝા અને જીયો વર્લ્ડ ડ્રાઇવ વગેરે બીકેસીમાં છે. બીકેસીની નજીકમાં મેટ્રો લાઇન-૩ અને બુલેટ ટ્રેનનું ટર્મિનલ હોઇ વિસ્તારની ડિમાન્ડ ઉભી થઇ છે.




