Business Plus

જીએસટી કર-પ્રણાલી હેઠળ પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના દુરુપયોગને લગતા કોર્ટના ચુકાદાની મહત્વની બાબતો

By GS Team
27 Sep 20265 mins read
TukuTouch Logo
જીએસટી હેઠળ બોગસ બિલિંગ અને ખોટી ITC/રિફંડની ગેરરીતિઓ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હી હાઈકોર્ટે પાન-આધારના દુરુપયોગથી થતી કરચોરી રોકવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતમાં 180 સહિત 1400થી વધુ લોકોની ધરપકડ થઈ છે. સરકારે આધાર ઓથેન્ટિકેશન, IMS, અને TDS જેવી કડક જોગવાઈઓ અમલમાં મૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જીએસટી કર-પ્રણાલી હેઠળ પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના દુરુપયોગને લગતા કોર્ટના ચુકાદાની મહત્વની બાબતો

GST નું Ato - હર્ષ કિશોર
જીએસટી કર-પ્રણાલી હેઠળ આજની તારીખે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે જો કોઈ બાબત માથાના દુ:ખાવા સમાન બાબત હોય તો તે છે કેટલાક લોકો દ્વારા ITC/રિફંડ માટે આચરાતી મોટાપાયાની ગેર-રીતિઓ. તમામ કામગીરી ઓન-લાઈન હોવા છતાં કેટલાક ઇસમો ખોટી ITC/રિફંડ લેવા માટે શરૂઆત ઈરાદાપૂર્વક ખોટા દસ્તાવેજો અને નોંધણી દાખલાથી કરે છે. જયારે કેટલાક લોકો નોંધણી દાખલો મેળવીને માલ કે સેવાના ખરેખર વ્યવહારોમાં ઉતર્યા વગર માત્ર બોગસ બીલો આપવાનું અને ITC પાસ-ઓન કરવાનું ગેરકાયદેસર કામ કરે છે.
જે રીતે કેટલાક ભેજાબાજ અને અનૈતિક લોકો દ્વારા બેંકના કૌભાંડ, UPI કૌભાંડ, નકલી નોટો, ક્રેડિટ કાર્ડને લગતા દુરુપયોગના કિસ્સા, OTP જબચસ વગેરે થઈ રહ્યા છે તે જ રીતે જીએસટીના અમલીકરણના દસ વર્ષ પછી પણ કેટલાક વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને અન્ય ઈસમો દ્વારા બોગસ બીલીંગ કરવામાં આવે છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે. જો કે GSTના કાયદામાં આવા ગેરકાયદેસરના કૃત્યો માટે આકરી સજાની જોગવાઈઓ છે અને આજની તારીખે ઘણા લોકો દિવાની અને ફોજદારી કાયદાના સંયોજન અને અમલીકરણને કારણે સમગ્ર દેશમાં ૧૪૦૦થી વધુ અને આપણા ગુજરાત રાજ્યમાં ૧૮૦થી વધુ લોકોની ધરપકડ થયેલ છે અને આવા ગુનેગારો હાલ જેલની હવા ખાઈ રહ્યા છે.
નામદાર દિલ્હી હાઇકોર્ટે, મનોજકુમાર તથા અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તથા અન્યના કેસમાં-(CNR No. DLHC૦૧૦૩૯૨૫૨૨૦૨૬ W.P.(C) 12210/2026&CM APPL. ૫૬૫૩૩/૨૦૨૬) જીએસટીના રજીસ્ટ્રેશન વખતે પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના દુરુપયોગને અને બાદમાં કરચોરીના ઈરાદાથી લેવામાં આવતા રજીસ્ટ્રેશનને રોકવા માટે કેટલાક નિર્દેશ આપેલ છે. આ કેસમાં પીટીશનરે જણાવેલ કે મારા બદલે મારા પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરીને અન્ય કોઈએ જીએસટીનો રજીસ્ટ્રેશન નંબર મેળવેલ છે.
અગાઉ પણ આવા કેસ આવેલા હતા અને કેસની ગંભીરતા જોતા નામદાર કોર્ટે આવા કેસોમાં રજૂઆત કરતા એક સિનિયર કાઉન્સિલને કોર્ટને મદદ કરવા જણાવેલ અને suggesting ways and means to curb such practices'' કરવા કહેલ.
સૂચનો :

  • રજીસ્ટ્રેશન સમયે અરજદારની ઓળખ આધાર બેઝ્ડ ફેસ રેકગ્નિશનથી કરવી જોઈએ.
  • ઓરીજનલ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથેનો ૨૦થી ૩૦ સેકન્ડનો વિડીયો અરજદાર પાસેથી માંગવો જોઈએ, જેમાં તેનો ચહેરો પણ આવી જાય અને જેમાં ઓછામાં ઓછા સેકન્ડ સુધી આવા દસ્તાવેજો તેણે પકડી રાખેલ હોય.
  • જે રીતે e-Mudhra અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ માટે અરજદાર પાસેથી મોટેથી સિસ્ટમ જનરેટેડ તેનું નામ અને અન્ય કોડ સહિતની વિગતો વંચાવવામાં આવે છે તેવું જીએસટીના રજીસ્ટ્રેશન માટે પણ કરવું
  • અરજી ફાઇલ કરતી વખતે ડિવાઇસનું લોકેશન અને આઇપી એડ્રેસ જીએસટી કોમન પોર્ટલ દ્વારા સાચવી રાખવું જોઈએ.
  • ધંધાના મુખ્ય સ્થળનું ફરજિયાત પણે ફિઝીકલ વેરિફિકેશન કરવાનું રહે, અન્યથા રિસ્ક બેઝડ વેરિફિકેશન પદ્ધતિ અપનાવી શકાય.
  • ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરવું જોઈએ, જે મુજબ પાન ધારકને એક મેસેજ અને ઇમેલ જાય કે તેના આ નંબર ઉપર જીએસટી રજીસ્ટ્રેશન લેવામાં આવી રહેલ છે.
  • વધુમા, સિસ્ટમ ફોર્મ ૨૬AS/૧૬૮ સાથે પણ મેળવણું કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય.
  • અચાનક વધી જતા ટર્નઓવરના કિસ્સામાં સિસ્ટમ જે તે રજીસ્ટ્રેશનને ફ્લેગ કરી શકે અને શંકાસ્પદ કેટેગરીમાં મૂકી શકે.
  • આધાર ધારક સાથે રિયલ ટાઈમ ક્રોસ-ચેક કરવામાં આવે કે તેમના આધાર કાર્ડ ઉપર રજીસ્ટ્રેશન માટેની અરજી આવેલ છે.
  • ડીજી લોકર અવેલેબલ હોય તો પાનકાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે તેને મેસેજ મોકલવામાં આવે.
  • Directorate General of Analytics and Risk Management પાન આધારિત વિશેષ મિસ-મેચ અને પાન કે આધારનો પ્રથમ વખત ઉપયોગ થતો હોય ત્યારે રિસ્ક પેરામીટર મૂકી શકે
  • જીએસટીના રજીસ્ટ્રેશન વખતે અરજદાર પાસેથી એક અથવા બે બીજા વ્યક્તિ કે પેઢીઓના રેફરન્સ લઈ શકાય, જે અરજદારની ઓળખને પુરવાર કરી શકવામાં મદદ કરે.
    આ કેસમાં, નામદાર દિલ્હી હાઇકોર્ટે, દિલ્હી પોલીસને પણ પોતાની રજૂઆત કરવા જણાવેલ હતું અને આખરી ચુકાદો આવવાનો બાકી હતો. જો કે, અન્ય એક કેસ : Neha v. Union of India & Ors- W.P.(C) ૧૨૨૧૦/૨૦૨૬માં કોર્ટે સમગ્ર દેશમાં જીએસટીના નોંધણી દાખલા માટે Biometric Aadhaar Authentication ફરજીયાત કરવા નિર્દેશ આપેલ છે.
    ખોટા નોંધણી દાખલા અને બોગસ બિલીંગ થકી થતી કરચોરી અટકાવવા માટે સમયાંતરે સરકાર દ્વારા નીચે મુજબના પગલા લેવામાં આવેલ છે :
    ૧. ઓન-લાઈન અને ફેસ્લેસ રજીસ્ટ્રેશન સાથે સાથે તા ૧.૧.૨૦૨૨થી રજીસ્ટ્રેશન અને રિફંડ માટે આધાર ઓથેન્ટીકેશન ફરજીયાત કરવામાં આવેલ છે.
    ૨. આધાર ઓથેન્ટીકેશન વગરના નવા રજીસ્ટ્રેશન માટે ગુજરાતમાં, અમદાવાદ, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, સુરત, વાપી, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને જુનાગઢ એમ કુલ ૧૨ સ્થળે SGST અને CSGSTના સંયુક્ત GST સુવિધા કેન્દ્રો શરુ કરવામાં આવેલ છે. આધાર ઓથેન્ટીકેશન ન કરનાર અરજદારે અહી રૂબરૂ હાજર રહેવું ફરજીયાત છે. હાજર રહીને ફોટો પડાવવાનો રહે છે તથા આંગળાની છાપ પણ આપવાની રહે છે તેમજ અસલ દસ્તાવેજો ચકાસણી અર્થે રજુ કરવાના રહે છે. ત્યારબાદ, ખાતાના STI/STO દ્વારા વેપારીના ધંધાના સ્થળે સ્પોટ વિઝીટ પણ કરાય છે.
    ૩. નિયમ ૮૬(બી) હેઠળ કેટલાક વર્ગના કરદાતાઓને મળવાપાત્ર વેરાશાખ અને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ વેરાશાખના ૯૯%થી વધુ વેરાશાખ વાપરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે આવા લોકોએ કેટલીક છૂટ-છાટો મુજબ ઓછામાં ઓછો એક ટકો વેરો રોકડેથી ભરવાનો થાય.
    ૪. લોખંડ અને અન્ય ભંગારમાં ખુબ મોટાપાયે કરચોરી ધ્યાને આવતા તારીખ ૧૦-૧૦-૨૦૨૪થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૬ /૨૦૨૪ તારીખ ૮. ૧૦. ૨૦૨૪થી ચેપ્ટર ૭૧થી ૮૨માં પડતા ભંગાર ઉપર આરસીએમ પદ્ધતિએ વેરો નાખવાનું શરૂ કરેલ છે. ઉપરાંત તારીખ ૧૦-૧૦-૨૦૨૪થી અમલી થાય એ રીતે જાહેરનામા ક્રમાંક ૨૫/૨૦૨૪ તારીખ ૮.૧૦.૨૦૨૪થી ચેપ્ટર ૭૧થી ૮૨માં પડતા ભંગારને લગતા નોંધાયેલ વેપારીથી નોંધાયેલ વેપારીને થતા સપ્લાયમાં કુલ બે ટકા ટીડીએસની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.
    ૫. IMS : પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી એક નવી ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થયેલ છે. હવે ખરીદનાર વેપારીએ પોતાની તમામ ઇન્વોઇસ ઓન-લાઈન જોવાની રહે છે અને ચાર વર્ગમાં 'એક્સેપ્ટેડ' 'રિજેક્ટેડ' 'પેન્ડિંગ' અને 'નો- એક્શન ટેકન' પૈકી લાગુ પડતી કાર્યવાહી કરીને પોતાનું GSTR-૨B જનરેટ કરવાનું રહે છે. જેના આધારે GSTR-૩B ફાઈલ કરવાનું અને ITC લઈને વેરો ભરવાનો રહે છે.
    ૬. સરકારે ૨૦૨૫થી જીએસટીઆર-થ્રીબીમાં ઓટો પોપ્યુલેટ થતા વેરા અને વેરાશાખના આંકડા ફ્રીઝ કરવા અથવા બ્લોક કરવાનું શરુ કરેલ છે. તે મુજબ જીએસટીઆર-થ્રીબીના ટેબલ ૩.૨ને એપ્રિલ ૨૦૨૫થી ફ્રીઝ કરવામાં આવેલ છે એટલે કે વેપારી તે ડેટાને એડિટ કરી શકશે નહી. GSTR-૧, GSTR-૧A અને IFFમાંથી જીએસટીઆર-થ્રીબીમાં ઓટો પોપ્યુલેટ થતાં ેગિના આંતર-રાજ્ય વ્યવહારોનો આંકડો હવે એડિટ કરી શકાશે નહી. હવે ટેબલ ૧૨માં HSN-વિશે summaryની મેન્યુઅલ એન્ટ્રી થઇ શકશે નહી.
    ૭. ઈ-વે બીલ અને ઈ-ઇન્વોઇસનો વ્યાપ ધીરે-ધીરે વધારવામાં આવી રહેલ છે.
    ૮. મ્૨ભના વ્યવહારોના રીપોર્ટીંગની મર્યાદા રૂ. ૨.૫ લાખથી ઘટાડીને રૂ એક લાખ કરવામાં આવેલ છે.
    એટલે બહુ ચિંતા કરવાને બદલે જો આપને થોડા સચેત રહીએ તો આપણા દસ્તાવેજોનો દુરુપયોગ નહિ થઈ શકે. જે રીતે આપણે નકલી ચલણી નોટોના કિસ્સામાં કે છ્સ્ નો પાસવર્ડ અને બઅમીિ કચિેગ ન થાય તે માટે અન્ય મહત્વની માહિતી ખાનગી રાખીએ છીએ તે જ રીતે આધાર કાર્ડ અને અન્ય પુરાવા અજાણ્યા માણસના હાથમાં ન જાય તેનું ધ્યાન આપણે રાખવું રહ્યું.