Business Plus

ભારત-યુકે ટ્રેડ કરાર મેડ ઇન ગુજરાત માટે સુવર્ણ તક

By GS Team
20 Jul 20265 mins read
TukuTouch Logo
ભારત-યુકે CETA કરાર 15 જુલાઈ, 2026 થી અમલમાં આવશે, જે ગુજરાત માટે ઐતિહાસિક તક છે. આ કરારથી ગુજરાતના ઉદ્યોગોને યુકેના બજારોમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે, જેનાથી રત્ન-આભૂષણ, ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્મા અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં નિકાસ વધશે. ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક માળખું, બંદરો અને રોકાણ-લક્ષી નીતિઓ તેને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-યુકે ટ્રેડ કરાર મેડ ઇન ગુજરાત માટે સુવર્ણ તક

લેખકઃડૉ. એસ. એસ. મંથા, પૂર્વ અધ્યક્ષ - AICTE , ભારત સરકાર
અને ડૉ. એ. રામકુમાર, વાઇસ ચાન્સેલર, બીએમ યુનિવસટી, સુરત.

વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) નકશો ફરીથી દોરવામાં આવી રહ્યો છે. જેમ જેમ વ્યવસાયો તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવી રહ્યા છે, મજબૂત ઉત્પાદન કેન્દ્રો શોધી રહ્યા છે અને સ્વચ્છ, ટેકનોલોજી આધારિત ઉત્પાદન અપનાવી રહ્યા છે, ત્યારે વિશ્વના પસંદગીના રોકાણ મુકામ તરીકે ઉભરી આવવા માટે રાષ્ટ્રો અને પ્રદેશો વચ્ચે એક નવી સ્પર્ધા શકૂ થઈ છે. ભારત માટે, આ તક આવી ગઈ છે. ગુજરાત માટે, તે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે.
CETA ઃ એક વ્યૂહાત્મક ભાગીદારી
૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ અમલમાં આવનાર ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA), માત્ર ટેરિફ (આયાત જકાત) ઘટાડવાના કરાર કરતાં ઘણો વિશેષ છે. આ એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી છે જે વેપારને વધુ ગાઢ બનાવવા, રોકાણ આકર્ષવા, ટેકનોલોજી સહયોગને પ્રોત્સાહન આપવા અને કુશળ વ્યાવસાયિકોની ગતિશીલતાને સરળ બનાવવાનું વચન આપે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ (ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ) સાથે ભારતના વધતા જોડાણનો સંકેત આપે છે, અને આ તકને ઝડપી લેવા માટે ગુજરાત કરતાં અન્ય કોઈ રાજ્ય વધુ સારી સ્થિતિમાં નથી.
ઇતિહાસ આપણને શીખવે છે કે દરેક મોટા આર્થિક પરિવર્તનો વૈશ્વિક ઉત્પાદનના નવા કેન્દ્રોનું નિર્માણ કરે છે. જાપાને ૧૯૬૦ના દાયકામાં ઔદ્યોગિક પુનરુત્થાનનું નેતૃત્વ કર્યું, દક્ષિણ કોરિયા ૧૯૮૦ના દાયકાનો ઉત્પાદન ચમત્કાર બન્યો, ચીને ૧૯૯૦ના દાયકામાં વૈશ્વિક ઉત્પાદનમાં ક્રાંતિ લાવી, અને વિયેતનામ છેલ્લા દાયકામાં એક પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આજે, જ્યારે વિશ્વ 'ચાઇના પ્લસ વન (ભરૈહચ+૧)' વ્યૂહરચના અપનાવી રહ્યું છે, ત્યારે ભારત પણ આવી જ એક તકના ઉંબરે ઊભું છે. ભારતમાં, આ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે ગુજરાત પાસે કદાચ માળખાગત સુવિધાઓ, ઉદ્યોગસાહસિકતા, નીતિગત સ્થિરતા અને ઔદ્યોગિક ક્ષમતાનું સૌથી મજબૂત સંયોજન છે.
આનાથી વધુ સાનુકૂળ સમય બીજો કોઈ હોઈ શકે નહીં. CETA ભારતીય નિકાસકારોને ેંણમાં લગભગ ૯૯ ટકા ટેરિફ લાઈનો માટે ડયુટી-ફ્રી (કરમુક્ત) ઍક્સેસ પ્રદાન કરે છે, જે ભારતીય ઉત્પાદનો માટે વિશ્વના સૌથી અત્યાધુનિક ગ્રાહક બજારોમાંનું એક ખોલે છે. આ સાથે જોડાયેલ 'ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન' પાત્ર ભારતીય વ્યાવસાયિકો માટે ેંણના સામાજિક સુરક્ષા યોગદાનમાંથી મુક્તિને ત્રણથી વધારીને પાંચ વર્ષ કરે છે, જે વિદેશી પ્રોજેક્ટ્સને વધુ આકર્ષક બનાવે છે અને ભારતની સેવાઓની નિકાસને મજબૂત કરે છે.
ગુજરાતનો સ્પર્ધાત્મક લાભ
ગુજરાત માટે, આ માત્ર નીતિગત જાહેરાતો નથી, તે વિકાસ માટેના પ્રેરક બળો છે. આ રાજ્ય પહેલેથી જ યુનાઇટેડ કિંગડમમાં ભારતની નિકાસમાં લગભગ ૧૫% યોગદાન આપે છે અને તેણે દેશની સૌથી વૈવિધ્યસભર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ્સમાંની એકનું નિર્માણ કર્યું છે. તેના વૈશ્વિક સ્તરે જોડાયેલા બંદરો, વ્યાપક ઔદ્યોગિક કોરિડોર, વિશ્વ કક્ષાના લોજિસ્ટિક્સ, રોકાણકારો માટે અનુકૂળ નીતિઓ અને જીવંત ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ તેને એક વિશિષ્ટ સ્પર્ધાત્મક લાભ આપે છે.
વૈવિધ્યસભર ઉત્પાદન
સુરતના ડાયમંડ પોલિશિંગ યુનિટ્સ અને અમદાવાદ તેમજ જેતપુરના ટેક્સટાઇલ ક્લસ્ટરોથી લઈને દહેજ, અંકલેશ્વર અને જામનગરના ેપેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સુધી, ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અજોડ છે.
નિકાસમાં વૃદ્ધિ ઃ ેંણના ટેરિફ દૂર થવાને કારણે રત્નો અને આભૂષણો, કાપડ, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ માલસામાન, પ્રોસેસ્ડ ફૂડ્સ, ઓટો કમ્પોનન્ટ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર નિકાસ વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા છે.
ક્ષેત્રીય મજબૂતી ઃ સુરતનો હીરા ઉદ્યોગ (લેબ-ગ્રોન ડાયમંડ સહિત) આંતરરાષ્ટ્રીય બજારોમાં તેનું નેતૃત્વ મજબૂત કરવા સજ્જ છે. ટેક્સટાઇલ ક્ષેત્ર બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો સામે વધુ સ્પર્ધાત્મક બનશે. કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને ઉચ્ચ મૂલ્યવાળા બજારોમાં સરળ પ્રવેશ મળશે, જ્યારે સાણંદ, રાજકોટ, હાલોલ અને મહેસાણા ખાતેના ઓટોમોબાઇલ હબ વૈશ્વિક ઇલેક્ટ્રિક મોબિલિટી સપ્લાય ચેઇનમાં જોડાવા માટે તૈયાર છે.
ભવિષ્યનું નિર્માણ ઃ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને સસ્ટેનેબિલિટી
છતાં ગુજરાતનું ભવિષ્ય પરંપરાગત ઉત્પાદનથી ઘણું આગળ વિસ્તરે છે. રાજ્ય એડવાન્સ મેન્યુફેક્ચરિંગ માટે ભારતના મુખ્ય સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ અને પ્રિસિઝન એન્જિનિયરિંગમાં મોટા રોકાણો તેની ઔદ્યોગિક પ્રોફાઇલને નવી વ્યાખ્યા આપી રહ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ઘજીૈંઇ), દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેઇટ કનેક્ટિવિટી અને ૨૦૦ થી વધુ ઔદ્યોગિક વસાહતોનું નેટવર્ક એવી ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે જેની સાથે એશિયાના બહુ ઓછા પ્રદેશો સ્પર્ધા કરી શકે.
નવીનીકરણીય ઊર્જા (રિન્યુએબલ એનર્જી)માં ગુજરાતનું નેતૃત્વ સમાન રીતે મહત્વપૂર્ણ છે. સૌર અને પવન ઉર્જાના ભારતના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક તરીકે અને ગ્રીન હાઇડ્રોજન માટે ઉભરતા હબ તરીકે, રાજ્ય ઉદ્યોગોને ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ સાથે ઉત્પાદન કરવાની તક આપે છે.
તેની દરિયાઈ તાકાત આ ફાયદાને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતના બંદરો ભારતના કાર્ગો ટ્રાફિકના લગભગ ૪૦ ટકાનું સંચાલન કરે છે. કાર્યક્ષમ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડે છે, ડિલિવરીનો સમય ઓછો કરે છે અને નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે.
ઇનોવેશન અને રોજગાર સર્જન
ઉત્પાદનની સાથે સાથે, ગુજરાત એક એવી ઇનોવેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે જે ભવિષ્યની ફેક્ટરીઓને વ્યાખ્યાયિત કરશે.
ૈંૈં્ ગાંધીનગર, ૈંૈંસ્ અમદાવાદ, શૈંઘ, ઁઘઈેં જેવી સંસ્થાઓ અને ઇન્ક્યુબેશન સેન્ટરો ઇન્ડસ્ટ્રી ૪.૦ માટે જકૂરી કુશળ માનવબળનું નિર્માણ કરી રહ્યા છે.
આટફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં), રોબોટિક્સ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ રાજ્યની વિકાસ વ્યૂહરચનાના અભિન્ન અંગ બની રહ્યા છે.
ય્ૈંખ્ સિટી (ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર) વ્યવસાયોને વૈશ્વિક નાણાકીય સહાય પ્રદાન કરીને ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
કદાચ આ પરિવર્તનનો સૌથી મોટો ફાયદો રોજગાર હશે. દરેક નવું રોકાણ માત્ર ફેક્ટરીમાં જ નહીં પરંતુ લોજિસ્ટિક્સ, ડિઝાઇન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સંશોધન અને ફાઇનાન્સ એમ સમગ્ર વેલ્યુ ચેઇનમાં તકો પેદા કરે છે. સ્જીસ્ઈ, સ્ટાર્ટ-અપ્સ, કારીગરો અને ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મળશે.
આ ઐતિહાસિક કરારના મહત્વને ઓળખીને, માનનીય ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે CETA ને રાજ્યના ઉત્પાદકો, નિકાસકારો અને સ્ટાર્ટ-અપ્સ માટે અદ્યતન બજારોમાં પ્રવેશવાના પ્રવેશદ્વાર તરીકે વર્ણવ્યું છે, જે 'વોકલ ફોર લોકલ' ના વિઝનને 'લોકલ ટુ ગ્લોબલ' માં પરિવર્તિત કરે છે. તેમનો આશાવાદ ગુજરાતની નીતિગત તકોને આર્થિક સફળતામાં કૂપાંતરિત કરવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
આગળ કેવી રીતે વધી શકાય
જો કે, માત્ર વેપાર કરારો આપોઆપ સમૃદ્ધિ લાવતા નથી. તેમની સફળતા ઉદ્યોગની નવીનતા (ઇનોવેશન), ટેકનોલોજીમાં રોકાણ, ગુણવત્તા સુધારણા, વૈશ્વિક બ્રાન્ડ્સ બનાવવા અને ટકાઉપણું અપનાવવાની તૈયારી પર આધારિત છે. ગુજરાત આ ઐતિહાસિક તકને ઝડપી લે તે સુનિશ્ચિત કરવા સરકાર, ઉદ્યોગ જગત, શૈક્ષણિક સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓએ હવે એકસાથે કામ કરવું જોઈએ.
તેથી CETA એ માત્ર વેપાર કરાર કરતાં ઘણું વધારે છે. આ ગુજરાતના ભવિષ્યની પુનઃકલ્પના કરવાનું આમંત્રણ છે - માત્ર ભારતના ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે જ નહીં પરંતુ વિશ્વના સૌથી વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે. જો આ તકને દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય સાથે ઝડપી લેવામાં આવે, તો આગામી દાયકો ગુજરાતમાં નવા ઔદ્યોગિક પુનરુજ્જીવનનો સાક્ષી બની શકે છે, જે લાખો નોકરીઓનું સર્જન કરશે અને વિકસિત ભારતજ્ર૨૦૪૭ તરફની ભારતની યાત્રાને વેગ આપશે.
આગળની મહાન મેન્યુફેક્ચરિંગ સ્ટોરી ક્યાંય બીજે લખવાની જકૂર નથી. તેને અમદાવાદમાં ડિઝાઇન કરી શકાય છે, રાજકોટમાં એન્જિનિયર કરી શકાય છે, સાણંદમાં ઉત્પાદિત કરી શકાય છે, જામનગરમાં રિફાઇન કરી શકાય છે, મુન્દ્રા દ્વારા શિપ કરી શકાય છે અને એક સરળ પણ શક્તિશાળી લેબલ સાથે સમગ્ર વિશ્વમાં ગર્વથી રજૂ કરી શકાય છે ઃ મેડ ઇન ગુજરાત (સ્ચગી ૈહ ય્ેલચચિા).