વિદ્યુતક્ષેત્રમાં ટ્રાન્સમીશન ટાવર - લાઈન નાંખવામાં ROW અને ખેડૂતોને વાજબી વળતર આપવામાં પ્રવર્તમાન જોગવાઈઓ સાથે સરકારનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લોકાભિમુખ માર્ગદર્શન -એચ.એસ. પટેલ IAS (નિ.)
(ગતાંકથી ચાલુ)
અગાઉના આ વિષય ઉપરના લેખોમાં ટ્રાન્સમીશન ટાવર અને ઈલેક્ટ્રીક લાઈન નાખવા માટેના Right of Way હેઠળની જોગવાઈઓ અને અન્ય કાયદાની જોગવાઈઓ અંગે વિસ્તૃત સમજ આપી છે.
સાથોસાથ જમીન માલીકોના બંધારણીય હક્કો સાથે અને ખાસ કરીને કાનુની મિલ્કત ધરાવવાનો આર્ટિકલ ૩૦૦એ હેઠળના અધિકાર સાથે કાયદાની પ્રક્રિયા અનુસરીને એટલેકે યોગ્ય વળતર આપીને વપરાશી હક્ક અંગેની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. બીજીબાજુ વિકાસની પ્રક્રિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા જમીન એક અગત્યનું સંશોધન (ઇીર્જેબિી) છે. દિવસે દિવસે મોટા પ્રોજેક્ટ, હાઈવે, કેનાલ જેવા જાહેર હેતુઓના પ્રોજેક્ટ માટે પણ જમીન સંપાદન કરવાની થાય ત્યારે જમીન અધિગ્રહણ અધિનિયમ-૨૦૧૩ની જોગવાઈઓ અનુસરવી પડે છે. આ કાયદા હેઠળ સંપાદિત થતી જમીન કાયમી ધોરણે ચોક્કસ હેતુ માટે સંપાદન કરવામાં આવે છે.
જ્યારે ઈલેક્ટ્રીસીટી એક્ટ-૧૯૧૦ના મૂળ કાયદા સાથે નવીન ૨૦૦૩ના ઈલેક્ટ્રીસીટી એક્ટ અમલમાં આવ્યો ત્યારે વીજમાંગમાં અનેક ગણો વધારો થવાથી, જરૂરિયાતવાળા વિસ્તારોમાં પર્યાપ્ત ધોરણે વીજળી પુરી પાડવા માટે ઈલેક્ટ્રીસીટી પેદા કરતા વીજમથકોથી ટ્રાન્સમીશન લાઈનના માધ્યમથી વીજપ્રવહન કરવું અનિવાર્ય છે. તે સાથે જે જમીન માલીકોની જમીનમાંથી વીજટાવર અને ટ્રાન્સમીશન લાઈન પસાર થાય છે તે જમીન માલીકોને પર્યાપ્ત અને વ્યાજબી વળતર આપવું પણ જરૂરી બને છે. કારણકે ઇૈયરા ર્ક ઉચઅના અધિકાર હેઠળ જ્યારે ઉપયોગમાં લેવાતી જમીનની ક્ષમતા ઁર્ાીહૌચન ઘટતું હોય ત્યારે જમીનના સાપેક્ષમાં વળતર આપવું જરૂરી છે આ અંગે સમગ્ર દેશમાં ટ્રાન્સમીશન ટાવર અને લાઈન નાંખવામાં જમીન માલીકો તરફથી જે પ્રશ્નો ઉપસ્થિત થયા તેને ધ્યાનમાં લઈને ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા પણ માર્ગદર્શક સુચનાઓ આપી છે. તે સાથે ભારતના ઈલેક્ટ્રીસીટી સતામંડળ ભીહાચિન ઈનીબાિૈબૈાઅ છેાર્રિૈાઅ દ્વારા જુદી જુદી કેટેગરીની ટ્રાન્સમીશન લાઈન માટે ટેકનીકલ ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તાજેતરમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા તા. ૪-૭-૨૬ ઠરાવથી ટ્રાન્સમીશન ટાવર અને લાઈન નાખવામાં જે વળતર આપવાની જોગવાઈઓ કરી છે તેનું વિશ્લેષણ કરીએ.
વિદ્યુત ક્ષેત્રમાં ટ્રાન્સમીશન લાઈનની જુદીજુદી કેટેગરી છે. જેને ભીહાચિન ઈનીબાિૈબૈાઅ છેાર્રિૈાઅ એ ધોરણો નક્કી કર્યા છે અને તે મુજબ ટ્રાન્સમીશન ટાવરની મ્ચજીનૈહી અને ર્ભહગેર્બાનિી ક્ષમતા નક્કી કરે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે જે વળતર આપવા માટે જે ધોરણ નક્કી કર્યા છે તે ૬૬કેવી લાઈનની ઉપરની લાઈનો અને ટાવર નાખવા માટેના ધોરણો નક્કી કર્યા છે. જેમાં ૬૬કેવી થી ૧૨૦૦કેવીની લાઈનોનો સમાવેશ થાય છે. આમાં ટાવર બેઝ વળતરમાં ટ્રાન્સમીશન ટાવર / માળખાના સ્થાપનને કારણે ટાવર આધારિત વિસ્તાર (ટાવરના ચાર પાયાનો ભાગ)ની જમીનના ઉપયોગ / નુકશાન પેટે માર્કેટ રેટ કમિટિ (સ્ઇભ) દ્વારા નિર્ધારીત જમીનની બજાર કિંમતના ૨૦૦% (બે ગણા) જેટલું વળતર ચુકવવાની જોગવાઈ કરી છે. વળતરની ગણતરી કરવામાં ટાવરના ચાર પાયા ઉપરાંત દરેક બાજુ એક મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાનમાં લેવાનું છે. આ ટ્રાન્સમીશન લાઈનમાં ઇૈયરા ર્ક ઉચઅ તરીકે જે કેટેગરીની લાઈન નાખવાની હોય તેનો પ્રાથમિક સર્વે કરી જાહેરનામું બહાર પાડવાનું હોય છે અને તમામ અસરગ્રસ્ત ખેડુત / જમીન માલીકોને નોટીસ આપી જાણ કરવાની હોય છે. જે વિસ્તારમાંથી / જમીનમાંથી ટ્રાન્સમીશન લાઈન ઇર્ઉ ર્ભિિૈર્ગિ ટ્રાન્સમીશન લાઈનના રેષાઓની પહોળાઈ અને લંબાઈના કારણે જમીનના વળતરના સંદર્ભમાં જમીન માલીકની જમીનમાંથી પસાર થતાં વિસ્તાર માટે માર્કેટ રેટ કમિટિ (સ્ઇભ) દ્વારા નિર્ધારિત જમીનની કિંમતને ધ્યાને લઈ વળતરની રકમની ગણતરી કરવાની થાય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં જમીનની કિંમતના ૩૦% વળતર નગરપાલીકા / નગરપંચાયતો અને તમામ શહેરી આયોજન વિસ્તાર (ેંમિચહ ઁનચહહૈહય છિીચ) એટલેકે જેમાં શહેરી વિસ્તાર / વિકાસ મંડળો (ેંઘછૈંજી) માં સમાવિષ્ઠ જમીનના ૪૫% વળતર અન મહાનગરપાલીકા અને મેટ્રોપોલીટન વિસ્તારોની જમીન માટે ૬૦% વળતરની રકમ નક્કી કરવામાં આવી છે. આ વીજરેષાઓ માટે ૬૬કેવી લાઈન થી ૧૨૦૦કેવી લાઈન માટે પહોળાઈના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ વળતર ચુકવવાનું થાય છે. આ ઠરાવ સાથે ફળાવ ઝાડ તથા અન્ય વૃક્ષ અને પાકને નુકસાન માટે મહેસુલ વિભાગના તા. ૧૩-૭-૨૩ના પરિપત્રમાં જે માર્ગદર્શક સુચનાઓ આપી છે તે મુજબ આપવા પાત્ર થાય છે. પાક નુકસાન માટે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ દ્વારા જે પાકના દરો ભાવ નક્કી કર્યા હોય તે ધ્યાનમાં લેવાના થાય છે અને આ પાક વળતરની મુલ્યાંકન કિંમત સબંધિત વિસ્તારના સરપંચ / તલાટી / મામલતદાર અથવા સબંધિત મહેસુલ અધિકારીએ પ્રમાણિત કરવાની થાય છે.
આ ટ્રાન્સમીશન ટાવર અને લાઈન માટે જે વળતરની રકમ નક્કી કરવાની છે તેમાં જીલ્લા માર્કેટ રેટ કમિટિની રચના કરવામાં આવી છે તેમાં કલેક્ટરશ્રી, ચેરમેન, જમીન માલીકોના પ્રતિનિધી અને સબંધિત ટ્ર્રાન્સમીશન કંપનીના પ્રતિનિધી ઉપરાંત કલેક્ટર અને યોગ્ય લાગે તે વધારાના બે સભ્યોનો સમાવેશ કરી શકે છે. આ ઉપયોગમાં લેવાતી જમીનોના મુલ્યાંકન માટે સરકારના ૪-૭-૨૦૨૬ના ઠરાવથી માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જેમાં ૈંહર્જનપીહબઅ અને મ્ચહંિેૅાબઅ ર્ભગી (ૈંમ્મ્ૈં) દ્વારા માન્યતા પ્રાપ્ત જમીન મુલ્યાંકનકાર ફચનેીનિી નિમણુંક કરવાની છે અને તેઓ દ્વારા જમીનની કિંમતના મુલ્યાંકન મેળવવાના છે અને ત્યારબાદ ખેડુતોના પ્રતિનિધી સાથેની મિટીંગમાં પારદર્શક સ્વરૂપે મુલ્યાંકન નક્કી કરવાનું છે. રાજ્ય સરકારે જે ઠરાવ કર્યો છે તેમાં માર્કેટ રેટ નક્કી કરવા જે મ્ચજી-આધાર લેવાનો છે તે પણ વધ-ઘટના કિસ્સામાં માર્કેટ રેટ કમિટિએ નિર્ણય લેવાનો છે. વળતરની ચુકવણી એક સાથે અને ખેડુતની સંમતિના આધારે કામગીરી શરૂ કરતાં પહેલાં કરવાની છે.
આ ચુકવણીમાં પારદર્શકતા જળવાય તે જરૂરી છે. વચ્ચેની એજન્સીઓ ભાગ ન ભજવે તે સુનિશ્ચિત કરવાનું છે. સરકારના ઉર્જા વિભાગના તા. ૪-૭-૨૦૨૬ના ઠરાવથી વળતર ચુકવવાની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જેમાં જમીનના સંયુક્ત ખાતેદારો / સંમતિ વિગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે ઘણીવાર સંયુક્તપણામાં ચાલતી જમીનમાં ભાઈઓ ભાગે આવતી જમીનમાંથી અમુક ભાગમાં લાઈન પસાર થતી હોય ત્યારે જેના ભાગની જમીન જાય તેને વળતર મળવાપાત્ર થાય પરંતું જો જમીન સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી હોય તો તમામ સંયુક્ત ખાતેદારની સંમતિ લેવી પડે.
સરકારના આ ઠરાવમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને માર્કેટ રેટ કમિટિ બનાવી છે. પરંતું આ સમિતિના નિર્ણયની સામે જો અસંતોષ હોય તો જમીન સંપાદન અધિનિયમમાં અગાઉ સીવીલ કોર્ટમાં ન્ચહગ ઇીકીિીહબી વળતર માટે કરવામાં આવતો હવે આ જોગવાઈ નવા ૨૦૧૩ના કાયદામાં નવીન સતા મંડળો રચવામાં આવ્યા છે અને તેઓને સંપાદનના એવોર્ડ સામે અપીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેજ રીતે આ ઇર્ઉના કલેક્ટરની સમિતિના નિર્ણય ઉપર અપીલીય હકુમતની જોગવાઈ કરવી જરૂરી છે અને તેનાં ય્ઈઇભમાં એક સતામંડળની રચના કરી શકાય અને તે વળતરની રકમની સામે અપીલ કરી શકે અને તેનો નિર્ણય બંધનકર્તા રહે પરંતું આમાં એકવાર સ્ઇભ જે નિર્ણય કરે તે આધારે ટ્રાન્સમીશન ટાવર / લાઈન નાખી શકાય અને તેમાં અપીલ કરવામાં આવી હોય તો બાધ ન રહે. અપીલ ફક્ત વળતર ચુકવવાના માપદંડ / ધોરણ સામે સમિતિ રાખી શકાય. ઈલેક્ટ્રીસીટી ક્ષેત્રમાં ટ્રાન્સમીશન ટાવર કે લાઈન વિકાસની પ્રક્રિયામાં નાખવી આવશ્યક છે. પરંતું ખેડુતોનું હિત પણ જળવાય તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે.
(સંપુર્ણ)









