Business Plus

કોર્પોરેટ ગેરંટી સપ્લાય ગણાય : ચૂકાદાની છણાવટ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
કોર્પોરેટ ગેરંટી પર GST વસૂલવા અંગેના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 14.8.2026ના રોજ ટોરેન્ટ પાવર લી. વિ. યુ.ઓ.આઈ. કેસમાં, હાઈકોર્ટે કોર્પોરેટ ગેરંટીને સપ્લાય ગણી, અને તે Schedule III માં સમાવેશ ન થાય તેમ ઠરાવ્યું. દર વર્ષે નિયમ મુજબ GST ભરવાનો રહેશે. 26.10.2023થી 1% વેલ્યુએશનની જોગવાઈ યોગ્ય ગણાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેટ ગેરંટી સપ્લાય ગણાય : ચૂકાદાની છણાવટ
  • વેચાણવેરો - સોહમ મશરુવાળા
    GST કાયદા હેઠળ કોર્પોરેટ ગેરન્ટી બાબત ઘણો મોટો વિવાદ છે. સરકારે જ્યારથી નિયમ ૨૮(૨)ની રચના કરી છે અને અમલમાં લાવ્યા છે ત્યારથી ખાતાના અધિકારીઓને તેમ હતું કે તારીખ ૧.૭.૨૦૧૭ ના વ્યવહાર ઉપર ય્જી્ વસુલવાનો થાય. ખરેખર જો ધંધામાં કોર્પોરેટ ગેરંટી આપવામાં ન આવે તો બેંકો દ્વારા ધિરાણ કરવામાં આવેજ નહી અને ધંધા બધા ઠપ થઈ જાય. જો લોકોને ધંધો કરવા માટે ઉછીના પૈસા મળતા બંધ થાય તો સપ્લાય કરી શકવાના જ નથી. વધુમાં જ્યાં સુધી કંપનીના શેરહોલ્ડર અનુમતિ ન આપે ત્યાં સુધી આ આપી ન શકાય. બેફામ જંગી નોટીસો ફટકારતા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અનેક કંપનીઓ દ્વારા રિટ દાખલ કરવામાં આવી જેના અનુસંધાનમાં તાજેતરમાં તારીખ ૧૪.૮.૨૦૨૬ ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે. ટોરેન્ટ પાવર લી. વિ. યુ.ઓ.આઈ. ્ર[SCA No. 12175 of 2024] તથા અન્યની ગુ્રપ મેટરમાં. આજના લેખમાં આ ચુકાદાની છણાવટ કરવામાં આવી છે.
    વિવાદનો મુદ્દો
    ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેમ ખાસ મુદ્દો હતો કે કોર્પોરેટ ગેરંટીને સપ્લાય ગણી શકાય નહી અને તેનું વેલ્યુએશન નક્કી કરતી જોગવાઈ અને નિયમ પણ રદ્દ ગણવાના થાય. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ ચુકાદો આપ્યો જેના તેમ પ્રસ્થાપિત કર્યું કે કોર્પોરેટ ગેરંટીના વ્યવહારને સપ્લાય ગણવાનો થાય અને તે પરિશિષ્ટ ૈંૈંૈં માં સમાવેશ થાય નહી.
    ટાઈમ ઓફ સપ્લાય
    જ્યારે કોઈ સબસીડરી કંપની દ્વારા ધિરાણ લેવામાં આવે છે તે વખતે હોલ્ડીંગ કંપની તેને લોન પતે નહીં ત્યાં સુધી કોર્પોરેટ ગેરંટી આપતી હોય છે. આવા કન્ટીન્યુઅસ સપ્લાય બાબતે ટાઈમ ઓફ સપ્લાય નક્કી કરવા ગુજરાત હાઈકોર્ટે તેમ ઠરાવ્યું કે દર વર્ષે સબસીડરી કંપની પોતાના ચોપડામાં આ દર્શાવે છે માટે દર વર્ષે નિયમ અનુસાર ય્જી્ ભરવાનો થાય. આમ, દર વર્ષે ય્જી્ ભરવાનો થાય.
    રકમની ગણતરી
    નિયમ ૨૮(૨) ગેરકાયદેસર નથી તેવો ચુકાદો સુપ્રિમ કોર્ટ દ્વારા ડી.જી.જી. એસટી ઇન્ટેલીજન્સ ્રલ્લઊજીૃ તથા અન્ય વિ. ગેમ્સ ક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રા. લી. ૧૬૦ ય્જી્ઇ ૧ જી.ભ. તેમ ઠરાવેલ જેના આધારે તારીખ ૨૬.૧૦.૨૦૨૩ થી અમલમાં આવતી કોર્પોરેટ ગેરંટી માટે ૧% વેલ્યુએશનની જોગવાઈ યોગ્ય છે અને તે તારીખ પહેલા અપાયેલી ગેરંટી માટે પણ તારીખ ૨૬.૧૦.૨૩ બાદ નિયમ ૨૮(૨) પ્રમાણે વેલ્યુએશન કરવાનું થાય. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમ પણ ઠરાવ્યું કે જે કિસ્સામાં મુલ્ય ૧% થી ઓછું હોય એટલે કે વેલ્યુએશન કરતી વખતે ખરેખર મૂલ્ય અથવા ૧% ગેરંટીની બેમાંથી જે વધું હોય તે પ્રમાણે વેલ્યુએશન લેવાનું થાય.