Business Plus
કોફીમાં અલનીનો ઈમ્પેક્ટ વચ્ચે ઘરઆંગણે તથા વિશ્વબજારમાં તેજીનો ગરમાટો
By GS Team
6 Sep 20263 mins read
દેશમાં કોફીનો વપરાશ યુવાપેઢીમાં વધતા, ૨૦૨૬-૨૭માં 4.04 લાખ ટન પાકનો અંદાજ છે. કોફી બોર્ડ મુજબ, કર્ણાટક સૌથી મોટો ઉત્પાદક છે, જ્યાં 2.80 લાખ ટન અંદાજાયો છે. અલનીનોની અસરથી વૈશ્વિક ભાવ વધતા, ભારતમાં પણ કોફીના ભાવ ઊંચકાયા છે. 2027માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોફી ફેસ્ટિવલ યોજાશે.
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં કોફીનો વપરાશ યુવાપેઢીમાં વધતા, ૨૦૨૬-૨૭માં 4.04 લાખ ટન પાકનો અંદાજ છે. કોફી બોર્ડ મુજબ, કર્ણાટક સૌથી મોટો ઉત્પાદક છે, જ્યાં 2.80 લાખ ટન અંદાજાયો છે. અલનીનોની અસરથી વૈશ્વિક ભાવ વધતા, ભારતમાં પણ કોફીના ભાવ ઊંચકાયા છે. 2027માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોફી ફેસ્ટિવલ યોજાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ભારતમાં જોકે દેશવ્યાપી ધોરણે ચાનો વપરાશ વધુ થતો હોય છે પરંતુ તાજેતરના વર્ષોમાં હવે કોફીનો વપરાશ પણ વિશેષરૂપે યુવાપેઢીમાં વધી રહ્યો હોવાના સંકેતો મળ્યા છે. આ પૂર્વે ભારતમાં કોફીનું ઉત્પાદન તથા કોફીનો વપરાશ દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશેષ થતો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં હવે દેશના મહાનગરો તથા નાના શહેરો અને ગામડાઓમાં પણ હવે કોફી પીવાતી થઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, સરકાર હસ્તકના કોફી બોર્ડના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૬- ૨૭ના પાક વર્ષમાં કોફીનો પાકનો પ્રાથમિક અંદાજો ૪.૦૪ લાખ ટનનો મૂકવામાં આવ્યો હતો. દેશમાં ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં કોફીનું ઉત્પાદન ૩ લાખ ૭૩ હજાર ટન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં દેશમાં અરેબીકા કોફીનું ઉત્પાદન આશરે ૧ લાખ ૧૧ હજાર ટન તથા રોબસ્ટા કોફીનું ઉત્પાદન આશરે ૨ લાખ ૬૨ હજાર ટન થયું હતું. ભારતમાં કોફીની નવી મોસમ ઓક્ટોબરથી શરૂ થાય છે તથા ઓક્ટોબરથી શરૂ થનારી ૨૦૨૬- ૨૭ની નવી મોસમમાં દેશમાં કોફીનું ઉત્પાદન ૪ લાખ ૦૪ લાખ ટન થવાનો અંદાજો તાજેતરમાં બતાવાતો થયો હતો. કોફીનો નવો પાક ગયા વર્ષ કરતાં આશરે ૭થી ૮ ટકા વધવાની ગણતરી જાણકારો પ્રથમ તબક્કે બતાવી રહ્યા હતા. જોકે સામાન્ય પણે કોફીના પાકનો જે શરૂઆતનો અંદાજ રજૂ કરવામાં આવે છે તેની સરખામણીએ હકીકતમાં પાક ઓછો આવતો હોય છે એવું કોફી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
૨૦૨૫- ૨૬ના પાકનો શરૂઆતનો અંદાજ ૪ લાખ ૦૩ લાખ ટનનો બતાવાયો હતો પરંતુ હકીકતમાં પાક ૩લાખ ૭૩ હજાર ટન આવ્યો હતો. દરમિયાન, ૨૦૨૬- ૨૭ના વર્ષ માટે કોફીના પાકનો અંદાજ અરેબીકા કોફીનો ૧ લાખ ૨૦ હજાર ટન તથા ઓબસ્ટા કોફીના ઉત્પાદનનો અંદાજ ૨લાખ ૮૪ હજાર ટન મૂકવામાં આવ્યો છે. દેશમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે. કર્ણાટકમાં કોફીના નવા પાકનો અંદાજ આશરે ૨ લાખ ૮૦ હજાર ટન જેટલો મૂકવામાં આવ્યો છે. કર્ણાટકમાં નવા પાકમાં અરેબીકા કોફીનું ઉત્પાદન ૮૪ હજાર ટનની ઉપર અંદાજવામાં આવ્યું છે જ્યારે રોબસ્ટા કોફીના નવા પાકનો અંદાજ ૧ લાખ ૯૫ હજાર ટન આસપાસ મુકવામાં આવ્યો છે. ભારતમાં કર્ણાટક ઉપરાંત કેરળ, તામિલનાડુ, તથા આંધ્ર પ્રદેશમાં પણ કોફીનું ઉત્પાદન થાય છે, એવું કોફી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં સરકાર દ્વારા આવતા વર્ષે ૨૦૨૭માં ફેબુ્રઆરીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોફી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવનાર છે અને તેની તૈયારીઓ સરકારી સ્તરે શરૂ થઈ છે ત્યારે કોફીના વિશ્વબજારના ખેલાડીઓની નજર ભારત તરફ રહી છે.
ભારતમાં અરેબીકા કોફીના એરીના ભાવ વધી તાજેતરમાં ટનના રૂ.૧૩૬૦૦થી ૧૫૨૫૦થી રેન્જમાં જાતવાર રહ્યાના સમાચાર મળ્યા હતા. અલનીનોના પગલે એશિયા તથા સાઉથ અમેરિકામાં કોફીના ઉત્પાદન પર અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં પણ તાજેતરમાં ભાવ ઉંચા ગયા છે.
ભારતમાં કોફીની ચેરીના ભાવ વધતાં રો- કોફીના ભાવ તાજેતરમાં વધી ૫૦ કિલોના રૂ.૨૪૬૦૦થી ૨૫૧૦૦ બોલાયા છે જે જૂનમાં રૂ.૨૨૩૦૦થી ૨૨૮૦૦ નોંધાયા હતા.ભારતમાં તાજેતરમાં ખાંડના ભાવ ઉછળતા ચા તથા કોફીના ભાવ વધી ગયા છે. હોટલ્સ તથા રેસ્ટોરન્ટમાં ભાવ વધારી દેવામાં આવ્યા છે.




