બાયોડિઝલમાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોનો વપરાશ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં તથા ળ્શ્વ બજારમાં તાજેતરમાં ખાદ્યતેલોના બજારોમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઈરાન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં શાંતિના બદલે ફરીથી ઘર્ષણ શકૂ થતાં તથા તેના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નવેસરથી ઉછળતાં તેની પાછળ વૈશ્વિક સ્તરે વિવિધ ખાદ્યતેલોના ભાવ ઉંચા જતા દેખાયા છે. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે પણ તાજેતરમાં વિવિધ આયાતી ખાદ્યતેલોમાં ભાવ વધ્યાના વાવડ મળ્યા હતા. ભારતમાં ઘરઆંગણે ખાદ્યતેલોના સંદર્ભમાં માગ કરતા સ્થાનિક પુરવઠો ઓછો રહેતાં હોવાથી સપ્લાય ડેફીસીટ વચ્ચે દેશમાં દરિયાપારથી વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ થતાં પુરવઠા પર આધાર રાખવો પડે છે. આના પગલે વિશ્વ બજારમાં ભાવ વધે ત્યારે ઘરઆંગણાના બજારોમાં પણ ખાદ્યતોલોના ભાવ પર તેજીની અસર જોવા મળતી હોય છે. આ દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં કૂપિયો ગબડતા તથા કૂપિયા સામે ડોલરના ભાવ વધી કૂ.૯૬ની ઉપર જતાં દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈમ્પોર્ટ કોસ્ટમાં પણ વૃદ્ધી થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, સૌરાષ્ટ્રના બજારોમાં પણ તાજેતરમાં સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવમાં ગરમાટો જોવા મળ્યો હતો. ભારતમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદની પ્રગતિ ધીમી રહ્યા પછી જુલાઈમાં વરસાદ સારો થયો છેૈ. દેશમાં અસર વર્તાઈ રહી છે તથા તેના પગલે કૃષી બજારોમાં અજંપો પણ વધ્યો હતો. ઈરાન યુદ્ધના પગલે દરિયાપારથી આયાત થતા વિવિધ ફર્ટીલાઈઝર્સ (ખાતર)ના પુરવઠા તથા ભાવ પર પણ અસર દેખાઈ હતી. તાજેતરમાં ઈરાન યુદ્ધમાં શાંતિની વાટાઘાટો શકૂ થઈ હતી પરંતુ ત્યારબાદ ફરી ઈરાન તથા અમેરિકા વચ્ચે ઘર્ષણ શકૂ થતાં ફર્ટીલાઈઝર્સની બાબતમાં પણ કૃષી જગતમાં ફરી ચિંતા વધ્યાની ચર્ચા બજારોમાં સંભળાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઉંચકાતાં બાયોડિઝલમાં ખાદ્યતેલોનો વપરાશ વધી રહ્યાના વાવડ પણ મળ્યા હતા. ઈન્ડોનેશિયાની સરકારે આવો વપરાશ વધારવા માટે તાજેતરમાં ત્યાં ઘરઆંગણે વિવિદ પ્રયત્નો શકૂ કર્યાના સમાચાર મળ્યા હતા અને તેની અસર પણ ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ હતી.
ભારતમાં જૂન મહિનામાં વિવિધ ખાદ્યતેલોની આયાત૧૧ લાખ ૧૧થી ૧૨ હજાર ટન આસપાસ નોંધાઈ હતી. જે મે મહિનામાં ૧૩ લાખ ૩૮થી ૩૯ હજાર ટન થયાના સમાચાર હતા. એપ્રિલમાં આવી આયાત ૧૩ લાખ ૬૬થી ૬૭ હજાર ટન નોંધાઈ હતી.









